ગરમીઓમાં અંજીર ખાવાના છે ચમત્કારિક ફાયદાઓ, એનર્જી અને ઇમ્યૂનિટી માટે છે શ્રેષ્ઠ

ગરમીઓમાં અંજીર ખાવાના છે ચમત્કારિક ફાયદાઓ, એનર્જી અને ઇમ્યૂનિટી માટે છે શ્રેષ્ઠ
તસવીર - shutterstock.com

અંજીરમાં પોટેશિયમ, મિનરલ, કેલ્શિયમ અને વિટામિન ભરપૂર માત્રામાં મળે છે. તે શરીરને ઘણા પ્રકારની બીમારીઓથી દૂર રાખે છે

  • Share this:
ઉનાળાની કાળઝાળ ગરમીમાં અંજીરનું સેવન કરવાથી શરીર સ્વસ્થ રહે છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. અંજીર એક એવું ફળ છે, જેને કાચું કે સુકૂ બંને રીતે ખાઇ શકાય છે. આ ફળનો રંગ પીળો હોય છે. જ્યારે પાકી ગયા બાદ તેનો રંગ સોનેરી કે જાંબલી થઇ જાય છે. અંજીરમાં પોટેશિયમ, મિનરલ, કેલ્શિયમ અને વિટામિન ભરપૂર માત્રામાં મળે છે. તે શરીરને ઘણા પ્રકારની બીમારીઓથી દૂર રાખે છે. અંજીર પેટ સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં પણ લાભદાયક છે. તેના સેવનથી કબજિયાત અને ગેસની સમસ્યાથી રાહત મળે છે. અંજીરને બ્લડ પ્રેશર કંટ્રોલ કરવા માટે પણ ઉપયોગમાં લેવાય છે. તેના સેવનથી ઇમ્યૂનિટીને બૂસ્ટ કરી શકાય છે. આવા અનેક ગુણો અને પોષકતત્વોથી અંજરી ભરપૂર છે.

અંજીર ખાવાના ફાયદાઓશરીરમાં રહેશે ભરપૂર એનર્જી

અંજીરનું સેવન કરવાથી શરીરમાં એનર્જીની કમી રહેતી નથી. અંજીરમાં વિટામિન, સલ્ફર અને ક્લોરિન વધુ માત્રામાં હોય છે. તેનાથી ગરમીના દિવસોમાં એનર્જીની કમીને દૂર કરી શકાય છે.

હાડકાઓને બનાવશે મજબૂત

હાડકાઓને મજબૂત બનાવવા માટે તમે તમારા ડાયટમાં અંજીરને જરૂર સામેલ કરો. અંજીરમાં કેલ્શિયમ, ભરપૂર માત્રામાં મળે છે, જે હાડકાઓને મજબૂત બનાવે છે.

આ પણ વાંચો - જળવાયુ પરિવર્તનને કારણે ભવિષ્યમાં ભારતીય ચોમાસુ ખતરનાક થતુ જશે

વજન ઘટાડવામાં બને છે ઉપયોગી

અંજીરના સેવનથી વજન ઘટાડવામાં મદદ મળે છે. અંજીરમાં ખૂબ ઓછી કેલેરી હોય છે, જેના લીધે વજનને કન્ટ્રોલમાં રાખવામાં મદદ મળે છે. આ સિવાય અંજીરમાં ફેટની માત્રા પણ ખૂબ ઓછી હોય છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક

ડાયાબિટીસના દર્દીઓ માટે અંજીરના પાંદડાઓ ઘણા ફાયદાકારક છે. અંજીરના પાંદડામાં એવા ઘણા તત્વો હોય છે, જે શરીર માટે શૂગર લેવલને કન્ટ્રોલ રાખે છે. ડાયાબિટીસના દર્દીઓને અંજીરના પાંદડાઓની ચાનું સેવન કરવું જોઇએ.

કબજીયાતની સમસ્યાથી મળશે છુટકારો

જે લોકોને કબજીયાતની સમસ્યા રહેતી હોય છે, તેના માટે અંજીરનું સેવન ફાયદાકારક હોય છે. અંજીરના સેવનથી પેટનો દુખાવો, ગેસ અને કબજીયાતની સમસ્યાથી મુક્તિ મળે છે.

બ્લડ પ્રેશરને રાખશે કન્ટ્રોલમાં

હાઇ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે અંજીર ખૂબ ફાયદાકારક હોય છે. અંજીરમાં ફ્લેવાનોઇડ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જેનાથી બ્લડ પ્રેશરને કન્ટ્રોલમાં રાખી શકાય છે.
Published by:News18 Gujarati
First published:June 08, 2021, 19:28 pm