Home /News /lifestyle /

Apple Cider Vinegar Benefits: એપલ સાઈડર વિનેગરથી વાળ ધોયા છે ક્યારેય? જાણો ઉપયોગની સાચી રીત

Apple Cider Vinegar Benefits: એપલ સાઈડર વિનેગરથી વાળ ધોયા છે ક્યારેય? જાણો ઉપયોગની સાચી રીત

એપલ સાઇડર વિનેગર વાળને સિલ્કી-શાઇની બનાવવામાં મદદ કરે છે. (Image- Shutterstock)

Apple Cider Vinegar Benefits for Hair: હેર કેર (Hair Care) માટે એપલ સાઈડર વિનેગરનો ઉપયોગ પણ કરી શકાય છે. એપલ સાઇડર વિનેગર વાળને સિલ્કી-શાઇની બનાવવામાં મદદ કરે છે.

    Apple Cider Vinegar Benefits for Hair: વાળને સિલ્કી-શાઇની બનાવવા માટે, તૂટતા-ખરતા રોકવા માટે, વાળનો ગ્રોથ વધારે સારો કરવા માટે અને વાળની મજબૂતી માટે લોકો ઘણા બધા ઉપાયો અજમાવે છે. કોઈ વાળમાં હેર માસ્ક (Hair mask) લગાવે છે તો કોઈ પ્રકાર-પ્રકારના તેલ તથા શેમ્પૂની મદદ લે છે. પરંતુ શું તમે વાળની સારસંભાળ (Hair care) માટે એપલ સાઇડર વિનેગર (Apple Cider Vinegar)નો ઉપયોગ કર્યો છે? જો ન કર્યો હોય તો કહી દઈએ કે, વાળની દેખભાળ માટે એપલ સાઇડર વિનેગર પણ એક સારો ઉપાય છે.

    એપલ સાઇડર વિનેગર વડે વાળને ધોવાથી વાળને એક નહીં, પરંતુ ઘણા ફાયદા એકસાથે મળે છે. હવે આ ફાયદા કયા છે અને વાળ માટે એપલ સાઇડર વિનેગરનો ઉપયોગ કઈ રીતે કરી શકાય છે તે જાણીએ.

    વાળ માટે એપલ સાઇડર વિનેગરના ફાયદા

    - એપલ સાઇડર વિનેગર વાળને સિલ્કી-શાઇની બનાવવામાં મદદ કરે છે.

    - ડેંડ્રફને દૂર કરવામાં પણ એપલ સાઇડર વિનેગર હેલ્પફુલ છે.

    - સ્કેલ્પની ગંદકી દૂર કરવામાં પણ તે ઘણું મદદરૂપ સાબિત થાય છે.

    - સ્કેલ્પની ખંજવાળ દૂર કરવામાં પણ એપલ સાઇડર વિનેગર મદદ કરે છે.

    - વાળના નેચરલ ટેક્સચરને મેન્ટેન કરવામાં પણ એપલ સાઇડર વિનેગર મદદરૂપ સાબિત થાય છે.

    - એપલ સાઇડર વિનેગર વાળમાં જમા થયેલા બિલ્ડઅપને હટાવવામાં પણ મદદ કરે છે. તેનો ઉપયોગથી વાળનો હેલ્ધી ગ્રોથ થાય છે અને નવા વાળ આવવાનો રસ્તો બનવા લાગે છે. વાળના તૂટવા કે ખરવાનું પણ એપલ સાઇડર વિનેગરના ઉપયોગથી ઓછું થઈ જાય છે.

    આ પણ વાંચો: Yogurt For High BP: દરરોજ દહીંનું સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશર રહે છે કન્ટ્રોલમાં, વિશ્વભરમાં એક અબજથી વધુ દર્દીઓ

    કઈ રીતે ઉપયોગ કરવો

    વાળ માટે એપલ સાઇડર વિનેગરનો ઉપયોગ શેમ્પૂ તરીકે કરી શકાય છે. તેના સાથે એક ક્લીન્ઝર તરીકે પણ તે કામ કરે છે. જે વાળના નચરલ ઓઇલ્સને અકબંધ રાકવાનું કામ કરે છે.

    આ પણ વાંચો: Cinnamon Benefits: સંધિવા સહિત અનેક રોગોમાં તજ ફાયદાકારક, જાણો શું કહે છે આયુષ મંત્રાલય

    આ સાવધાની રાખો

    એપલ સાઇડર વિનેગરનો ઉપયોગ કરતા પહેલા એ વાત ઉપર ધ્યાન આપવું જરૂરી છે કે, તેનો ઉપયોગ વાળ ઉપર સીધી રીતે ન કરો. તે માટે ઓછામાં ઓછા ચાર કપ પાણીમાં બે-ત્રણ મોટી ચમચી ભેળવીને તેનાથી વાળ ધોવા.

    (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચના સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. ગુજરાતી News18 તેની પુષ્ટિ નથી કરતું. તેના પર અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરવો.)
    Published by:Nirali Dave
    First published:

    Tags: Fashion, Hair care, Healthy lifestyle, Lifestyle, લાઇફ સ્ટાઇલ

    આગામી સમાચાર