Health tips: પરવળ કરે છે રક્તશુદ્ધિ અને બ્લડસુગરને રાખે છે નિયંત્રિત, જાણો તેના વધુ ફાયદા

પરવળની તસવીર

પરવળ અનેક પ્રકારના પોષકતત્વોથી ભરપૂર છે. જે વિટામિન એ, વિટામિન બી1, વિટામિન બી2, કૈલ્શિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા પોષકતત્વ પ્રદાન કરે છે. પરવાળ મૂત્ર સંબંધિત સમસ્યા, ડાયાબિટીસ જેવા રોગના ઈલાજ માટે મુખ્યરૂપે લાભદાયી છે.

  • Share this:
હેલ્થ ડેસ્કઃ હવે તમને શાકમાર્કેટમાં (Vegetable market) પરવળ (parwal) જોવા મળતા હશે. પરવળ તેના ગુણધર્મને કારણે તમારા સ્વાસ્થ્યને (health benefits) અનેક પ્રકારના લાભ પ્રદાન કરે છે. પરવળ અનેક પ્રકારના પોષકતત્વોથી (Nutrients) ભરપૂર છે. જે વિટામિન એ, વિટામિન બી1, વિટામિન બી2, કૈલ્શિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા પોષકતત્વ પ્રદાન કરે છે. પરવાળ મૂત્ર સંબંધિત સમસ્યા, ડાયાબિટીસ જેવા રોગના ઈલાજ માટે મુખ્યરૂપે લાભદાયી છે. કબજિયાત, ત્વચાની સમસ્યા, પાચન સંબંધિત સમસ્યા જેવી અનેક સમસ્યા દૂર કરવામાં સહાયક છે.

રક્તશુદ્ધિ
આયુર્વેદ અનુસાર પરવળ તમારા શરીરમાં રક્તશુદ્ધિમાં સહાય કરે છે તથા ત્વચાને સ્વસ્થ રાખે છે. બીમારીઓથી દૂર રહેવા માટે રક્તશુદ્ધિ મહત્વનું કાર્ય છે. પરવળ રક્તશુદ્ધિની સાથે રક્તવા પ્રવાહને યોગ્ય કરવામાં પણ મદદરૂપ થાય છે.

પાચનપ્રક્રિયામાં સહાયક
પરવળ ફાઈબરના ગુણધર્મથી ભરપૂર છે. પાચનપ્રક્રિયાના સુધારમાં ફાઈબર મહત્વનો ભાગ ભજવે છે. જે ગૈસ્ટ્રોઈંટસ્ટાઈનલ અને લિવરની અનેક સમસ્યા દૂર કરે છે. નિયમિતરૂપે પરવળનું સેવન કરવાથી તમારી પાચનપ્રક્રિયામાં સુધાર આવે છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ રુંવાડા ઊભા કરી દે ઓવો મારા મારીનો live video, લાકડાનો ફટકો મારતા 6 માસની બાળકી નીચે પટકાઈ

આ પણ વાંચોઃ-અમદાવાદઃ પ્રેમ પામવા યુવક પરિણીતાના પુત્રોની સ્કૂલ વાનનો ડ્રાઈવર બન્યો, ઘરે ચુંબનો કરી દુષ્કર્મ આચર્યું

એન્ટી-એજિંગ
પરવળ એન્ટી-ઓક્સીડેન્ટ, વિટામિન એ અને સીથી ભરપૂર છે. જે તમારા શરીરમાં ફ્રી રેડિકલ્સ અણુઓને નિયંત્રિત કરીને એન્ટી-એજિંગનું કાર્ય કરે છે.

કબજિયાતમાં લાભદાયી
કબજિયાત તમારા શરીરમાં અનેક પ્રકારની બીમારીઓને આમંત્રણ આપે છે. જો તમારા શરીરમાં અપશિષ્ટ પદાર્થ વધુ સમય સુધી રહે છે તો તે ચિંતાજનક બાબત છે. પરવળ તમને કબજિયાતથી રાહત આપે છે.

આ પણ વાંચોઃ-સુરતઃ અતુલ બેકરીના માલિકની કારે સર્જી અકસ્માતની વણજાર, ત્રણ મોપેડને મારી ટક્કર, મહિલાનું મોત, બે ઇજાગ્રસ્ત

આ પણ વાંચોઃ-ચાલુ બસમાં બારીમાંથી માથું બહાર રાખી યાત્રી બેઠો હતો, ટ્રક માથું કચડીને જતો રહ્યો, બારીમાં લટકતી રહી લાશ

બ્લડ સુગર નિયંત્રિત રાખે છે
બ્લડ સુગર એક વંશાનુગત સાથે જોડાયેલ બીમારી છે. પરંતુ યોગ્ય આહારપ્રણાલીમાં બદલાવ કરીને તમે તેને નિયંત્રિત કરી શકો છો. નિયમિતરૂપે પરવળનું સેવન કરવાથી બ્લડ સુગર નિયંત્રિત રાખવામાં સહાય કરે છે.

વજન ઘટાડવામાં લાભદાયી
પરવળમાં કેલરી ખૂબ જ ઓછી હોય છે. જેનું નિયમિત સેવન કરવાથી તમારુ વજન પણ નિયંત્રિત રહે છે. પરવળ તમારા પેટને ભરેલું રાખે છે, જેથી તમને જલ્દી ભૂખ લાગતી નથી.

રોગપ્રતિકારક શક્તિ વર્ધક
આયુર્વેદ અનુસાર પરવળ રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. ઋતુ બદલાવાથી થતા ફ્લૂ અને ઠંડીથી પણ રાહત આપે છે. આજના સમયમાં કોરોના મહામારી વચ્ચે લોકો રોગપ્રતિકારક શક્તિનું મહત્વ સમજી રહ્યા છે.

કમળામાં લાભદાયી
લિવર માટે પરવળ લાભદાયી છે, જેથી તે કમળાના ઉપચાર માટે સહાયક છે. પરવળનું સેવન કરવાથી લિવરની કાર્યક્ષમતામાં વધારો અને પાચનપ્રક્રિયામાં પણ સુધારો થાય છે.પરવળના અન્ય આયુર્વેદિક ઉપયોગ
- જો તમને માથામાં દુખાવો થતો હોય તો પરવળને પીસીને લગાવવાથી દુખાવાથી રાહત મળે છે.
- પરવળના પાનને ઘીમાં તળીને સેવન કરવાથી આંખની સમસ્યા દૂર થાય છે.
- સ્મોલ પૉક્સના શરૂઆતી લક્ષણમાં તેના પાનને મુલેઢી સાથે ભેળવીને તેનો ઉકાળો પીવાથી રાહત થાય છે.
- કોથમીર સાથે પરવળના પાનને સમાનમાત્રામાં લઈને તેનો ઉકાળો પીવાથી રાહત મળે છે. (નોંધ-આ લેખમાં આપવામાં આવેલ જાણકારીઓ અને માહિતી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આ બાબતની પુષ્ટી કરતુ નથી. જેના પર અમલ કરતા પહેલા સંબંધિત વિશેષજ્ઞનો સંપર્ક કરવો.)
First published: