આ રીતે પેટ પર હાથ ફેરવવાથી મટી જશે આટલી તકલીફો

આ રીતે પેટ પર હાથ ફેરવવાથી કબજિયાત અને પેટનો દુખાવો મટી જશે

આ રીતે પેટ પર હાથ ફેરવવાથી કબજિયાત અને પેટનો દુખાવો મટી જશે

  • Share this:
    રિસર્ચ અનુસાર, ધીમે ધીમે મસાજ કરવાથી કબજિયાત અને પેટના દુખાવામાં રાહત થાય છે.

    મસાજના લાભને  કોઈ પણ નકારી શકે નહીં. તેલ સાથે મજબૂતાઈથી માલિશ કરતા હાથ મોટામાં મોટો દુખાવો પણ મટાડી શકે છે. અગાઉના સમયમાં પણ, વડીલો ઘરના મસાજનો ઉપયોગ કરતા હતા. પરંતુ બદલાતા સમય સાથે, લોકો તેને ક્યાંક ભૂલી ગયા છે. હવે લોકોને પાર્લર જઈને મોંઘા મસાજ લેવા ગમે છે. સારા મસાજથી શરીરનો થાક મિનિટોમાં ગાયબ થઈ જાય છે. પરંતુ શું તમે જાણો છો કે પેટ પર મસાજ કેટલો ફાયદાકારક છે? ચાલો પેટ પર મસાજ કરવાના ચમત્કારિક ફાયદા જાણીએ.

    પેટ પર મસાજથી પેટમાં દુખાવો, ડિપ્રેશન અને લાંબા સમયની કબજિયાતથી પણ રાહત મળે છે. ફક્ત તે માટે તમારે એક ખાસ રીત અજમાવવી પડશે. સૂઈ જાવ અને હથેળીમાં થોડું સરસિયાનું તેલ કે ઓલિવ ઓઈલ લઈ સતત 3 મિનિટ માટે પેટ પર હથેળી ફેરવતા મસાજ કરતા રહો. તે બાદ થોડી હૂંફ જેવું લાગે તો મગજને સ્થિર કરીને મસાજ પર ધ્યાન કેન્દ્રિત કરો.

    રિસર્ચ અનુસાર, ધીમે ધીમે મસાજથી કબજિયાત અને પેટના દુખાવામાં રાહત થાય છે. જો તમે રોજ પેટ પર મસાજ કરો છો તો પેટના સ્નાયુઓ શેપમાં આવી જશે. અને પેટ સાફ ન આવવાની સમસ્યાથી પણ રાહત થશે.

    મોટાપો ઘટાડવા માટે પણ પેટ પર મસાજ  ખૂબ અસરકારક છે. રોજ પેટ પર મસાજ કરવાથી બોડીનો મેટાબોલિઝમ રેટ વધે છે. જેનાથી ખોરાકનું પાચન સારી રીતે થાય છે. આ ઉપરાંત, જો તમને પેટ સંબંધિત તકલીફો હોય તો મસાજ તેમાં ખૂબ અસરકારક છે. તેનાથી ગેસની સમસ્યામાં પણ રાહત મળે છે. તેથી આ રીતે પેટ પર 3 મિનિટ થોડો હળવો હાથ ફેરવવાથી એટલે કે ઘરે જ મસાજ આપવાથી કબજિયાત અને પેટનો દુખાવો મટી જશે
    Published by:Bansari Shah
    First published: