Benefits of Onion: માત્ર ખાવાથી જ નહીં, સૂતી વખતે ડુંગળી બાજુમાં રાખવાથી પણ થશે આટલા ફાયદા
Benefits of Onion: માત્ર ખાવાથી જ નહીં, સૂતી વખતે ડુંગળી બાજુમાં રાખવાથી પણ થશે આટલા ફાયદા
માત્ર ખાવાથી જ નહીં, સૂતી વખતે ડુંગળી બાજુમાં રાખવાથી પણ થશે આટલા ફાયદા
કોઈ પણ ભારતીય વાનગીનો ડુંગળી વગર વિચાર કરવો લગભગ અશકય છે. પરંતુ આજે તમને અમે અહી ડુંગળીના એવા ફાયદાઓ વિશે જણાવીશું કે જેને તમે ખાધા વગર પણ મેળવી શકશો. તો ચલ;ઑ જોઈએ કે ડુંગળીને માત્ર પાસે રાખવાથી પણ કેટલા ફાયદાઓ થાય છે તેના વિશે જાણીએ
ભારતીય ભોજનમાં ડુંગળી (Onion) મહત્વની ભૂમિકા ભજવે છે. ભલે તેનો ઉપયોગ ગ્રેવી, મસાલા અથવા તો સલાડના રૂપમાં થતો હોય. ડુંગળી વિના ભોજન અધૂરું માનવામાં આવે છે. તે ખાવામાં જેટલું સ્વાદિષ્ટ હોય છે તેટલું જ તે શરીર અને વાળ માટે ફાયદાકારક હોય છે (Onion Health Benefits) . ઉનાળામાં ડુંગળી આપણને હીટ સ્ટ્રોક (Heatstroke) થી બચાવે છે. ડુંગળીના એવા પણ ફાયદા છે જેનું સેવન કર્યા વગર થાય છે. જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. આવો, આજે અમે તમને ડુંગળીના ફાયદાઓ વિશે જણાવીએ છીએ, જે તમને ખાધા વિના પણ ઘણા ફાયદાઓ લાવી શકે છે.
ભારતીય વાનગીમાં ડુંગળી ઘણો મહત્વનો ભાગ ભજવે છે. પછી ભલેને તેનો ઉપયોગ ગ્રેવી, મસાલા અથવા તો સલાડના રૂપમાં થતો હોય પરંતુ ડુંગળી વિના ભોજન અધૂરું માનવામાં આવે છે. ડુંગળી ખાવામાં જેટલી સ્વાદિષ્ટ છે તેટલી જ તે શરીર અને વાળ માટે ઘણી જ લાભકારી હોય છે. ઉનાળામાં ડુંગળી આપણને હીટ સ્ટ્રોકથી બચાવે છે. ડુંગળીના એવા પણ ફાયદા છે જેનું સેવન કર્યા વગર થાય છે. જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. આવો, આજે અમે તમને ડુંગળીના ફાયદાઓ વિશે જણાવીએ છીએ, જે તમને ખાધા વિના પણ ઘણા ફાયદાઓ આપી શકે છે.
ડુંગળીમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, જેના કારણે તે તમને શરદી અને ફ્લૂથી બચાવે છે. આ સિવાય તે તમને બેક્ટેરિયલ ઈન્ફેક્શનથી પણ બચાવે છે. આ માટે ડુંગળીનો ટુકડો કાપીને તમારા પલંગની પાસે રાખો. તેનાથી તમને સારી ઊંઘ આવશે. જૂના સમયમાં, લોકો ચેપ અને શરદીથી બચવા માટે તેમના પથારી પાસે ડુંગળીનો ટુકડો રાખતા હતા.
મચ્છરના ત્રાસમાં આપશે રાહત
ઉનાળાની ઋતુમાં મચ્છર અને જીવજંતુઓ મોટી સંખ્યામાં દેખાવા લાગે છે અને આપણી ઊંઘમાં પણ ખલેલ પહોંચાડે છે. આવી સ્થિતિમાં ડુંગળીનો ટુકડો તમારા પલંગ પાસે રાખો અને તેની તીક્ષ્ણ વાસના કારણે સૂઈ જાઓ તો મચ્છર તમારી પાસે નહીં આવે.
ડુંગળીના અન્ય ઉપયોગો
પગને ડિટોક્સ કરવા અને લોહીનું પરિભ્રમણ સુચારુ રીતે ચલાવવા માટે ડુંગળીને પગ પર ઘસીને સૂવાથી ફાયદો થાય છે.
જો તમને જંતુઓ કરડી ગયા હોય તો તે જગ્યાએ ડુંગળીનો રસ લગાવીને બળતરામાં આરામ મળે છે.
જો કોઈના નાકમાંથી લોહી નીકળતું હોય તો ડુંગળીના રસના 2-3 ટીપાં નાખવાથી આરામ મળે છે.