Home /News /lifestyle /મેથીનો આ રીતે ઉપયોગ કરો, લાંબા+કાળા વાળ થશે, લોકો પૂછશે આ પાછળનું રાઝ
મેથીનો આ રીતે ઉપયોગ કરો, લાંબા+કાળા વાળ થશે, લોકો પૂછશે આ પાછળનું રાઝ
આ રીતે વાળમાં સ્પ્રે કરો.
Benefits of Fenugreek: મેથીમાં અનેક પ્રકારના ગુણો રહેલા હોય છે. મેથી સ્કિન અને વાળ માટે અનેક રીતે ફાયદાકારક છે. મેથીનો તમે આ રીતે ઉપયોગ કરો છો તો તમારી સ્કિન અને વાળ એમ બન્ને સારા થાય છે. મેથી તમે સલાડના રૂપમાં પણ ખાઇ શકો છો.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: દરેક લોકોના રસોડામાં મેથી હોય છે. મેથી સ્વાસ્થ્ય અને સ્કિન માટે અનેક રીતે ફાયદાકારક છે. મેથીમાં રહેલી તાકાત આર્યુવેદ પણ માની ચુક્યુ છે. નાના-નાના મેથીના પીળા રંગના દાણા એટલા શક્તિશાળી હોય છે જે અનેક પ્રકારના રોગોથી તમને બચાવે છે. આટલું જ નહીં મેથી સ્કિન અને વાળ માટે પણ ફાયદાકારક છે. પરંતુ તમને એ વાતની જાણ હોવી જોઇએ કે મેથીનો ઉપયોગ કેવી રીતે કરવો? તો આ સાથે જોડાયેલી અમે તમને કેટલીક રીત વિશે જણાવીશું જેની મદદથી તમે ખરતા વાળમાંથી છૂટકારો મેળવી શકો છો અને સાથે લાંબા અને મસ્ત ગ્રોથ મેળવી શકો છો. તમે સતત આ રીતે મેથીનો ઉપયોગ કરો છો તો તમારા વાળમાં ચમક પણ આવે છે. તો જાણી લો આ વિશે મેથીનો ઉપયોગ..
જાણો કેવી રીતે વાળમાં મેથી ફાયદો પહોંચાડે છે
નવભારત ટાઇમ્સ અનુસાર ધ યોગા ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર ડો. હંસા યોગેન્દ્રે એક વિડીયોમાં જણાવ્યું છે કે મેથી આયરન અને પ્રોટીનથી રિચ હોય છે. આ બન્ને વસ્તુ વાળ માટે અનેક રીતે ફાયદાકારક છે. આ સાથે જ વાળ સાથે જોડાયેલી સમસ્યાઓ જેમ કે હેર ફોલ, ખોડો, ડબલ વાળમાંથી છૂટકારો મેળવી શકો છો. આ સાથે જ ડોક્ટર હંસા આ વિશે જણાવે છે કે મેથીનો ઉપયોગ કેવી રીતે તમારા વાળમાં કરવો જોઇએ.