Home /News /lifestyle /રોજ આ સમયે ફુદીનાના પાન ચાવો, એસિડિટીથી લઇને આ સમસ્યાઓ જીંદગીમાં ક્યારે નહીં થાય
રોજ આ સમયે ફુદીનાના પાન ચાવો, એસિડિટીથી લઇને આ સમસ્યાઓ જીંદગીમાં ક્યારે નહીં થાય
એસિડિટીમાંથી રાહત અપાવે.
Benefits of mint leaves: ફુદીનાના પાન હેલ્થની અનેક સમસ્યાઓને દૂર કરવાની તાકાત ઘરાવે છે. ફુદીનાના પાન તમે રોજ સવારમાં ચાવો છો તો એસિડિટી જેવી આ અનેક તકલીફોમાંથી આરામ મળે છે. તો જાણો આ ફાયદાઓ તમે પણ.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: દરેક લોકોના રસોડામાં ફુદીનો હોય છે. ફુદીનો ઠંડીમાં એકદમ ફ્રેશ આવે છે. ફુદીનાની સ્મેલ તમારી અનેક સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે. ફુદીનામાં અનેક પ્રકારના તત્વો રહેલા હોય છે. ફુદીનામાં રહેલા ગુણો તમારી સ્કિન અને હેલ્થની અનેક સમસ્યઓને દૂર કરે છે. તમને જણાવી દઇએ કે સવારમાં ખાલી પેટે ફુદીનાના પાન ચાવવાથી શરીરને અનેક ફાયદાઓ મળે છે. ફુદીનો માત્ર હીલિંગ ગુણોથી જ નહીં, પરંતુ બીજા અનેક ગુણોથી ભરપૂર હોય છે. ફુદીનાનો રસોઇમાં પણ ઉપયોગ થાય છે. ફુદીનો રસોઇનો સ્વાદ વધારે છે. તો જાણો ફુદીનાનાં પાન ચાવવાથી હેલ્થને થતા ફાયદાઓ વિશે.
સવારમાં ખાલી પેટે ફુદીનાના પાન ચાવવાના ફાયદા Benefits of chewing mint leaves at empty stomach
પેટમાં કૃમિ નહીં થાય
ફુદીનાના પાનમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે જે પેટમાં થતા કૃમિમાંથી તમને બચાવે છે. નાના બાળકોને પેટમાં કૃમિ વઘારે થાય છે. એવામાં તમે અને તમારા બાળકોને રોજ સવારમાં ખાલી પેટે ફુદીનાના પાન ચાવો. આમ કરવાથી પેટમાં રહેલા કૃમિ મરી જાય છે અને બીજા કૃમિ થતા પણ નથી. આ સાથે જ ઉલ્ટી તેમજ પેટ સાથે જોડાયેલી સમસ્યામાંથી તમને છૂટકારો અપાવે છે.
ઘણાં લોકોને એસિડિટીની સમસ્યા વધારે પ્રમાણમાં રહેતી હોય છે. એસિડિટીથી ઘણી વાર વ્યક્તિ કંટાળી જાય છે. આમ, જો તમને પણ એસિડિટીની સમસ્યા છે તો તમે રોજ સવારમાં ખાલી પેટે ફુદીનાના પાન ચાવો.
ફુદીનાના પાનમાં કુલિંગ ગુણની સાથે એન્ટી ઓક્સિડન્ટ્સ, પેટના પીએચ બેલેન્સને ઠીક કરવામાં અને એસિડિક જ્યૂસને ઓછુ કરવામાં મદદ કરે છે. આમ, જો તમે રોજ સવારમાં ખાલી પેટે ફૂદીનાના પાન ચાવો છો તો તમને એસિડિટીની સમસ્યામાંથી રાહત મળી જશે.
મોંમા ચાંદા નહીં પડે
મોંમા ચાંદા સામાન્ય રીતે પેટની ગરમીને કારણે થાય છે. આ સિવાય ઘણી વાર ફૂડ ઇન્ફેક્શન તેમજ ઓરલ ઇન્ફેક્શને કારણે આ સમસ્યાથી તમે હેરાન થતા હોવ છો. આમ, તમે રોજ સવારમાં ફુદીનાના પાન ખાલી પેટે ચાવો છો તો તમને મોંમા ચાંદા નહીં પડે અને સાથે મોંમાથી આવતી વાસ પણ દૂર થઇ જશે.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર