ગરમીમાં બેસ્ટ છે આ 5 ફાલુદા, ટેસ્ટી અને ડિલિશિયસ વેરાયટી ઘરે જ બનાવો

News18 Gujarati
Updated: May 16, 2018, 3:51 PM IST
ગરમીમાં બેસ્ટ છે આ 5 ફાલુદા, ટેસ્ટી અને ડિલિશિયસ વેરાયટી ઘરે જ બનાવો
ક્રંચી ફાલુદા
News18 Gujarati
Updated: May 16, 2018, 3:51 PM IST
દેશભરમાં લોકો ગરમીમાં ફાલુદા પીવાનું વધારે પસંદ કરે છે. ત્યારે આજે અમે તમારા માટે લાવ્યા છીએ અલગ અલગ 5 પ્રકારના ફાલુદા. કે જે ગરમીમાં તમને ઠંડક આપશે અને બાળકો પણ સટાસટ ગટગટાવી જશે.

આવો જોઈએ 5 અલગ અલગ પ્રકારના ફાલુદા કેવી રીતે બને.

1. ફાલુદા
સામગ્રી
  • Loading...

  • 6 ટેબલ સ્પૂન રોઝ સીરપ

  • 4 ટી સ્પૂન તકમરીયા પલાળેલા

  • 4 ટેબલ સ્પૂન બાફેલી ફાલુદા સેવ

  • 4 ટેબલ સ્પૂન સ્ટ્રોબેરી જેલી કટ કરેલી

  • 4 કપ ઠંડુ દૂધ

  • 4 સ્કૂપ વેનિલા આઈસક્રીમ
ગાર્નિશીંગ માટે
4 ટી સ્પૂન સમારેલી સ્ટ્રોબેરી જેલી

બનાવવાની રીતઃ
સૌપ્રથમ એક ગ્લાસમાં દોઢ ટેબલ સ્પૂન રોઝ સિરપ નાખો. હવે તેના પર એક ટી સ્પૂન તખમરિયા ઉમેરો. તેની ઉપર એક ટેબલ સ્પૂન ફાલુદા સેવ અને તેના પર એકટેબલ સ્પૂન જેલી ઉમેરો. છેલ્લે એક કપ ઉમેરો. છેલ્લે જ્યારે ફાલુદા સર્વ કરવાનો હોય ત્યારે એક સ્કૂપ આઈસક્રીમ સ્કૂપ મૂકીને સર્વ કરો. આ રીતે જ બીજા ત્રણ ગ્લાસ તૈયાર કરીને મહેમાનોને ચીલ્ડ જ સર્વ કરો.2. મેંગો ફાલુદા
સામગ્રી :

 • કેરી નો રસ – 3/4 કપ

 • તકમરીયા – 1 ટેબલ સ્પૂન

 • મેંગો સીરપ – 1 ટેબલ સ્પૂન
  મેંગો આઇસ ક્રિમ – 2 સ્કૂપ

 • ફાલુદા સેવ – 2 ટેબલ સ્પૂન

 • બરફનાં ટુકડા – 2


બનાવવાની રીતઃ
તકમરીયાને ૧ કલાક થોડું પાણી લઇ પલાડી રાખો. પલડી જશે પછી ફુલી ને ડબલ થઇ જશે.કલરફુલ ફાલુદા સેવ ગમે તો થોડી સેવમાં ગ્રીન કે રેડ કલર મિક્સ કરી બાજુ માં મૂકો.સર્વિંગ ગ્લાસમાં પહેલાં બરફનાં ટુકડા, ૧ ચરચી તકમરીયાં, ૧/૨ કપ કેરી નો રસ, પછી ૧ ચમચી તકમરીયા, પછી કલરવગરની સફેદ ફલુદા સેવ, ૧ સ્કૂપ આઇસક્રિમ પછી કલરફુલ ફલુદા સેવ, બાકીનો કેરીનો રસ, બાકીનાં તકમરીયા અને બાકીનો ૧ સ્કૂપ આઇસ ક્રિમ ઉમેરી મેંગો સીરપ રેડી ઠંડુ સર્વ કરો.3. ફાલુદા રબડી
સામગ્રી

 • 1 લીટર દૂધ

 • 5 ચમચી કોર્નફ્લોર

 • 8-10 બરફના ટુકડાં

 • 2 કપ ઠંડુ પાણી

 • 2 ચમચી ડ્રાય ફ્રૂટ્સ (બદામ, કાજૂ, પિસ્તા ઝીંણા સમારેલા)

