Home /News /lifestyle /

જાણો સ્કીન પર ચારકોલ લગાવવાના ફાયદા, અને કેવી રીતે લગાવશો?

જાણો સ્કીન પર ચારકોલ લગાવવાના ફાયદા, અને કેવી રીતે લગાવશો?

    જો તમે વિચારતા હોવ કે ચારકોલ (લાકડાંનો કોલસો)નો ઉપયોગ માત્ર બાર્બેક્યૂ માટે થાય છે, તો ફરી વિચારજો! ખાસ કરીને એક્ટીવેટેડ ઘણાં સ્કીન પ્રોબલેમ્સમાં અસરકારક નિવડે છે. આ નેચરલ બ્યૂટી ટ્રીટમેંટ હજારો વર્ષોથી ક્લીનઝર તરીકે અને ખીલ કે ફોલ્લી જેવી સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા વપરાય છે.

    ચારકોલ (કોલસો) સ્કીન પર કેવી રીતે અસરકારક છે?
    એક્ટિવેટેલ ચારકોલ (કોલસો) સ્કીનમાંથી અશુદ્ધિઓ ખેંચી છે. હવાના પ્રદૂષણથી સ્કીનને થયેલા નુકસાનમાં પણ ખુબ જ ફાયદાકારક છે. કોલસાને સ્કીન પર લગાવવાથી ત્વચાના છિદ્રોમાંથી અશુદ્ધિઓ દૂર થાય, ઓઈલી સ્કીનમાંથી રાહત થાય, ડીપ ક્લિનસર, ઘા પર લગાવવાથી રાહત મળે, ત્વચામાંથી ઝેરી અને હાનિકારક તત્વોને દૂર કરે અને ડેંડ્રફ દૂર કરવામાં ઉપયોગી છે.



    ચારકોલ (કોલસો) ત્વતામાંથી વધારાનું ઓઈલ ખેંચે છે.
    જો તમારી સ્કીન ઓઈલી હોય છે. તો તમેને ખીલ અને ફોલ્લી જેવી સમસ્યા થાય છે. જેથી સ્કીન પર કોલસો લગાવવામાં આવે તો ઘણું જ મદદરૂપ બને છે. કારણ કે કોલસો સ્કીનમાંથી વધારાનું ઓઈલ ખેંચી લે છે. જેથી અઠવાડિયામાં 2 વખત ઉપયોગ કરવો.
    ધ્યાનમાં રાખવા જેવી વાત એ છે કે ડ્રાય સ્કીન હોય તે લોકોએ આ ટ્રીટમેન્ટ ન કરવી જોઈએ.


    કેવી રીતે બનાવશો કોલસાનો માસ્ક?
    સામગ્રી:

    • 1 ટેબલ સ્પૂન એક્ટિવેટેડ ચારકોલ પાવડર

    • 1 ટેબલ સ્પૂન મુલતાની માટી

    • પેસ્ટ બનાવવા માટે ગ્રીન ટી


    આ પેસ્ટ બનાવીને તમારા ચહેરા પર લગાવો જેથી ઓઈલી સ્કીનથી મુક્તિ મળશે, આ માસ્કથી તમારી સ્કીનમાંથી વધારાનું ઓઈલ દૂર થશે, જ્યારે ગ્રીન ટી તમારા પોર્સને બંધ કરી સ્કીનને રિપેર કરશે.

    સ્ટેપ 1: એક બાઉલમાં એક્ટિવેટેડ ચારકોલ (કોલસો) પાવડર, મુલતાની માટી અને ગ્રીન ટી મિક્સ કરો. સૌપ્રથમ એક્ટિવેટેડ કોલસા પાવડરને બાઉલમાં લો પછી તેમાં એક ટેબલ સ્પૂન મુલતાની માટી ઉમેરી ઉકાળેલી ગ્રીન ટીને ઉમેરી પેસ્ટ બનાવી લો. જો પેસ્ટ જાડી હોય તો તમે ગ્રીન ટી ઉમેરી શકો છો.



    સ્ટેપ 2: બધી જ સામગ્રીને બરાબર મિક્સ કરી લો. પછી કોલસાના માસ્કને ચહેરા પર લગાવો અને 15 મિનિટ સુધી સુકાવા દો. આંખના ભાગને છોડીને માસ્કનું જાડું લેયર તમારી સ્કીન પર કરો. ભીના કોટન કે કપડાંથી ધીમેથી માસ્કને લૂછી લો. બાદમાં સ્કીનને રીહાઈડ્રેટ કરવા ઓઈલ ફ્રી મોઈશ્ચરાઈઝર લગાવો. આ ટ્રીટમેંટને દિવસમાં બેવાર કરો.

    ખોડો દૂર કરવામાં ફાયદાકારક
    એક્ટિવેટેડ ચારકોલ (કોલસો)ની કેપસૂલ અથવા એક ટેબલ સ્પૂન એક્ટિવેટેડ ચારકોલ (કોલસો)ને તમારા રેગ્યૂલર શેંપૂમાં એડ કરો અને સ્કાલ્પમાં હળવા હાથે લગાવો. જો તમારા વાળ આછા ભૂખરા રંગના હશે તો કોલસાનો કાળો રંગ કાઢવા તમારે થોડી વધારે વાર વાળ ધોવા પડશે. થોડા અઠવાડિયામાં જ તમને તમારા વાળમાં ફેરફાર જોવા મળશે.



    એક્ટીવેટેડ  ચારકોલ (કોલસો) શું છે?
    એક્ટીવેટેડ કોલસો નારિયેળની છાલ, પીટ, પેટ્રોલિયમ કોક, કોલસો, ઓલિવ પીટ્સ, વાંસ કે સૉ ડસ્ટમાંથી બને છે. આ સામાન્ય રીતે કાળા ઝીણા પાવડર ફોર્મમાં હોય છે, જ્યારે સામાન્ય કોલસા પર ઊંચા તાપમાને કિરણોત્સર્ગી પ્રક્રિયા થાય છે ત્યારે બને છે. નોંધનીય છે કે દરરોજ કોલસાનો સ્કીન પર ઉપયોગ કરવો હાનિકારક સાબિત થઈ શકે છે.
    Published by:Nisha Kachhadiya
    First published:

    Tags: Charcoal, Coal, Skin, Tips

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन