Home /News /lifestyle /ના હોય! તમારા બાળકને રોજ દુખે છે પગ? તો કરાવો આ Exercises

ના હોય! તમારા બાળકને રોજ દુખે છે પગ? તો કરાવો આ Exercises

બાળકોને પગમાં દુખાવો

child foot pain: ઘણાં બધા બાળકોને નાની ઉંમરમાં જ પગમાં દુખાવો થતો હોય છે. તમારું બાળક પણ પગમાં દુખાવાની ફરિયાદ કરે છે તો તમે આ વાતને જરા પણ ઇગ્નોર કરશો નહીં. પગમાં થતો દુખાવો બીજી અનેક બીમારીઓને આમત્રંણ આપી શકે છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: નાના બાળકોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી હોય છે. આ સાથે બાળક નાનું હોય ત્યારે એની ચોખ્ખાઇથી લઇને અનેક નાની-નાની બાબતોની કેર કરવાથી એ બીમાર જલદી પડતુ નથી અને ઇમ્યુનિટી સિસ્ટમ પણ સ્ટ્રોંગ રહે છે. જો કે આજના આ સમયમાં વર્કિંગ વુમન્સ પ્રોપર રીતે પોતાના બાળકનું ધ્યાન રાખી શકતા હોતા નથી. બાળકોને પૂરતા પ્રમાણમાં પોષક તત્વોનો ખોરાક પેટમાં ના જવાને કારણે સ્વાસ્થ્યને લગતી અનેક તકલીફો નાની ઉંમરમાં જ શરૂ થઇ જાય છે. આમ, જો વાત કરીએ તો ઘણાં નાના બાળકોને પગમાં દુખાવો થતો હોય છે. પગમાં દુખાવો થવાને કારણે બાળક સરખી રીતે એક્ટિવિટી કરી શકતુ નથી. એક જગ્યાએ બેસી રહેવાને કારણે પણ બાળકોને અનેક સમસ્યાઓ થતી હોય છે. આ માટે પેરેન્ટ્સ જો આ ખાસ વાતનું ધ્યાન રાખે છે તો બાળક હેલ્ધી બને છે અને શરીરમાં થતા અનેક દુખાવા પણ દૂર થાય છે.

    દોડવું


    તમે તમારા બાળકને રોજ સવારમાં કોઇ જગ્યાએ દોડવા લઇ જાવો. દોડવાથી બાળકનું શરીર સ્વસ્થ રહે છે. દોડવાથી શારિરિક વિકાસ પણ સારો થાય છે અને સાથે બીજા અંગો પણ મજબૂત બને છે.

    આ  પણ વાંચો: ડાયાબિટીસના દર્દીઓ માટે આ લક્ષણો છે રેડ એલર્ટ

    સાઇકલિંગ


    તમારું બાળક જ્યારથી સમજતું થાય ત્યારથી એને રોજ થોડું સાઇકલિંગ કરાવો. સાઇકલિંગ કરવાથી શરીરને અનેક જાતની કસરત થઇ જાય છે. સાઇકલિંગથી બ્લડ સર્કુલેશન પણ સારું થાય છે. આ ટાઇપની કસરત તમે રોજ બાળકોને કરાવો છો તો એ જલદી બીમાર પણ પડતું નથી.

    સ્વિમિંગ


    તમે બાળકોને સ્વિમિંગ પણ કરાવી શકો છો. સ્વિમિંગ કરવાથી બાળકોનો આત્મવિશ્વાસ વધે છે. આ સિવાય સ્વિમિંગ કરવાથી એમના પૂરા શરીરને કસરત મળે છે. જો તમારા બાળકને પગમાં બહુ દુખાવો થાય છે તો તમે એને રોજ સ્વિમિંગમાં લઇ જાવો. સ્વિમિંગ કરવાથી શરીરના અનેક દુખાવા દૂર થઇ જાય છે.

    આ પણ વાંચો: કોલેસ્ટ્રોલના દર્દીઓને કોફી પીવી પડી શકે છે મોંઘી

    પુલ અપ્સ


    આ એક્સેસાઇઝ બાળકો માટે ખૂબ જરૂરી છે. આ એક્સેસાઇઝ કરવાથી બાળકના શરીરના અંગો મજબૂત થાય છે જેના કારણે એ સ્ટ્રોંગ બને છે. આ ટાઇપની એક્સેસાઇઝ કરાવવાથી ઉંમર વધે છે તો પણ એ સ્ટ્રોંગ રહે છે અને સાથે કોઇ પણ બીમારીમાં ઝડપથી સપડાતું નથી. આ માટે તમે પણ બાળકોને રોજ આ એક્સેસાઇઝ કરાવવાની આદત પાડો.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Child, Child care, Parents

    विज्ञापन
    विज्ञापन