Home /News /lifestyle /ડેરી જેવું ઘટ્ટ અને મલાઇદાર 'દહીં' જમાવવા દૂધને ઉકાળો આટલી મિનિટ, જાણો સિક્રેટ ટિપ્સ

ડેરી જેવું ઘટ્ટ અને મલાઇદાર 'દહીં' જમાવવા દૂધને ઉકાળો આટલી મિનિટ, જાણો સિક્રેટ ટિપ્સ

આ રીતે ઘરે જમાવો ડેરી જેવું દહીં

How to make curd: તમે પણ દહીં ઘરે જમાવો છો અને બરાબર જામતું નથી. જો કે મોટાભાગના લોકો જ્યારે ઘરે દહીં જમાવે છે ત્યારે એમાંથી પાણી વધારે છૂટ્ટું પડી જાય છે અને પછી દહીં ટેસ્ટમાં સારું લાગતું નથી. જો તમારાથી પણ દહીં આવું જામે છે તો આ ટિપ્સ નોંધી લો તમે પણ.

વધુ જુઓ ...
    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: અનેક લોકો બહારનું દહીં ખાવાનું ટાળતા હોય છે. મોટાભાગના લોકો દહીં ઘરે જમાવતા હોય છે. પરંતુ આ દહીં દર વખતે સરખું જામતું હોતુ નથી. કોઇ વખત બહુ પાણી હોય તો કોઇ વખત છુટ્ટું દહીં આપણાંથી જામતું હોય છે. આ વિશે તમે અનેક લોકોના મોં પર સાંભળ્યું હશે કે દહીં બહાર જેવું જામતું નથી જેથી કરીને ખાવાની મજા આવતી નથી. ઘરનું દહીં તમે રોજ ખાઓ છો તો હેલ્થને અનેક ઘણો ફાયદો થાય છે. દહીં હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. દહીંમાં વિટામીન સીનું પ્રમાણ સારું એવું હોય છે જે તમારી સ્કિન અને હેલ્થ માટે બહુ ગુણકારી છે. એક વર્ષથી વધારે ઉંમરના બાળકોને પણ તમે દહીં ખવડાવો છો તો એ બહુ ગુણકારી છે.

    આ પણ વાંચો: નવરાત્રીમાં પ્રસાદીમાં બનાવો 'દૂધનાં પેંડા'

    આમ, જો તમે પણ બહાર ડેરીમાં મળે છે એવું ઘટ્ટ દહીં જમાવવા ઇચ્છો છો તો આ રીત નોંધી લો તમે પણ. તમે આ રીતે ઘરે દહીં જમાવશો તો એકદમ બહાર જેવું જ બનશે અને ખાવાની પણ મજા આવશે.

    દહીં જમાવવાની સાચી રીત


    દહીં જમાવવા માટે સૌથી પહેલા દૂધ લો અને આ દૂધને ગરમ કરી લો. હવે આ દૂધને ધીમાં ગેસે 2 થી 3 મિનિટ માટે ઉકાળો અને પછી ગેસ બંધ કરી દો. આ સમયે તમારે દૂધન સતત હલાવતા રહેવાનું છે. જો દૂધ નીચે ચોંટી જશે તો સ્મેલ આવશે અને દહીં ખાવાની મજા આવશે નહીં.

    આ પણ વાંચો: નવરાત્રીમાં પ્રસાદીમાં ઘરે જ બનાવો 'કાજુકતરી'

    આ પ્રોસેસ થઇ જાય પછી કોટનનું એક પાતળું કપડું લો અને એમાં દૂધને ગાળી લો. હવે આ દૂધને રૂમ ટેમ્પરેચર પર ઠડું થવા દો. જો તમે ઠંડુ કરવા માટે ફ્રિજમાં મુકશો તો દહીં બરાબર જામશે નહીં. દૂધ જ્યારે નવશેકું થઇ જાય ત્યારે એક વાસણ લો અને એની ચારેબાજુ દહીં લગાવો અને પછી દૂધ નાંખો. હવે આને ઉપરથી ટાઇટ બંધ કરી દો. તમે રસોડાના કોઇ કબાટમાં પણ ઢાંકીને મુકી શકો છો. આ દહીં 7 કલાક પછી તમે જોશો તો એકદમ બહાર જેવું જ ઘટ્ટ થયુ હશે. દહીં જમાવતી વખતે મેલવણ વધુ પ્રમાણમાં નાંખવાનું નથી. ઘણાં લોકો ત્રણથી ચાર ચમચી મેલવણ દહીં જમાવતી વખતે નાંખતા હોય છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Curd, Home, Lifestyle

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन