Home /News /lifestyle /

તહેવારોની સિઝનમાં કરવી છે ઓછા પૈસામાં ખરીદી? આ ફેમસ બજારોમાં મળશે સૌથી સસ્તી વસ્તુઓ

તહેવારોની સિઝનમાં કરવી છે ઓછા પૈસામાં ખરીદી? આ ફેમસ બજારોમાં મળશે સૌથી સસ્તી વસ્તુઓ

દિવાળીના તહેવારમાં શોપિંગ કરવા માટે ભારતના આ સ્થળો સૌથી ફેમસ છે. (પ્રતિકાત્મક તસવીર-pexels)

અમુક મોટા શહેરોના અમુક સારા અને સસ્તા બજારો(Best and Cheap Markets) વિશે જણાવવા જઇ રહ્યા છીએ, જ્યાંથી તમે શોપિંગનો આનંદ લઇ શકો છો. તો આવો જાણીએ આ ખાસ માર્કેટ્સ વિશે.

નવી દિલ્લી:   દેશભરમાં દિવાળીના તહેવારો (Diwali Festivals)ની સિઝન નજીક આવતા જ મોટાભાગના લોકો અનેક વસ્તુની ખરીદીનું આયોજન(Shopping Planning) કરી રહ્યા હશે. તમે પણ સગાવહાલાઓને ગીફ્ટમાં આપવા કે પછી પોતાના માટે કંઇકને કંઇક ખરીદવાનું વિચારી રહ્યા જ હશો. ઘણા લોકો ઘરને સજાવવા માટે પણ કંઇક સામાન ખરીદવા ઇચ્છતા હશે. તહેવારોની આ સિઝનમાં હવે આટલી મોટાપાયે ખરીદી માટે તમે વિચારતા હશો કે કોઇ સારો વિકલ્પ મળી જાય તો કેટલું સારું. શોપિંગ કરવાની સાચી મજા ત્યારે જ આવે છે, જ્યારે તમને વ્યાજબી ભાવે વસ્તુઓ મળી રહે. તેથી આજે અમે તમને અમુક મોટા શહેરોના અમુક સારા અને સસ્તા બજારો(Best and Cheap Markets) વિશે જણાવવા જઇ રહ્યા છીએ, જ્યાંથી તમે શોપિંગનો આનંદ લઇ શકો છો. તો આવો જાણીએ આ ખાસ માર્કેટ્સ વિશે.

દિલ્હીની સરોજિની નગર માર્કેટ

રાજધાની દિલ્હી (Delhi)માં આમ શોપિંગ માટે અનેક વિકલ્પો ઉપલબ્ધ છે. પરંતુ સસ્તા બજારોની વાત કરીએ તો અહીં સ્ટ્રીટ શોપિંગથી શ્રેષ્ઠ કોઇ વિકલ્પ નથી. સ્ટ્રીટ શોપિંગના ઓપ્શનમાં દિલ્હીમાં આમ તો ચાંદની ચોક, કરોલ બાગ, કમલા નગર અને સરોજીની નગર(Sarojini Nagar) સૌથી શ્રેષ્ઠ છે. પરંતુ આ તમામ પૈકી સરોજિની નગર સૌથી સારો વિકલ્પ છે, કારણ કે અહીં તમે ઓછા બજેટમાં મન મૂકીને શોપિંગ કરી શકો છો.

જયપુરનું જોહરી બજાર

જો તમે જયપુર(Jaipur) કે તેની આસપાસ ક્યાંક રહો છો, તો અહીંનું જોહરી બજાર(Johri bazaar) સોના અને ચાંદી માટે સૌથી ફેમસ છે. આ સિવયા તમે નાની ચોપડ અને મોટી ચોપડ પર જઇને પણ સારી એવી ખરીદી કરી શકો છો. જોહરી બજારથી લોકો સસ્તી કિંમતે જ્વેલરીની સાથે-સાથે મોંઘી સાડીઓ અને લહેંગાઓ પણ ભાડે લઇ જાય છે.

આ પણ વાંચો: દિવાળી વેકેશનમાં વિદેશમાં ફરવા જવાનો છે પ્લાન? આ આંતરરાષ્ટ્રીય દેશો પ્રવાસ માટે બેસ્ટ

મુંબઈની કોલાબા કોઝવે માર્કેટ

કોલોબા કોઝવે માર્કેટ(Colaba Couseway Market) મુંબઈ (Mumbai)ની સૌથી ફેમસ સ્ટ્રીટ માર્કેટ (Famous Street Market) છે. જ્યાં તમને પુસ્તકોથી માંડીને હેન્ડીક્રાફ્ટ્સ, કપડા અને ફુટવિયર્સ સુધીની અનેક વેરાયટી મળશે. અહીં તમે દરેક પ્રકારના કપડા સસ્તા ભાવે ખરીદી શકશો. તે જ કારણ છે કે આ માર્કેટમાં હંમેશા ભીડભાડ રહે છે.

હૈદરાબાદનું લાડ બજાર

લાડ બજાર હૈદરાબાદ (Laad Bazaar in Hyerabad)નું ફેમસ માર્કેટ(Famous Market) છે, આ માર્કેટમાં પર્લથી લઇને બંગડીઓ એટલે કે બેંગલ્સ, જ્વેલરી અને કપડાં સુધી બધુ જ મળી રહેશે. કદાચ જ કોઈ એવી વસ્તુ હશે જે આ માર્કેટમાં મળતી નહીં હોય.

આ પણ વાંચો: ડુંગળી ખાવાથી થઈ શકે આ ગંભીર બિમારી, અહી જાણો લક્ષણો અને તેનાથી બચવાના ઉપાય

કોલકાતાનું ગરિયાહાટ માર્કેટ

કોલકાતા(Kolkata)માં એવા ઘણા માર્કેટ્સ છે, જ્યાં તમે શોપિંગ કરી શકો છો, પરંતુ ગરિયાહાટ બજાર(Gariahart Market) સૌથી ફેમસ છે. અહીં તમને કપડાં, જ્વેલરી, ઇલેક્ટ્રોનિક્સ, સાડીઓ, ફર્નિચર બધુ જ વ્યાજબી ભાવે મળી રહેશે. આ બજારમાં તહેવારોમાં સડકની બંને બાજુ દુકાનો ખાસ રીતે સજાવવામાં આવે છે.
Published by:kuldipsinh barot
First published:

Tags: Lifestyle, Market, Shopping

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन