Home /News /lifestyle /મગજને શાંત કરવાથી લઇને આંખોને ઠંડક આપે છે ગુલાબજળ, જાણો બીજા અઢળક ફાયદાઓ

મગજને શાંત કરવાથી લઇને આંખોને ઠંડક આપે છે ગુલાબજળ, જાણો બીજા અઢળક ફાયદાઓ

જાણો ગુલાબજળના ફાયદા

benefits of rose water: ગુલાબજળ સ્કિન અને હેલ્થ માટે અનેક રીતે ગુણકારી છે. ગુલાબજળનો સાચી રીતે ઉપયોગ કરવામાં આવે તો તમારી સ્કિનની અનેક સમસ્યાઓ દૂર થાય છે. ગુલાબજળથી ડિપ્રેશન જેવી સમસ્યામાંથી પણ રાહત મેળવી શકાય છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ગુલાબળનું નામ તમે દરેક મોંમા પર સાંભળ્યુ હશે. ગુલાબજળ સ્કિન અને હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. ગુલાબજળ સ્કિન પર નેચરલ ગ્લો લાવવાનું કામ કરે છે. આ ગુલાબજળ તમે ઘરે પણ સરળતાથી બનાવી શકો છો. આ ગુલાબજળ તમે બહારથી પણ સારી કંપનીનું લાવી શકો છો. ગુલાબજળ તમારી સ્કિનની અનેક સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે. તો જાણો તમે પણ ગુલાબજળના આ અઢળક ફાયદાઓ વિશે અને તમે પણ આ રીતે કરો ઉપયોગ. જો તમે આ પ્રોપર રીતે ગુલાબજળનો ઉપયોગ કરો છો તો તમારી સ્કિન અને હેલ્થની અનેક સમસ્યાઓ દૂર થઇ જાય છે.

    • ગુલાબજળ આંખોની રોશની વધારવાનું કામ કરે છે. તમે સતત લેપટોપમાં કામ કરી રહ્યા છો તો તમારા માટે ગુલાબજળ સૌથી બેસ્ટ ઓપ્શન છે. આ માટે તમે રૂને ગુલાબજળમાં ડુબાડો અને પછી આંખો બંધ કરીને મુકી દો.આમ કરવાથી આંખોમાં ઠંડક થાય છે અને સાથે બળતરા પણ બળતી નથી.


    આ પણ વાંચો: ગરબે ધુમતાં પરસેવાની વાસમાંથી આ રીતે મેળવો છૂટકારો

    • તમને જાણીને નવાઇ લાગશે કે ગુલાબ જળ તમારા મગજને શાંત કરવાનું કામ કરે છે.

    • શરીરમાં થતા દુખાવામાંથી રાહત મેળવવા માટે તમે ગુલાબજળનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે એક વાટકીમાં ગુલાબજળ લો અને એ લઇને તમને જ્યાં દુખાવો થાય છે ત્યાં મસાજ કરો. આમ 5 મિનિટ સુધી આ મસાજ કરવાથી દુખાવામાંથી રાહત થાય છે.

    • તમારી આંખો જ્યારે બહુ થાકી જાય ત્યારે તમે રૂને ગુલાબજળમાં પલાળી લો અને પછી આંઓ પર મુકો. આમ કરવાથી તમારી આંખોનો થાક ઉતરી જાય છે અને સાથે આંખમાં ઠંડક પણ થાય છે.


    આ પણ વાંચો: 1 ગ્લાસ આ જ્યૂસ પીવાથી ખરતા વાળ થઇ જાય છે બંધ

    • તમારી આંખો નીચે બહુ કાળા કુંડાળા થઇ ગયા છે તો ગુલાબજળ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. આ માટે તમે ગુલાબજળમાં અડધા લીંબુનો રસ મિક્સ કરો અને પછી કાળા કુંડાળા પર મસાજ કરો. આ મસાજ તમારે 5 મિનિટ સુધી કરવાનો રહેશે. આવી રીતે મસાજ કરવાથી આંખો નીચેના કાળા કુંડાળા દૂર થઇ જાય છે.




    • ગુલાબજળથી તમે તમારા મોં પર મસાજ કરો છો તો ડેડ સ્કિન રિમૂવ થઇ જાય છે અને સાથે ચહેરો મસ્ત ગ્લો કરે છે.

    Published by:Niyati Modi
    First published:

    Tags: Skin, Skin Care Tips, લાઇફ સ્ટાઇલ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन