Home /News /lifestyle /

Diabetes remedies food: ડાયાબિટીસ કંટ્રોલ કરવા કરો મેથીદાણાનો ઉપયોગ, જાણો શું છે તેના ફાયદા

Diabetes remedies food: ડાયાબિટીસ કંટ્રોલ કરવા કરો મેથીદાણાનો ઉપયોગ, જાણો શું છે તેના ફાયદા

ડાયાબિટીસ કંટ્રોલ કરવા કરો મેથીદાણાનો ઉપયોગ, જાણો શું છે તેના ફાયદા

Benefits of Methidana in Diabetes: ઘણા ક્લિનિકલ ટ્રાયલ્સમાં તે સાબિત થયેલ છે કે તે પ્રકાર 1 અને 2 ડાયાબિટીસ બંનેને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તો આવો જાણીએ મેથીના દાણા સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે.

    Benefits of Fenugreek Seeds:ભારતીય ઘરોમાં મસાલા તરીકે ઉપયોગમાં લેવાતા મેથીના દાણાને દવાઓના રૂપમાં પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. Diabetes.uk અનુસાર, મેથીના દાણામાં એવા ઘણા ઘટકો હોય છે જે ડાયાબિટીસ (Diabetes) ની સારવારમાં ફાયદાકારક સાબિત થયા છે. તે સોબર ફાઈબરથી ભરપૂર હોય છે જે બ્લડ શુગર લેવલને ઘટાડે છે. તે પાચનતંત્રને સુધારે છે. એટલું જ નહીં, તે કાર્બોહાઇડ્રેટ્સના શોષણ માટે પણ ફાયદાકારક છે.

    ઘણા ક્લિનિકલ ટ્રાયલ્સમાં તે સાબિત થયેલ છે કે તે પ્રકાર 1 અને 2 ડાયાબિટીસ બંનેને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તો આવો જાણીએ મેથીના દાણા સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે.

    મેથી દાણાના ફાયદા


    બ્લડ શુગર કરે છે કંટ્રોલ


    મેથીદાણાં વધી રહેલા શુગર લેવાલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જો આવામાં ડાયાબિટીસના દર્દી રોજ મેથી વાળું પાણી પીવે તો ટાઈપ 2 ડાયાબિટીસને કંટ્રોલ કરી શકાય છે. મેથીમાં ગેલેક્ટોમેનન તત્વ પણ જોવા મળે છે. જે બ્લડમાં શુગરને ઓછું કરવાનું કામ કરરે છે.

    આ પણ વાંચો:  Coconut Water Benefits: સૂતા પહેલા નારિયેળ પાણી પીવાના 5 ચમત્કારીક ફાયદા

    વજન કરે છે કંટ્રોલ


    મેથીના દાણા વજન ઘટાડવામાં પણ ખૂબ જ લાભકારી છે. તે ફાઈબર અને એન્ટીઑકિસડન્ટ ગુણોથી ભરપૂર છે, જે પાચનતંત્રને સુધારવામાં ઘણું અસરકારક છે. તેના સેવનથી મેટાબોલિઝમ બરાબર રહે છે. જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

    હેર ગ્રોથ માટે


    મેથીના દાણામાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે જે નવા વાળના વિકાસમાં મદદ કરે છે. પ્રોટીનની મદદથી વાળ અંદરથી મજબૂત બને છે, જેના કારણે વાળનો ગ્રોથ પણ સારો થાય છે.

    માતાના ધાવણમાં વૃદ્ધિ કરે છે


    જે મહિલાઓ બાળકને માતાનું દૂધ પીવડાવે છે તેમના માટે પણ મેથીના દાણા ખૂબ જ ફાયદાકારક છે. તેના નિયમિત સેવનથી સ્તન દૂધનું ઉત્પાદન (Breast Milk) વધે છે.

    પેટ માટે ફાયદાકારક


    તેના સેવનથી પેટની કોઈપણ પ્રકારની સમસ્યા જેવી કે કબજિયાત, ગેસ, બળતરા વગેરે દૂર કરવામાં મદદ મળે છે.

    આ પણ વાંચો:  સાવધાન! વધુ પડતી માછલી ખાવાથી થઈ શકે છે આ જીવલેણ બીમારી, જાણો કેટલી માત્ર છે ફાયદાકારક?

    કોલેસ્ટ્રોલ ઘટાડે


    જે લોકોને હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા હોય તેમણે પણ મેથીના દાણાનું સેવન કરવું જોઈએ. આ સિવાય ત્વચાની સમસ્યાઓ, કિડનીની સમસ્યા વગેરે જેવી સમસ્યાઓને દૂર કરવામાં પણ તે મદદરૂપ છે.
    Published by:Rahul Vegda
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन