Home /News /lifestyle /

Health Tips: સાંજના સમયે કરો કસરત, શરીરને થશે અનેક પ્રકારના લાભ અને રહેશે તંદુરસ્ત

Health Tips: સાંજના સમયે કરો કસરત, શરીરને થશે અનેક પ્રકારના લાભ અને રહેશે તંદુરસ્ત

સાંજનાં સમયે કરો કસરત થશે ફાયદો

Health Tips: વગર વ્યાયામ અને જોગિંગ કરવાથી સાંધા અને સ્નાયુઓમાં ખેંચાણ વર્તાય છે. સાંજના સમયે કસરત કરવાથી શરીર પહેલેથી જ વોર્મઅપ હોય છે જેના કારણે, ઈજા થવાની સંભાવના ઓછી રહે છે.

    Benefits Of Exercise In Evening : આપણને અનેક વાર સાંભળવા મળે છે કે, સવારે કસરત (Exercise) કરવાથી શરીરને અનેક પ્રકારના લાભ થાય છે. અનેક લોકો સવારે કામની વ્યસ્તતાને કારણે સવારે વ્યાયામ અને યોગા કરી શકતા નથી અથવા સવારે ચાલવા માટે જઈ શકતા નથી. નિષ્ણાંતો જણાવે છે કે, સાંજના સમયે વ્યાયામ કરવાથી શરીરને અનેક પ્રકારના લાભ થાય છે અને તંદુરસ્ત રહે છે. જે લોકો સવારે કસરત કરી શકતા નથી તે લોકો સાંજના સમયે કસરત કરીને ફિટ રહી શકે છે. હેલ્દીફાઈમી અનુસાર સાંજે કસરત કરવાથી શરીર તંદુરસ્ત રહે છે ઉપરાંત તણાવ દૂર થાય છે અને માનસિક સમસ્યાથી રાહત મળે છે. સાંજે કસરત કરવાથી કયા કયા ફાયદા થાય છે તે વિશે અહીંયા વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે.

    સાંજના સમયે કસરત કરવાના ફાયદા

    વોર્મઅપ કરવાની જરૂર રહેતી નથી

    સવારે કસરત કરવાથી સૌથી પહેલા વોર્મઅપ કરવું પડે છે. સવારે વોર્મઅપ કર્યા વગર વ્યાયામ અને જોગિંગ કરવાથી સાંધા અને સ્નાયુઓમાં ખેંચાણ વર્તાય છે. સાંજના સમયે કસરત કરવાથી શરીર પહેલેથી જ વોર્મઅપ હોય છે જેના કારણે, ઈજા થવાની સંભાવના ઓછી રહે છે.

    આ પણ વાંચો: અમેરિકા સિવાય આ 10 દેશો જ્યાં રહે છે સૌથી વધુ ભારતીયો

    તણાવ દૂર થાય છે

    તમે આખા દિવસનો તણાવ દૂર કરવા ઈચ્છો છો તો તમારે સાંજના સમયે વર્કઆઉટ કરવું જોઈએ. સાંજના સમયે વર્કઆઉટ કરવાથી તણાવ દૂર થાય છે અને માનસિક સ્વાસ્થ્ય પણ તંદુરસ્ત રહે છે. આ કારણોસર સાંજે કસરત કરવાથી મન શાંત રહે છે.

    ખૂબ જ સારી ઊંઘ આવે છે- સાંજના સમયે કસરત કરવાથી સારી ઊંઘ આવે છે. હાલના સમયમાં અનેક લોકો અનિંદ્રાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. નિયમિતરૂપે સાંજે કસરત કરવાથી અનિંદ્રાની સમસ્યાથી રાહત મળે છે અને બીજા દિવસે સવારે ખૂબ જ સ્ફૂર્તિલું મહેસૂસ થાય છે.

    આ પણ વાંચો: વધેલા વજનથી છો પરેશાન? પેટની ચરબીને ચપટીઓમાં ઓગાળી દેશે આ ઉપાય

    માનસિક સ્વાસ્થ્ય સ્વસ્થ રહે છે- જો કોઈ વ્યક્તિ તણાવ અને ચિંતાની સમસ્યાનો સામનો કરે છે, તે વ્યક્તિએ સાંજના સમયે કસરત કરવી જોઈએ. સાંજના સમયે કસરત કરવાથી લોહીના પરિભ્રમણમાં અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થાય છે.

    ભરપૂર સમય મળે છે- સવારના સમયે કોલેજ અથવા ઓફિસ જવાનું હોવાથી કસરત કરવામાં ખૂબ જ ઉતાવળ કરવી પડે છે. સાંજના સમયે તમામ કામ પૂર્ણ થઈ ગયા હોવાથી કસરત કરવા માટે ભરપૂર સમય હોય છે. આ પરિસ્થિતિમાં શાંતિથી અને ધ્યાન દઈને કસરત કરી શકાય છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Fitness Tips, Health Tips, આરોગ્ય

    આગામી સમાચાર