લાંબા અને મુલાયમ વાળ જોઈએ છે? આવી રીતે જામફળના પાનનો ઉપયોગ

પ્રતિકાત્મક તસવીર

જામફળ (Guava)માં આરોગ્યને ફાયદો કરનાર અનેક ગુણ છે. તેમાં કેલરી ઓછી હોય છે અને ફાઈબર વધારે હોય છે તેમજ કોલેસ્ટ્રોલ નહિવત હોય છે.

 • Share this:
  Guava Leaves For Hair Beauty: જામફળ (Guava)માં આરોગ્યને ફાયદો કરનાર અનેક ગુણ છે. તેમાં કેલરી ઓછી હોય છે અને ફાઈબર વધારે હોય છે તેમજ કોલેસ્ટ્રોલ નહિવત હોય છે. તેથી તે વજન ઘટાડવામાં મદદ કરે છે. શર્કરાનું પ્રમાણ ઓછું હોવાના કારણે જામફળ ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક છે. જામફળની જેમ જામફળના પાન (Leaves) પણ સ્વાસ્થ્યને લાભ કરે છે.

  જામફળના પાનથી વાળને ખૂબ જ ફાયદો (Beneficial) થાય છે. તેનાથી વાળને કાળા, લાંબા અને મુલાયમ બનાવી શકાય છે. અહીં જામફળના પાનથી વાળનો ગ્રોથ, લેંથ અને સુંદરતા કઈ રીતે વધારવી તે અંગે જાણકારી આપવામાં આવી છે.

  પેસ્ટ બનાવી આવી રીતે કરો ઉપયોગ

  વાળની સુંદરતા જાળવવા જામફળના પાનની પેસ્ટનો ઉપયોગ કરી શકાય છે. પેસ્ટ બનાવવા માટે જામફળના કેટલાક પાંદડા ધોઈને નાના નાના કટકા કરી નાખો અને ત્યારબાદ મિક્સરમાં ઝીણું પીસી નાખો. હવે તૈયાર થયેલી પેસ્ટને હેર કલર બ્રશની મદદથી સ્કેલ્પ અને વાળની લેંથ પર લગાવો. ત્યારબાદ પાંચ મિનિટ સુધી આંગળીથી સ્કેલ્પનું મસાજ કરો અને 30 મિનિટ સુધી તે લગાવેલું રહેવા દો. ત્યારબાદ તેને માઈલ્ડ શેમ્પૂથી ધોઈ નાખો.

  પાંદડાંના પાણીનો આવી રીતે કરો ઉપયોગ

  વાળના ગ્રોથ, લેંથ અને સુંદરતા વધારવા માટે તમે વાળમાં જામફળના પાનના પાણીનો પણ ઉપયોગ કરી શકો છો. તમે એકાદ મુઠ્ઠી જામફળના તાજા પાંદડા લો અને પછી તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો. હવે વાસણમાં એક લિટર પાણી ઉકળવા માટે મૂકી દો અને તેમાં જામફળના પાન નાખો. જ્યારે આ પાણી ઉકળવા લાગે તો તેને ધીમી આંચ પર બે મિનિટ સુધી ઉકળવા દો. ત્યારબાદ ગેસ બંધ કરી પાણીને ઠંડુ થવા માટે રાખો. પાણી ઠંડુ થાય એટલે તેને ગાળીને બીજા વાસણમાં ટ્રાન્સફર કરી દો. હવે આ પાણીને હેર કલર બ્રશની મદદથી વાળના મૂળથી વાળના છેડા સુધી લગાવો અને પાંચ મિનિટ સુધી હળવા હાથે માથાનું મસાજ કરો. હવે એક કલાક સુધી તેને આવી રીતે રહેવા દો અને ત્યારબાદ સાદા પાણીથી માથું ધોઈ નાખો.

  જામફળના પાન, ડુંગળીનો રસ, નારિયેળ તેલનું પેસ્ટ

  જામફળના પાનને મિક્સરમાં પીસીને પેસ્ટ બનાવી એક વાસણમાં કાઢી લો. હવે મધ્યમ કદની ડુંગળીને છીણીને મિક્સરમાં પેસ્ટ બનાવો અને તેનો રસ ગાળીને અલગ તારવી લો. હવે જામફળના પાનની પેસ્ટ અને ડુંગળીના રસને મિક્સ કરી નાખો. ત્યારબાદ એક ચમચી નારિયેળનું તેલ પણ તેમાં નાખો. હવે આ બધું જ વ્યવસ્થિત મિક્સ કરી પેસ્ટને હેર કલર બ્રશ અથવા આંગળીની મદદથી સ્કેલ્પ પર લગાવો અને પાંચ મિનિટ સુધી ધીમે ધીમે મસાજ કરો. હવે 30 મિનિટ સુધી તેને તેવી રીતે જ રહેવા દો અને ત્યારબાદ શેમ્પુથી ધોઈ નાખો.

  (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી અને સૂચનો સામાન્ય માહિતી પર આધારિત છે. ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. અમલવારી કરતા પહેલા સંબંધિત તજજ્ઞનો સંપર્ક કરો.)
  First published: