Home /News /lifestyle /મસૂર દાળનું ફેશિયલ કરે છે કમાલ: મિનિટોમાં સ્કિન બને છે બેદાગ અને ચમકદાર, ખૂબસુરતીમાં લાગે છે ચાર ચાંદ

મસૂર દાળનું ફેશિયલ કરે છે કમાલ: મિનિટોમાં સ્કિન બને છે બેદાગ અને ચમકદાર, ખૂબસુરતીમાં લાગે છે ચાર ચાંદ

સ્કિન પર ગ્લો આવે છે.

Masoor Dal Facial Benefits: મસૂરની દાળ સ્કિન માટે અનેક રીતે ફાયદાકારક છે. મસૂરની દાળમાંથી તમે આ રીતે ફેસ પેક બનાવો છો તો સ્કિન મસ્ત થઇ જાય છે અને સાથે ગ્લો પણ આવે છે. આ ફેશિયલ કરવાથી ચહેરા પર ઇન્સ્ટન્ટ ગ્લો આવે છે.

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: સ્કિન કેર રૂટિનમાં અનેક લોકો મસૂરની દાળનો ઉપયોગ કરતા હોય છે. મસૂરની દાળ સ્કિન માટે અનેક રીતે ફાયદાકારક છે. ચહેરા પર નિખાર લાવવા માટે મસૂરની દાળ અનેક રીતે કામમાં આવવા છે. અનેક પ્રકારની બ્યૂટી પ્રોડક્ટસમાં પણ મસૂરની દાળનો ઉપયોગ થતો હોય છે. મસૂરની દાળથી ફેશિયલ કરો છો તો મિનિટોમાં ગ્લો આવે છે અને સાથે સ્કિન મસ્ત સોફ્ટ થાય છે. આ એક નેચરલ રીત છે. આમ, જો તમે ચહેરા પર ઇન્સ્ટન્ટ ગ્લો લાવવા ઇચ્છો છો તો મસૂરની દાળનો ફેશિયલ યૂઝ કરી શકો છો. તો જાણો મસૂરની દાળથી કેવી રીતે ખૂબસુરતી વધારશો.

આ પણ વાંચો:પાતળા વાળમાં આ રીતે તરત જ ગ્રોથ દેખાડો

મસૂરની દાળથી ફેસ ક્લિન કરો


મસૂરની દાળ ચહેરાને ક્લિન કરવાનું કામ કરે છે. આ માટે તમે એક બાઉલમાં મસૂરની દાળ લો અને એમાં જરૂર મુજબ કાચુ દૂધ મિક્સ કરો. હવે આ મિશ્રણને સ્મૂધ કરીને ફેસ પર એપ્લાય કરો. થોડા સમય પછી હુંફાળા પાણીથી ફેસ વોશ કરી લો.

મસૂરની દાળમાંથી મોઇસ્યુરાઇઝર બનાવો


મસૂરની દાળમાંથી તમે હોમમેડ મોઇસ્યુરાઇઝર પણ બનાવી શકો છો. આ માટે એક ચમચી મસૂરની દાળ લો અને એમાં અડધી ચમચી હળદર અને ગુલાબ જળ મિક્સ કરો. આ પેસ્ટને સ્મૂધ બનાવીને ચહેરા પર લગાવો અને 10 મિનિટ માટે રહેવા દો. પછી ચહેરાને પાણીથી ધોઇ લો. આમ કરવાથી ત્વચા મોઇસ્યુરાઇઝ થાય છે અને સાથે ક્લિન ડિપ થાય છે.

આ પણ વાંચો:આ રીતે કેસરના પાણીથી સ્કિન પર નેચરલ ગ્લો લાવો

મસૂરની દાળમાંથી સ્ક્રબ ટ્રાય કરો


મસૂરની દાળમાંથી તમે બેસ્ટ સ્ક્રબ ટ્રાય કરી શકો છો. આ માટે તમે 2 ચમચી પીસેલી મસૂરની દાળ લો અને એમાં એક ચમચી કાચુ દૂધ અને એક ચમચી પીસેલા ઓટ્સ મિક્સ કરી લો. હવે આ મિક્સચરને ફેસ પર લગાવો અને હળવા હાથે સ્ક્રબ કરીને પછી ચોખ્ખા પાણીથી ધોઇ લો.


મસૂરની દાળનો ફેસ પેક


મસૂરની દાળમાંથી ફેસ પેક બનાવવા માટે મસૂરની દાળ લો અને એમાં બે ચમચી કાચુ દૂધ, એક ચમચી મુલ્તાની માટે અને એક ચમચી હળદર મિક્સ કરીને ચહેરા પર લગાવો. હવે 10 મિનિટ રહીને ચોખ્ખા પાણીથી ફેસ વોશ કરી લો. ફેશિયલના આ સ્ટેપ્સ ફોલો કરીને તમે ત્વચા પર ઇન્સ્ટન્ટ નિખાર લાવી શકો છો.
First published:

Tags: Beauty care, Life Style News, Skin care

विज्ञापन