પુસ્તકો વાંચવાથી જ્ઞાન વધવાની સાથે જીવન રહેશે તણાવથી મુક્ત, આવશે સારી ઉંઘ

Image/shutterstock

માણસનો સૌથી સારો અને નજીકનો મિત્ર પુસ્તક (Books) કહેવાય છે. પુસ્તકો વાંચવાનો શોખ માનવજાતને આનંદ અને ખુશીની લાગણી આપવાની સાથે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને પણ સારૂં રાખવામાં મદદ કરે છે

  • Share this:
માણસનો સૌથી સારો અને નજીકનો મિત્ર પુસ્તક (Books) કહેવાય છે. પુસ્તકો વાંચવાનો શોખ માનવજાતને આનંદ અને ખુશીની લાગણી આપવાની સાથે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને પણ સારૂં રાખવામાં મદદ કરે છે. પુસ્તકો થકી આપણે વિશ્વભરની સફર કરી આવીએ છીએ, સાથે-સાથે ઈતિહાસ (History) અને સમાજને પણ ખૂબ જ નીકટતાથી જાણવાનો મોકો મળે છે.

સાચા અર્થમાં કહીએ તો પુસ્તકો સમાજનું એક જીવતું જાગતું દર્પણ છે, જેમાંથી આપણે દેશ-વિદેશની દરેક નાની-મોટી આંતરિક બાહ્ય સમજ મેળવી શકીએ છીએ. જોકે અમુક લોકો માટે પુસ્તકો વાંચવા કંટાળાજનક કામ છે તો અમુક માટે માત્ર મનોરંજન(entertainment)નું સાધન છે. પુસ્તકો વાંચવાથી જ્ઞાન (knowledge) જ નથી વધતું તમારૂં સ્વાસ્થ્ય (Health) પણ સુધરે છે તેવા અનેક રિસર્ચમાં દાવા કરવામાં આવ્યા છે.

તણાવમાં થશે ઘટાડો

હેલ્થલાઈનના એક રિપોર્ટ અનુસાર વિધાર્થીવર્ગના જીવનમાં જે રીતે યોગ અને હાસ્ય પ્રભાવ કરે છે, તેવો જ ફાયદો દરરોજ 30 મિનિટના વાંચનથી થાય છે. વાંચવાથી લોહીનું પરિભ્રમણ, હ્રદયની ગતિ અને મગજ પર પણ પ્રભાવ પડે છે. વાંચવાની આદતથી માનસિક અને શારીરિક તાણ ઘટે છે. વાસ્તવિક દુનિયાથી થાકેલા અને કંટાળેલા લોકો કહાનીઓ વાંચવાથી સ્થિર થાય છે, રુચિ અનુભવે છે અને એક અલગ દુનિયાના વૈકલ્પિક અનુભવોને જીવે છે.

ઉંઘ સારી આવશે

પુસ્તકો વાંચવાથી આનંદ મળે છે, જ્ઞાનમાં વધારો થાય છે, જાણકારી મળે છે અને અનેક રિસર્ચ કહે છે કે પુસ્તકોના વાંચનથી તમારી રાત્રિની નિદ્રા પણ સારી થાય છે. ઉંઘ ન આવતી હોય, રાત્રિ સમયે સ્ટ્રેસ વધતો હોય યો સારી ઉંઘ માટે પણ નિષ્ણાતો તમને રોજ વાંચવાની ટેવ પાડવા અનુરોધે છે.

આ પણ વાંચો - સિરીયલમાં તારક મહેતા અને જેઠાલાલ છે જીગર જાન મિત્ર, પણ રિયલમાં એકબીજા સાથે નથી કરતા વાત!

સહાનુભૂતિની ભાવના કેળવાય છે

પુસ્તકોના નિયમિત વાંચનથી બીજા લોકોના દુખ દર્દ સમજવાની શક્તિ આવે છે. આપણે સહાનુભૂતિ મળે છે અને બીજાને સાંત્વના આપવાની હિંમત અને કુશળતા કેળવાય છે. સાહિત્યિક ઉપન્યાસ વાંચનારા લોકો પોતાના જીવનમાં તે પાત્રોનું અને વિષયોનું ઉતરણ કરે છે અને અન્ય લોકોની ભાવનાઓ સમજવાની આવડત કેળવે છે,અન્યોના વિશ્વાસ જીતવાની ટેવ કેળવે છે.

સબંધ ખુશખુશાલ રહે છે

પોતાના બાળકો સાથે પુસ્તકો વાંચવાથી સારા, સુદ્રઢ અને ખુશખુશાલ સંબંધો બંધાય છે. આ સિવાય માતાપિતાની ઘરે પુસ્તકો વાંચવાની ટેવ બાળકો માટે આદર્શ સાબિત થાય છે અને શાળામાં તેમના પ્રદર્શન પર ચોક્કસથી અસર કરે છે. વાંચનથી બાળકોનું પણ શબ્દજ્ઞાન વધે છે અને બહારની જાણકારી મળે છે.

વાંચનથી યાદશક્તિને અસર થાય છે

બુક્સ વાંચવાથી યાદશક્તિમાં વધારો થાય છે અને લાંબાગાળા માટે બધુ યાદ રહે છે. હકીકતમાં પુસ્તકો વાંચવાથી મગજમાં નવી યાદો બને છે અને એકાગ્રતા કેળવવામાં પણ મદદરૂપ થાય છે.
First published: