Home /News /lifestyle /

BENEFITS OF YOGA: મન અને શરીરને ફિટ રાખવા માટે આ યોગાભ્યાસ કરશે મદદ

BENEFITS OF YOGA: મન અને શરીરને ફિટ રાખવા માટે આ યોગાભ્યાસ કરશે મદદ

વ્યસ્ત જીવનશૈલી (Lifestyle) માં શરીરને ગતિશીલ રાખવા જેટલું જ જરૂરી આરામ છે. લાંબા સમય સુધી આરામ ન કરવાથી ધીમે ધીમે શરીર (Body) બગડે છે. યોગની ભાષામાં મન અને શરીરને આરામ આપવા માટે યોગ નિદ્રા (Yog nidra) નો ઉપયોગ કરવામાં આવે છે.

વ્યસ્ત જીવનશૈલી (Lifestyle) માં શરીરને ગતિશીલ રાખવા જેટલું જ જરૂરી આરામ છે. લાંબા સમય સુધી આરામ ન કરવાથી ધીમે ધીમે શરીર (Body) બગડે છે. યોગની ભાષામાં મન અને શરીરને આરામ આપવા માટે યોગ નિદ્રા (Yog nidra) નો ઉપયોગ કરવામાં આવે છે.

  દરરોજ સવારે ઉઠયા બાદ તમારા આરોગ્ય (Health) ની સ્થિતિ તમારો નિત્યક્રમ નક્કી કરે છે. શરીરની કોઈ પણ બીમારી (Illness) ઉત્સાહ નબળો પાડી દે છે અને રોજિંદુ કામ યોગ્ય રીતે કરવામાં મુશ્કેલી ઉભી કરે છે. વ્યસ્ત જીવનશૈલી (Lifestyle) માં શરીરને ગતિશીલ રાખવા જેટલું જ જરૂરી આરામ છે. લાંબા સમય સુધી આરામ ન કરવાથી ધીમે ધીમે શરીર (Body) બગડે છે. યોગની ભાષામાં મન અને શરીરને આરામ આપવા માટે યોગ નિદ્રા (Yog nidra) નો ઉપયોગ કરવામાં આવે છે. તેનાથી શરીરમાં ઊર્જાનું પુનઃનિર્માણ અને પોતાની જાતને રીક્રિએટ કરી શકો છો.

  આરામ કરવાથી શરીરમાં ઊર્જાનો સંચય થાય છે અને પછી આપણે વધુ સારી રીતે કામ કરી શકીએ છીએ. પરંતુ આરામ અર્થ વગરનો ન હોવો જોઈએ. યોગમાં આરામ કરવાનો અર્થ છે કે, સમયસર સૂવું અને કોઈપણ વિક્ષેપ વિના ઓછામાં ઓછા ૮ થી ૯ કલાક આરામ કરવો. જાત પ્રત્યે સભાન રહેવાથી આપણું સ્વાસ્થ્ય વધુ સારું થઈ શકે છે. આજે ન્યૂઝ18 હિન્દીના ફેસબુક લાઇવ સેશનમાં યોગ ઇન્સ્ટ્રક્ટર સવિતા યાદવે યોગ અને ઊંઘ સાથે જોડાયેલી ઘણી મહત્વની વાતો શેર કરી હતી અને કેટલાક યોગાભ્યાસ પણ કર્યા હતા.

  આ પણ વાંચો: Foot Massage Benefits: પગના દુખાવાથી માંડીને માનસિક તણાવ દૂર કરે છે 'ફૂટ મસાજ', જાણો તેના ફાયદા

  શરૂઆત કઈ રીતે કરવી?

  સૌ પ્રથમ પાથરણા પર બેસીને ઊંડો શ્વાસ લો અને તમારા શ્વાસના અવાજ પર ધ્યાન કેન્દ્રિત કરો. હવે ઓમ શબ્દનો ઉચ્ચાર કરો અને પ્રાર્થના કરો. શ્વાસ લયબદ્ધ રીતે લેવામાં અને ઉચ્છવાસ બહાર કાઢવામાં આવે તેનું ધ્યાન રાખો.

  - પગની મજબૂતી માટે પાથરણા પર ઉભા રહો અને તેના એક ખૂણેથી બીજા ખૂણે ચાલો. હવે આ રીતે તમારી એડી પર ચાલો. આવું 4થી 5 વખત કરો. આ ચાલ હિપના સ્નાયુઓથી પગની ઘૂંટી સુધી મજબૂત બનાવવામાં મદદ કરે છે.

  - સૌ પ્રથમ પાથરણા પર ઉભા રહો અને તમારા હાથને આગળની તરફ જોડો અને ઉપર તરફ લઈ જાવ. તમે તમારી જાતને તાડાસનની મુદ્રામાં રાખો. પેટ, છાતી, હાથને સ્ટ્રેચ કરતી વખતે 20 સુધી ગણો. પછી રિલેક્ષ થાવ.

  - સવારે શરીર અક્કડ રહેતું હોય તો તમારે આ યોગ કરવો જ જોઇએ. આ માટે પાથરણા પર ઘૂંટણ રાખીને બેસી જાવ અને હથેળીને નીચે રાખીને પીઠને સીધી રાખો. હવે પીઠને અંદરની તરફ ખેંચતી વખતે શ્વાસ છોડો અને પીઠને ઉપર ઉઠાવતી વખતે શ્વાસ લો. આવા 10 ચક્ર કરો. આવું કરવાથી સ્લિપ ડિસ્ક અને બેક પેઈનની સમસ્યાથી છુટકારો મળશે. તમે અહીં વિડિઓમાં વિગતવાર જોઈ શકો છો.

  તમારા પાથરણાની એક તરફ પંજા પર બેસો અને તમારા હાથથી ઘૂંટણ દબાવી પાથરણા પર ચાલો. જો તમારું વજન વધારે હોય કે તમારા ઘૂંટણમાં દુ:ખાવો થતો હોય તો પગના પંજા પર બેસીને આગળ હાથ રાખીને સપોર્ટ લો અને પગની વચ્ચે વધુ ગેપ રાખો. હવે તમારા હાથને ઘૂંટણ પર રાખો અને ધીમે ધીમે આગળ વધો. તેનાથી કબજિયાતની સમસ્યા પણ દૂર થશે અને પગના સ્નાયુઓ પણ મજબૂત બનશે.

  આ પણ વાંચો: શું ડિલીવરી પછી તમારું વજન વધી ગયું છે? તો સરળ યોગાસન કરશે મદદ

  - હવે પાથરણા પર બેસીને બટરફ્લાયની મુદ્રા બનાવો. પંજાને પકડો અને ઘૂંટણને ઉપર નીચે કરો. આ આસન 2 થી 3 મિનિટ સુધી કરો. આ રીતે તમે કેટલીક વાતોને ધ્યાનમાં રાખીને યોગાભ્યાસ કરી શકો છો.

   
  Published by:Rahul Vegda
  First published:

  આગામી સમાચાર