Home /News /lifestyle /

Health Tips: કાચી લસણની કળી સાથે આ પાણી પીવાથી કોલેસ્ટ્રોલ રહે છે કંટ્રોલમાં, જાણો બીજા ફાયદાઓ

Health Tips: કાચી લસણની કળી સાથે આ પાણી પીવાથી કોલેસ્ટ્રોલ રહે છે કંટ્રોલમાં, જાણો બીજા ફાયદાઓ

લસણની કાચી કળી ખાવાના ફાયદા

Benefits of Garlic: કાચા લસણની કળીઓ ખાવાથી સ્વાસ્થયને અઢળક ફાયદાઓ થાય છે. કાચા લસણની કળી ખાવાની પણ એક સાચી રીત હોય છે. દરેક બીમારીમાં અલગ-અલગ રીતે કાચું લસણ ખાવામાં આવતું હોય છે. તો જાણો તમે પણ લસણ ખાવાથી સ્વાસ્થ્યને શું થાય છે ફાયદાઓ.

વધુ જુઓ ...
    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: લસણ માત્ર રસોઇનો સ્વાદ જ નહીં, પરંતુ શરીરને પણ અનેક રીતે ફાયદો પહોંચાડે છે. લસણમાં વિટામીન બી1, બી6 અને સી સિવાય મેગનીઝ, કોપર, સેલેનિયમ જેવા પોષક તત્વો હોય છે જે તમારી અનેક બીમારીઓને દૂર કરવાની તાકાત ધરાવે છે. લસણ તમારા હાર્ટની સાથે-સાથે ડાયાબિટીસને પણ કંટ્રોલમાં રાખે છે. ઘણાં રોગોમાં ડોક્ટર વ્યક્તિને લસણ ખાવાની સલાહ આપતા હોય છે. લસણ ખાવાથી બ્લડ સર્કુલેશન પણ સારું થાય છે. જો તમને હાર્ટની તકલીફ છે તો તમારે દિવસમાં  બેથી ત્રણ કળી લસણની ખાવી જોઇએ. જો કે ઘણાં ઘરોમાં લસણ-ડુંગળી ખાવામાં આવતું હોતુ નથી, પરંતુ બીમારીને ધ્યાનમાં રાખીને ડોક્ટરના કહેવા પ્રમાણે તમારું રુટિન તમારે બદલવું જોઇએ. તો જાણી લો તમે પણ ખાલી પેટે લસણ ખાવાથી સ્વાસ્થ્યને થતા આ ફાયદાઓ વિશે...

    ઇમ્યુનિટી સ્ટ્રોંગ બને


    કાચા લસણમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે, જે શરીરની ઇમ્યુનિટી સ્ટ્રોંગ કરવામાં મદદ કરે છે. આ માટે દરેક વ્યક્તિએ રોજ સવારમાં ખાલી પેટે 2 થી 3 કાચી લસણની કળી ખાવી જોઇએ.

    આ પણ વાંચો: આંગળીથી નહીં... આ નવી રીતથી હોંઠ પર લગાવો દૂધ

    કોલેસ્ટ્રોલ કરે


    તમને અથવા તમારા ઘરમાં કોઇને કોલેસ્ટ્રોલ છે તો લસણ એમના માટે સૌથી બેસ્ટ છે. આ માટે તમે હુંફાળા પાણીની સાથે બે કાચી લસણની કળી ખાઓ છો તો કોલેસ્ટ્રોલ કંટ્રોલ થાય છે.

    ગેસ-કબજીયાતમાંથી રાહત મળે


    રોજ સવારમાં એક ગ્લાસ પાણીની સાથે લસણની બે કાચી કળી ખાવાથી તમારું પેટ સારું થાય છે અને સાથે પાચનતંત્રને લગતી અનેક તકલીફો પણ દૂર થાય છે. જો તમને ગેસની તકલીફ છે તો તમારે રોજ આ રીતે લસણ ખાવું જોઇએ.

    બ્લડ પ્રેશર કંટ્રોલમાં કરે


    તમે રોજ સવારમાં એક ગ્લાસ ગરમ પાણીની સાથે લસણની કળી ખાઓ છો તો તમારું બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.

    આ પણ વાંચો: જાણો ખીલ થાય પછી શું ખાસ ધ્યાન રાખશો

    વજન ઘટાડે


    તમે વજન ઘટાડવા ઇચ્છો છો તો લસણ તમારા માટે સૌથી બેસ્ટ ઓપ્શન છે. આ માટે તમે રોજ સવારમાં બે થી ત્રણ કળી કાચી લસણની ખાઓ અને એના બે કલાક સુધી કોઇ પણ વસ્તુ ખાશો નહીં. આમ તમે રોજ ખાઓ છો તો તમારું વજન ઘટે છે અને પેટની ચરબી પણ ઓગળે છે. લસણ તમારા શરીરને અંદરથી પણ મજબૂત કરવાનું કામ કરે છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: GARLIC, Health Tips, લાઇફ સ્ટાઇલ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन