મુંબઈ: ક્યારેક ક્યારેક આપણે નાની અમથી વાત પર ગુસ્સે થઈ જઈએ છીએ અને ક્યારેક ક્યારેક કારણ વગર આપણું મન કોચવાય છે. ભારતીય આયુર્વેદ અનુસાર ખાનપાનની આદતોના કારણે આ પ્રકારે થતું હોવાનું માનવામાં આવે છે. આયુર્વેદ (Ayurveda)માં કહેવામાં આવ્યું છે કે સાત્વિક ભોજન (Sattvic food)નું સેવન કરવાથી સકારાત્મક ઊર્જાનો સંચય થાય છે.
તામસી ભોજનનું સેવન કરવાથી ક્રોધ, હિંસા જેવી ભાવનાઓ ઉત્પન્ન થાય છે. સામાન્ય શબ્દોમાં કહેવામાં આવે તો આયુર્વેદ અનુસાર શાકાહારી (Vegetarian) ભોજન વ્યક્તિની ભાવનાઓ (Feelings)ને નિયંત્રિત કરવા માટે સમર્થ હોય છે. શાકાહારી ભોજન કરવાથી શું લાભ થાય છે તેની અહીં વિગતવાર જાણકારી આપવામાં આવી છે.
શાકાહારી (Vegetarian) ભોજનનું સેવન કરવાથી વ્યક્તિ ખુદ પર કંટ્રોલ (Self control) મેળવી શકે છે. આયુર્વેદ અનુસાર તમામ વ્યક્તિમાં એક ઊર્જા રહેલી છે જે શાકાહારી ભોજન કરવા પર સકારાત્મક અને માંસાહારી ભોજન કરવા પર નકારાત્મક ઊર્જા ઉત્પન્ન કરે છે.
શાકાહારી ભોજનમાં ઓછી ચરબી રહેલી હોય છે. માંસાહારી ભોજનમાં તેલ અને ચરબી વધુ હોય છે. જેના કારણે શરીરમાં ચરબીના થર જામવા લાગે છે અને વજનમાં વધારો થાય છે. ચરબી વધવાને કારણે વ્યક્તિની સક્રિયતા ઓછી થઈ જાય છે અને શરીર ક્રિયાશીલ રહી શકતું નથી.
શાકાહારી ભોજન સાત્વિક માનવામાં આવે છે જેનાથી મન શાંત થાય અને એકાગ્રતા તથા સ્નેહમાં વૃદ્ધિ થાય છે. શાકાહારી ભોજન કરવાથી તણાવ દૂર થાય છે. આયુર્વેદ અનુસાર જે લોકોને વધુ ગુસ્સો આવે છે તેમણે શાકાહારી ભોજનનું સેવન કરવું જોઈએ.
(નોંધ- આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આ બાબતની પુષ્ટિ કરતું નથી. તેના પર અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરવો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર