Home /News /lifestyle /

ડાયાબિટીસમાં મેથીના સેવન થશે અદ્ભુત લાભ, જાણો મેથીના ફાયદા અને ઉપયોગની રીત

ડાયાબિટીસમાં મેથીના સેવન થશે અદ્ભુત લાભ, જાણો મેથીના ફાયદા અને ઉપયોગની રીત

ડાયાબિટીસમાં મેથીના સેવન થશે અદ્ભુત લાભ

Fenugreek in diabetes: સદીઓથી ભારતીય રસોડામાં મેથીના દાણાનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ મેથીના દાણાથી ડાયાબિટીસ જેવા ખતરનાક રોગને કાબૂમાં કરી શકાય છે, તે ભાગ્યે જ કોઈ જાણતું હશે.

    આજના યુગમાં ડાયાબિટીસ (diabetes) ખૂબ જ ગંભીર સમસ્યા બની ગઈ છે. કોઈપણ વ્યક્તિને ડાયાબિટીસ થઈ શકે છે. પછી તે બાળક હોય કે વૃદ્ધ માણસ. જો કે ડાયાબિટીસ માટે ઘણી દવાઓ છે જે ડાયાબિટીસના લક્ષણો અથવા કોંપ્લિકેશનને આધારે લઈ શકાય છે, પરંતુ જો આપણે કુદરતી ઉપચારની વાત કરીએ તો, મેથી તેના એન્ટિ-ડાયાબિટીક ગુણોને કારણે ફાયદાકારક છે.

    મેથીના દાણાના સેવનથી શુગરને કંટ્રોલ કરી શકાય છે. એટલું જ નહીં તેના સેવનથી પાચન અને મેટાબોલીઝમ પણ નિયંત્રિત રહે છે. મેથી ફૂડ બ્રેકડાઉનને ધીમું કરીને બ્લડ સુગરના લેવલને કંટ્રોલ કરી શકે છે. ચાલો આ વિશે જાણવાનો પ્રયત્ન કરીએ.

    આ પણ વાંચો: ભગવાન કૃષ્ણને પ્રિય ફૂલ મહિલાઓની અનેક સમસ્યાઓ કરે છે દૂર, જાણો કેવી રીતે

    મેથીના દાણાના ફાયદા


    સ્ટાઈલક્રેસ મુજબ મેથીના દાણામાં સારી માત્રામાં ફાઈબર હોય છે. આ અનાજ પાચન પ્રક્રિયાને ધીમી કરીને શુગરને શોષવાની પ્રોસેસને વધારે છે. જેના કારણે બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે.
    મેથીના દાણા શરીરમાં ગ્લુકોઝના સ્તરને સામાન્ય બનાવવામાં મદદરૂપ થઈ શકે છે.
    મેથીના દાણા સારા કોલેસ્ટ્રોલને મુક્ત કરે છે જ્યારે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે.

    ડાયાબિટીસ માટે મેથીનો આ રીતે કરો ઉપયોગ


    મેથીની ચા


    ડાયાબિટીસના દર્દીઓ માટે નિયમિત રીતે મેથીની ચા પીવાથી ફાયદો થઈ શકે છે. તેને શુગર વગર તૈયાર કરો. તેને બનાવવા માટે, એક કપ પાણી લો અને તેને ઉકાળો. એક ચમચી સૂકી મેથીના પાન અને એક ચમચી મેથીના દાણા નાખીને પીવો.

    મેથીનો પાવડર બનાવો


    મેથીના પાઉડરને બનાવવો થોડો કંટાળાજનક હોઈ શકે છે પરંતુ તે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. તેને તૈયાર કરવા માટે, મેથીના દાણા, આલુના દાણા, સૂકા લીમડાના પાન અને કારેલા પાવડરને મિક્સ કરો અને તેને બારીક પીસી લો. આ પાઉડર દિવસમાં બે વાર બપોરે અને રાત્રે જમવાના અડધા કલાક પહેલા લેવું. આ ફાયદાકારક બની શકે છે.

    મેથીનું ટિંકચર


    ડાયાબિટીસના દર્દીઓ માટે મેથીનું ટિંકચર બનાવવા માટે સૂકા મેથીના પાન, મેથીના દાણાને એક કપ પાણીમાં ઉકાળો. તેને અડધો કલાક સારી રીતે ઉકળવા દો. પછી ઠંડુ કરી એક બરણીમાં ભરી લો. અડધી ચમચી ટિંકચર દિવસમાં ત્રણ વખત લેવાથી ડાયાબિટીસને નિયંત્રણમાં રાખી શકાય છે.

    આ પણ વાંચો: Diabetes: શું છે ટાઇપ-1 ડાયાબિટીસ? જાણો, કેવા હોય છે તેના લક્ષણો

    મેથીનું યોગ્ય રીતે સેવન કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય અને ડાયાબિટીસના દર્દીઓ બંને માટે સારી સાબિત થઈ શકે છે.
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Lifestyle

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन