સ્વાસ્થ્ય અને સુંદરતા બંને નિખારશે ફુદીનાનું તેલ, જાણો બીજા અનેક ચમત્કારિક ફાયદાઓ

ફૂદીના તેલના ફાયદા

ખુબ કામનો ફુદીનો - જોઈલો સ્વાસ્થ્ય માટે ફુદીનાના તેલના ફાયદા, સુંદરતા માટે ફુદીનાના તેલના ફાયદા અને વાળ માટે ફુદીનાના તેલના ફાયદાઓ

  • Share this:
નવી દિલ્હી : ફુદીનાના આમ તો અનેક ઔષધિય ફાયદાઓ છે. પેટ ખરાબ થવા પર આપણે પુદિનહરાનો ઉપયોગ તો કરતા જ હોઇએ છીએ. તો સાથે સ્વાદ માટે આપણે ફુદીનાની ચટણીને ખોરાકમાં સામેલ કરીએ છીએ. તેનું ફેસ પેક પણ આપણે ચહેરા પર લગાવીએ છીએ. પરંતુ શું તમે ક્યારે ફુદીનાના તેલનો ઉપયોગ સ્વાસ્થ્ય અને સુંદરતા માટે કર્યો છે? શું તમે તેના ફાયદાઓ વિશે જાણો છો? ફુદીનાના તેલને મિંટ ઓઇલ અથવા પેપરમિંટ ઓઇલના નામે પણ ઓળખવામાં આવે છે. જો તમે તેનાથી અજાણ છો તો આજે અમે તમને તેનાથી થતા ફાયદાઓ વિશે જણાવીએ.

સ્વાસ્થ્ય માટે ફુદીનાના તેલના ફાયદા

1. માથાનો દુખાવો ઓછો કરે છે

ફુદીનાનું તેલ માથાનો દુખાવો દૂર કરવામાં મદદ કરે છે. તેનો ઉપયોગ કરવાથી ચિંતા અને તણાવના કારણે થતો માથાનો દુખાવો દૂર થાય છે. સાથે જ તણાવને પણ દૂર કરવામાં મદદ મળે છે.

2. રક્તપ્રવાહ વધારે છે

શરીરમાં રક્ત પ્રવાહને વધારવામાં પણ ફુદીનાનું તેલ ખૂબ જ ફાયદાકારક છે. આ તેલથી સ્કીન પર સર્ક્યુલર મોડમાં મસાજ કરવાથી તેમાં રહેલા મેંથોલ સ્કિનમાં સરળતાથી અબ્ઝોર્બ થઇ જાય છે અને બ્લડ સર્ક્યુલેશન વધારે છે.

3. સાઇનોસાઇટિસમાંથી મળે છે રાહત

સાઇનોસાઇટિસની સમસ્યામાંથી રાહત મેળવવામાં ફુદીનાનું તેલ ખૂબ મદદરૂપ બને છે. આ સમસ્યાને દૂર કરવા માટે તેલના થોડા ટીપા રૂમાલ પર નાખી સુંઘી શકાય છે. સાથે જ ગરમ પાણીમાં તેલના અમુક ટીપા નાખી સાઇનસની સમસ્યામાંથી રાહત મેળવી શકાય છે.

4. એલર્જી અને ઇન્ફેક્શનને કરે છે દૂર

ફુદીનાના તેલમાં એન્ટી-માઇક્રોબિયલ, એન્ટ-બેક્ટેરિયલ અને એન્ટી-ફંગલ ગુણ હોય છે. તે ઇન્ફેક્શન ફેલાવનાર બેક્ટેરિયા અને ફુગને ખતમ કરવામાં મદદ કરે છે અને એલર્જી અને ઇન્ફેક્શનને દૂર કરવામાં મદદરૂપ બને છે. તેને રૂ દ્વારા પ્રભાવિત જગ્યાએ લગાવવાથી આરામ મળે છે.

5. માંશપેશિયોને આપે છે આરામ

ફુદીનાના તેલની માલિશ કરવાથી માંસપેશિયોના દર્દમાં આરામ મળે છે. તેમાં રહેલ એન્ટી-સ્પાસ્મોડિક અને દર્દ નિવારક ગુણ માંસપેશિયોના દર્દને દૂર કરે છે. સાથે જ થાકને પણ દૂર કરવામાં મદદ કરે છે.

સુંદરતા માટે ફુદીનાના તેલના ફાયદા

1. ખીલને દૂર કરે છે

ફુદીનાના તેલનો ઉપયોગ ખીલ દૂર કરવા માટે કરી શકાય છે. તે માટે તેલને રૂ દ્વારા ખીલ પર લગાવી શકાય છે. તેમાં એન્ટી-માઇક્રોબિયલ અને એન્ટ-ઇંફ્લેમેટરી ગુણ હોય છે, જે ખીલ માટે જવાબદાર બેક્ટેરિયા સામે લડે છે અને ખીલના કારણે ચહેરા પર આવેલ સોજાને ઓછો કરે છે.

2. ત્વચા પર લાવે છે ચમક

ત્વચાને ગ્લોઇંગ બનાવવા માટે પણ તમે ફુદીનાના તેલનો ઉપયોગ કરી શકો છો. તેના માટે તમે મુલ્તાની માટી અને કાકડીનું પેક બનાવી તેમાં ફુદીનાના તેલના અમુક ટીંપા નાખી ભેળવી દો. બાદમાં તેને મોઢા પર લગાવી 20 મિનિટ બાદ સાફ કરી લો. તેનાથી ડેડ સ્કિન દૂર થશે અને સ્કિન સોફ્ટ અને ગ્લોઇંગ બનશે.

વાળ માટે ફુદીનાના તેલના ફાયદાઓ

1. વાળની તૂટવાની-ખરવાની સમસ્યા રોકે છે

વાળ તૂટવા-ખરવાની સમસ્યા અને વાળને વધારવામાં પણ ફુદીનાનું તેલ ઉપયોગી બને છે. તેના માટે તમે નારિયેળના તેલમાં થોડા ટીપા ફુદીનાના તેલના નાંખી આ તેલને માથા અને વાળમાં મસાજ કરો. પછી એક-બે કલાક બાદ શેમ્પૂથી વાળ ધોઇ નાખો.

2. વાળમાંથી શુષ્કતા દૂર કરે છે

વાળમાંથી શુષ્કતા દૂર કરવા માટે અને તેની ચમક વધારવાં પણ તમે ફુદીનાનું તેલ વાપરી શકો છો. આ માટે ફુદીનાના તેલના થોડા ટીંપા તમે નારીયેળ, જોજોબા કે ઓલિવના તેલમાં ભેળવી આ તેલથી માથા અને વાળમાં મસાજ કરો. તેના 1-2 કલાક બાદ શેમ્પૂ કરો. તેનાથી વાળમાં રહેલ ડેંડ્રફથી પણ છૂટકારો મળશે.
First published: