આદુનું પાણી અનેક બીમારીઓમાં છે રામબાણ ઇલાજ, જાણો તેના પ્રયોગ

News18 Gujarati
Updated: February 2, 2020, 3:36 PM IST
આદુનું પાણી અનેક બીમારીઓમાં છે રામબાણ ઇલાજ, જાણો તેના પ્રયોગ
જાણીએ, આદુનું પાણી પીવાથી કેવા કેવા ફાયદા થાય છે.

આદુની જેમ આદુનું પાણી પીવાથી પણ સ્વાસ્થ્યને લાભ થાય છે.

  • Share this:
લાઇફસ્ટાઇલ ડેસ્ક : આપણે સામાન્ય રીતે આદુ બારે મહિના ઉપયોગમાં લેતા હોઇએ છીએ. આદુએ આયુર્વેદીય ઔષધ છે. પક્વ આદુને સૂકવવાથી સૂંઠ બને છે. આદુ કરતાં સૂંઠ વધારે તીક્ષ્ણ હોય છે. આદુના બે પ્રકાર હોય છે. એક રેષાવાળું અને બીજુ રેષા વગરનું. ઉત્તમ આદુ રેષા વગરનું અને પ્રમાણમાં મોટી ગાંઠવાળું ગણાય છે. આવા આદુમાંથી બનાવેલી સૂંઠ પણ ઉત્તમ ઔષધ ગણાય છે. આયુર્વેદના ગ્રંથોમાં સૂંઠ અને આદુની ઘણી જ પ્રશંસા કરવામાં આવી છે. આદુ કેટલીય બીમારીઓ માટે રામબાણ ઇલાજ છે. આદુની જેમ આદુનું પાણી પીવાથી પણ સ્વાસ્થ્યને લાભ થાય છે. તો આજે આપણે જાણીએ આદુનું પાણી પીવાથી કેવા કેવા ફાયદા થાય છે.

ડાયાબિટીસ
જો તમે ડાયાબિટીસની સમસ્યાઓથી પરેશાન છો તો તમારે આદુના પાણીનું સેવન કરવું હિતાવહ છે. કારણ કે આદુનાં પાણીથી સુગર લેવલ કંટ્રોલમાં રહે છે.

પાચન તંત્ર મજબૂત બનાવે છે
પાચન શક્તિને મજબૂત બનાવવા ઇચ્છો છો તો, એવામાં આદુના પાણીનું સેવન કરો. આદુનું પાણી ખોરાક પચાવવામાં મદદ કરે છે અને કબજિયાતની સમસ્યાથી પણ છૂટકારો મળે છે.

ત્વચા સંબંધી રોગઆદુના પાણીનું સેવન કરવાથી સ્કિન ઇન્ફેક્શન અને ખીલ જેવી સમસ્યાઓ દૂર કરી શકાય છે અને તેનાથી લોહીનું પણ શુદ્ધીકરણ થાય છે જેથી ચહેરાનો ગ્લો જળવાઇ રહે છે.

કમળા બાદ સ્વસ્થતા
કમળો મટી ગયા પછી એક ચમચી ત્રિફળા ચૂર્ણ, બે ચમચી આદુનાં રસ સાથે દિવસમાં બે વખત લેવાથી પુનઃસ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે.

કેન્સર
આદુમાં રહેલા ગુણથી કોલોન, પ્રોટેસ્ટ, બ્રેસ્ટ, લંગ્સ અને સ્કિન કેન્સરનું જોખમ ટળે છે. આ ઉપરાંત આદુના પાણીથી બ્લડ સર્કુલેશન પણ સારી રીતે થાય છે.

ખાંસી ઉધરસ
આ ઉપરાંત તમે ખાંસી, સૂકી કે કફવાળી ઉધરસ હોય તો તમે એક ચમચી આદુનો રસ એક ચમચી સિતોયલાદિ ચૂર્ણ સાથે ચાટી જાવ. કફ હશે તો પાકી જશે. સૂકી ઉધરસ શાંત થઈ જશે.

આ પણ વાંચો : ખાલી પેટે ગોળ-જીરાનું પાણી પીવાથી થાય છે અનેક ફાયદા

આ પણ વાંચો : થોડી જ મિનિટોમાં આ રીતે બનાવો પાણીપુરીનો ટેસ્ટી રગડો
First published: February 2, 2020
વધુ વાંચો
अगली ख़बर