 • 5 ચમચી ગુલાબ જળ

 • 5 ચમચી કેસર સિરપ

 • 5 ચમચી ખાંડ

 • 5 ચમચી કેવડા જળ

 • 1 ચમચી ઇલાયચી પાવડર


બનાવવાની રીતઃ
સૌથી પહેલાં એક વાસણમાં દૂધ,ખાંડ, કેસર સીરપ, ઇલાયચી એડ કરીને બરોબર ઉકાળો. જ્યાં સુધી દૂધ ઉકળે ત્યાં સુધી ફાલુદા બનાવવાની તૈયારી
કરો. એક વાસણમાં કોર્નફ્લોર, 5 ચમચી પાણી એડ કરો, ધીમી આંચ પર આ મિશ્રણને ગરમ કરો. જ્યારે મિશ્રણ ઘટ્ટ બની જાય ત્યારે ગેસ બંધ કરી દો. એક ખુલ્લાવાસણમાં ઠંડુ પાણી અને બરફના ટૂંકડા એડ કરો. કોર્નફ્લોરના તૈયાર ગટ્ટ મિક્ષણને ફરસાણ બનાવવાના મશીનમાં નાખી અને ઠંડા પાણીમાં ફાલુદા તોડી લો. ફાલુદાનેઠંડા પાણીમાં 6-7 મિનિટ રહેવા દો. દૂધ જ્યારે અડધુ થઇ જાય, તો ગેસ બંધ કરીને તેને ઠંડી થવા દો, રબડી તૈયાર છે. ફાલુદાને પાણીમાંથી નિકાળીને ઠંડા થવા માટેફ્રિજમાં રહેવા દો. હવે એક ગ્લાસમાં 2 ચમચી રબડી, એક ચમચી ફાલુદા, ગુલાબ જળના ટિપ્પા અને કેવળાનો રસ એડ કરો. ત્યાર બાદ તેની પર રબડી અને ફાલુદાએડ કરો. તેની ઉપર ડ્રાયફ્રટ્સ એડ કરીને સર્વ કરો.


4. ક્રંચી ફાલુદા
સામગ્રી

 • 2 કપ દૂધ

 • 1 પેકેટ ફાલુદા સેવ

 • 2 ટેબલ સ્પૂન ગુલાબ જળ

 • 1/2 ટેબલ સ્પૂન પલાળેલા તખમરીયા


બનાવવાની રીતઃ
સૌપ્રથમ ફાલુદા સેવને પાણીમાં 20 મીનીટ સુધી બફાવા દો. પછી તેમાંથી વધારાનુ પાણી કાઢી નાંખો. 15 મિનિટ સુધી દૂધને ધીમી આંચે ગરમ કરી લો. પછી તેમાંબાફેલી ઠંડી થઈ ગયેલી સેવ મિક્સ કરો. ત્યાર બાદ થોડી સેવ ગ્લાસમાં નાંખો. તેમાં ગુલાબ જળ ઉમેરો. સાથે તેમાં અગાઉથી પલાળી રાખેલા તખમરીયા ઉમેરો. તેમાંદૂધ અને બરફના પીસ નાંખો. છેલ્લે તેમાં વેનિલા આઈસ્ક્રિમ ઉમેરો, બસ તૈયાર થઈ ગઈ ક્રંચી ફાલુદા. ચીલ્ડ સર્વ કરો.


5. શાહી ફાલુદા

સામગ્રી-

 • 1/2 કપ રાઈસ વર્સમિસલી

 • 1 ગ્લાસ ઠંડુ દૂધ

 • 1/2 કપ પિસ્તા, છાલ કાઢીને સમારેલા

 • 1/2 કપ બદામ, છાલ કાઢીને સમારેલા

 • 2 ટી સ્પૂન દળેલી ખાંડ

 • 3 ટેબલ સ્પૂન તખમરીયા પલાળેલા

 • 6 ટેબલ સ્પૂન રોઝ સીરપ

 • 2 સ્કૂપ આઈસ્ક્રીમ


બનાવવાની રીતઃ
સૌપ્રથમ ફાલુદાને પાસ્તાની જેંમ જ બાફી લો. ત્યાર બાદ પાણી નીતારીને ફ્રીજમાં ઠંડી થવા માટે મૂકી દો. હવે છથી આઠ પીસ્તા અને બદામની પાતળી કતરણ કરીનેગાર્નિશીંગ માટે એકબાજુ પર મૂકી લો. હવે દૂધ, દળેલી ખાંડ, પીસ્તા અને બદામને બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લો, એકદમ સ્મૂધ પેસ્ટ બને ત્યાં સુધી બ્લેન્ડ કરવી.
ત્યારબાદ આ પેસ્ટને રેફ્રિજરેટરમાં ચીલ્ડ કરવા માટે મૂકો. હવે ફાલુદા સર્વ કરવા માટે બે મોટા ગ્લાસ લો. દરેક ગ્લાસમાં સૌપ્રથમ બાફેલા ફાલુદા ઉમેરો. ત્યાર બાદ
તેમાં તખમરીયા ઉમેરો. ત્યાર બાદ તેમાં દૂધ ઉમેરો. હવે રોઝ સીરપ ઉમેરો. બરાબર મિક્ષ કરી લો. છેલ્લે એક એક સ્કૂપ આઈસ્ક્રીમ મૂકો. છેલ્લે ડ્રાયફ્રુટ્સની કતરણથીગાર્નિશ કરીને સર્વ કરો.

First published: May 16, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर