તરબૂચના બીજ ખાવાથી થશે જાદુઈ અસર, સ્કિનથી લઈ વાળને રાખે છે ટનાટન

તરબૂચના બીજ ખાવાથી થશે જાદુઈ અસર, સ્કિનથી લઈ વાળને રાખે છે ટનાટન

  • Share this:
નવી દિલ્હીઃ ઉનાળાની શરૂઆતથી જ બજારમાં તરબૂચ દેખાવા લાગે છે. તરબૂચ અને તેની છાલથી થતા અનેક પ્રકારના ફાયદા અંગે લોકો જાણે છે. પરંતુ શું તમને ખ્યાલ છે કે, તરબૂચના બીજ પણ તંદુરસ્તી અને સૌંદર્યને ખીલવવામાં મદદરૂપ થાય છે! તરબૂચની છાલ હોય કે, પછી તેના બીજ તરબૂચનો દરેક ભાગ ગુણોથી ભરપૂર છે.

આજે આપણે તરબૂચના બીજથી થતા ફાયદા અંગે ચર્ચા કરીશું. તરબૂચના બીજને ફેંકી દેવાની જગ્યાએ તમે તંદુરસ્તી માટે તેનો ઉપયોગ કરી શકો છો. તરબૂચના બીજમાં એનર્જી, પ્રોટીન, કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, આયરન, મેગનેશિયમ અને ફોલેટ સહિતના અનેક પોષકતત્વો હોય છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તરબૂચના બીજમાંથી નમકીન અથવા સ્વીટ ડિશમાં ઉમેરીને ખાઈ શકો છો.નર્વસ સિસ્ટમને ફિટ રાખે છે

તરબૂચના બીજનું સેવન કરવાથી નર્વસ સિસ્ટમ ફિટ રાખવામાં મદદ મળે છે. બીજમાં મોટા પ્રમાણમાં મેગ્નેશિયમ હોય છે. જે નસ અને સ્નાયુઓને મજબૂત રાખવામાં સહાયરૂપ બને છે. તરબૂચના બીજનું સેવન કરવાથી મગજ સંબંધિત સમસ્યાઓનો ખતરો ઓછો થઈ જાય છે.

પાચન માટે ફાયદાકારક

તરબૂચના બીજનું સેવન કરવાથી પાચનની સમસ્યાઓ દૂર થાય છે. પાચન ક્રિયા સારી રીતે કામ કરવા લાગે છે. કબજિયાતની તકલીફમાં પણ રાહત મળે છે. તરબૂચમાં બીજમાં લૈકસેટિવ ગુણ હોય છે. આ ઉપરાંત ફાઈબર હોવાથી કબજિયાત દૂર થાય છે.

હાડકા મજબૂત બનાવે

તરબૂચના બીજમાં મોટા પ્રમાણમાં કેલ્શિયમ હોય છે. ઉપરાંત મેગનીઝ, પોટેશિયમ અને કોપર જેવા તત્વો પણ હાડકાને નબળા પડવા દેતા નથી. પરિણામે તરબૂચના બીજનું સેવન હાડકાને મજબૂત બનાવે છે.

રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે

રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ફાયદાકારક મેગ્નેશિયમનું પ્રમાણ પણ તરબૂચના બીજમાં વધુ હોય છે. જેથી આપણા શરીરમાં પણ રોગપ્રતિકારક શક્તિ વધે છે. વારંવાર બીમાર પડવાનું જોખમ ઓછું થઈ જાય છે.

ચામડીની સમસ્યામાં રાહત

ખીલ, વૃદ્ધત્વ અને ટેનિંગ જેવી ચામડીની ઘણી સમસ્યાઓનો સામનો લોકોને કરવો પડે છે. તરબૂચના બીજનું સેવન આવી સ્થિતિમાં રાહત આપે છે અને ચામડી કસેલી રહે છે. સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બીજમાં રહેલું ફેટી એસિડ રક્ષણ આપે છે. તેમજ ઝીંકના કારણે ખીલ જેવી સમસ્યાઓમાં રાહત મળે છે.

વાળની સમસ્યા નિવારે

વાળ ખરી જવા, તૂટી જવા અથવા ખરાબ થઈ જવા જેવી સમસ્યામાં પણ તરબૂચના બીજનું સેવન રાહત આપે છે. બીજમાં રહેલી ઝીંક વાળ ખરતા અટકાવે છે. આ ઉપરાંત ફોલેટના કારણે વાળમાં ચમક રહે છે.

(નોંધ: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી અને સૂચના સામાન્ય માન્યતા ઉપર આધારિત છે. News18 તેની પુષ્ટિ કરતું નથી. અમલ કરતા પહેલા લાગતા વળગતા નિષ્ણાંતનો સંપર્ક કરો.)
Published by:News18 Gujarati
First published:April 08, 2021, 22:38 pm