બાળકો માટે ખૂબ જ જરૂરી છે ખેલકૂદ, તન અને મન પર થાય છે આવી અસર

Image/shutterstock

lifestyle news- આજકાલ મોબાઈલ અને ટીવીએ બાળકોને ઘરમાં બાંધી દીધા છે. મોબાઇલ અને ટીવીમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે તેઓ શારીરિક પ્રવૃત્તિ કરવાનું ભૂલી ગયા છે

  • Share this:
Benefits Of Play For Children: સ્વસ્થ મન માટે તન પણ તંદુરસ્ત હોવું જરૂરી છે અને સ્વસ્થ શરીર માટે ખોરાકની સાથે ખુશ રહેવું આવશ્યક છે. બાળકો રમતા હોય ત્યારે તેમના ચહેરા પર ખુશી હોય છે. તે સમયે તેઓ ખૂબ સક્રિય પણ હોય છે. રમતગમતમાં વધારે ભાગ લેનારા બાળકો શારીરિક રીતે મજબૂત હોય છે. આવા બાળકોનું હૃદય અને હાડકાં ખૂબ મજબૂત રહે છે. આ સાથે જ તેમનામાં રચનાત્મકતા (Creative) ખીલે છે અને રમતગમતથી બાળકો સમાજ સાથે જોડાય છે. બાળકો માટે રમતગમત (Development) વિકાસનો પાયો છે.

આજકાલ મોબાઈલ અને ટીવીએ બાળકોને ઘરમાં બાંધી દીધા છે. મોબાઇલ અને ટીવીમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે તેઓ શારીરિક પ્રવૃત્તિ કરવાનું ભૂલી ગયા છે. બાળકોની આ આદત તેમના શારીરિક અને માનસિક વિકાસ માટે યોગ્ય નથી. તેઓ તણાવ અનુભવી શકે છે. આવી સ્થિતિમાં રમતગમત માટે બાળકોને પ્રોત્સાહિત કરવા જોઈએ. 2012ના એક અભ્યાસમાં સામે આવ્યું હતું કે, રમનાર બાળકોમાં તણાવ (Stress) ઓછો થાય છે. જેથી બાળકોની તંદુરસ્તી અને વિકાસ માટે ખેલકુદ જરૂરી છે.

બાળકો તંદુરસ્ત રહે છે

ખેલકુદથી બાળકોના હૃદયની તંદુરસ્તી સારી રહે છે. બાળકો રમતા હોય ત્યારે તેમની નસોમાં કોઈ પણ પ્રકારનો અવરોધ ઉભો થતો નથી. જેના કારણે તેમનું હૃદય મજબૂત બને છે. રમવાથી બાળકોના સ્નાયુઓ મજબૂત રહે છે. હાડકાની ઘનતામાં સુધારો થાય છે અને કાર્ડિયો-વેસ્ક્યુલર ફંક્શનને વધારે છે.

આ પણ વાંચો - જાણો, શ્રાવણના મહિનામાં કેમ નથી ખાવામાં આવતું દૂધ-દહીં

રચનાત્મકતા વધે છે

રમત રમતમાં બાળકો માતા-પિતા કે દાદા દાદી અથવા અન્ય કોઈ વ્યક્તિની નકલ કરે છે. આવું કરનાર બાળક પોતાની કલ્પના શક્તિ વધારતું હોય છે. આવી રીતે બાળકો રમત રમતમાં વિચારવાનું શીખે છે. ગ્રુપમાં રમાતી રમતની જેમ એકાંતમાં રમાતી રમત પણ મૂલ્યવાન હોય શકે છે. તે બાળકને સ્વતંત્રતાની ભાવના આપીને રચનાત્મકતાને પ્રોત્સાહન આપે છે. જેના પરિણામે બાળક સામાજિક પરિસ્થિતિ માટે તૈયાર થાય છે.

ચિંતા તણાવ ઘટાડે છે

ચિડચીડિયો સ્વભાવ, ચિંતા અને તણાવ દૂર કરવા પણ રમતગમત મહત્વની નીવડે છે. બાળકોમાં આનંદની લાગણી અને આત્મસન્માન વધે છે. રમતના માધ્યમથી બાળકો પડકારોનો સામનો કરવા સક્ષમ હોય છે.

મગજનો વિકાસ

મગજના વિકાસ માટે રમતગમત જરૂરી હોવાનું અલગ અલગ તજજ્ઞોનું માનવું છે. તેનાથી બાળકોની બુદ્ધિ અને કાર્ય પર અસર થાય છે. રમતના કારણે બાળકો સામાજિક રીતે એકબીજા સાથે જોડાય છે અને સેલ્ફ કંટ્રોલ શીખે છે.
First published: