Home /News /lifestyle /હસવાથી ડિપ્રેશન જેવી બીમારીમાંથી મળે છે છૂટકારો, જાણો બીજા અઢળક ફાયદાઓ

હસવાથી ડિપ્રેશન જેવી બીમારીમાંથી મળે છે છૂટકારો, જાણો બીજા અઢળક ફાયદાઓ

જાણો હસવાનાં ફાયદા

benefits of smile: હસવાથી સ્વાસ્થ્યને અનેક ઘણાં ફાયદાઓ થાય છે. આ માટે ક્યારે પણ હસવામાં કંજૂસાઇ કરશો નહીં. મન ભરીને હસવાની આદત પાડો. અનેક જગ્યાઓ પર જેમ કે ગાર્ડનમાં, જીમમાં કે પછી ખુલ્લા મેદાનમાં લાફિંગ યોગા ચાલતા હોય છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: કોઇ પણ વ્યક્તિની સામે તમે સ્માઇલ કરો છો તો સામેની વ્યક્તિ ખુશ થઇ જાય છે અને એ તમારી સામે પણ હસી પડે છે. હસવાથી સ્વાસ્થ્યને અનેક ઘણાં ફાયદાઓ થાય છે. ખુશ રહેવા માટે શરીરમાં પોઝિટિવ એનર્જીનો સંચાર થાય છે જે 52 ટકા સુધી ઇમ્યુનિટી લેવલ વઘારે દે છે અને બોડીની હિલિંગ પાવરમાં પણ વઘારો થાય છે. જો તમે હસતા નથી તો તમારા શરીરમાં અનેક ઘણાં પ્રોબ્લેમ્સ થાય છે. તમે હસો છો તો તમારામાંથી નેગેટિવિટી બહાર ફેંકાઇ જાય છે અને સાથે તમારું સ્ટ્રેસ લેવલ ઓછુ થઇ જાય છે. શરીરની નેગેટિવ એનર્જી ફિઝિકલી ડેમેજ કરે છે. આ માટે જીવનમાં હસવું ખૂબ જરૂરી છે. તો જાણો તમે પણ બાબા રામદેવ પાસેથી કે હસવાથી શું ફાયદા થાય છે.

    જાણો હસવાથી શું થાય છે ફાયદાઓ



    • બોડીપેન ઓછુ થાય છે

    • મેન્ટલ સ્ટ્રેસ ઘટે છે


    આ પણ વાંચો:  વિજયાદશમી પર આ 5 ફૂડ્સ ખાવાથી મળે છે 'ગુડલક'

    • ડિપ્રેશન દૂર થાય છે

    • બીપી બેલેન્સમાં રહે છે

    • 26 ટકા સુધી હાર્ટ ડિસિઝનું જોખમ ઘટી જાય છે

    • હાર્ટ એટેકનું જોખમ 73 ટકા ઓછુ થાય છે

    • બોડીમાં પોઝિટિવ એનર્જીનો ફ્લો વધારે

    • ઇમ્યુનિટી વઘારે

    • હીલિંગ પાવર વધે છે

    • સ્ટ્રેસ લેવલ ઓછુ થાય છે


    આ પણ વાંચો: આ ફૂડ્સ ખાવાથી વધી જાય છે પ્લેટલેટ્સ કાઉન્ટ!

    • ડિપ્રેશન


    હસવાથી ડિપ્રેશનથી લઇને બીજી અનેક ઘણી બીમારીઓ દૂર થાય છે. આ માટે જીવનમાં હસવું ખૂબ જરૂરી છે. આ સાથે જ તમે કોઇની સાથે વાત પણ પોતાની શેર કરી શકો છો. તમારા જીવનમાં કોઇ એક વ્યક્તિ એવી રાખો જેને તમે તમારી મન ભરીને વાત કરી શકો. તમે તમારી  વાત કોઇની સાથે શેર કરો છો તો તમારું મન હળવું થાય છે અને તમે હેપ્પી પણ રહો છો.


    આ સાથે જ તમે જીમમાં કે પછી ગાર્ડનમાં જઇને પણ લાફિંગ કરી શકો છો. સવારમાં લાફિંગ કરવાથી તમારું મન હળવું થઇ જાય છે અને સાથે તમે આખો દિવસ ફ્રેશ રહો છો. આ માટે તમે તમારા જીવનમાં હંમેશા હસતા રહો. હસતા રહેવાથી જીંદગીમાં અનેક દુખો દૂર થઇ જાય છે અને સાથે તમે ફ્રેશ પણ રહો છો.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Health Tips, Life style

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन