Home /News /lifestyle /

ગરમ પાણીમાં આદુ નાંખીને પીવાના છે ઘણા ફાયદા, જાણો તેને બનાવવાની સરળ રીત

ગરમ પાણીમાં આદુ નાંખીને પીવાના છે ઘણા ફાયદા, જાણો તેને બનાવવાની સરળ રીત

ગરમ પાણીમાં આદુ નાંખીને પીવાના છે ઘણા ફાયદા

આદુવાળું ગરમ પાણી પીવાથી તમે સરળતાથી વજન ઘટાડી શકો છો. તેનો રસ તમારા ગળાના દુખાવામાં રાહત આપે છે. તેનાથી તમારું કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે. તે તમારા પાચનતંત્રને જાળવી રાખે છે અને શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે.

    Hot ginger water benefits : આદુમાં અનેક ઔષધીય ગુણો અને સ્વાદ હોય છે. કોઈ પણ વાનગીનો તે સ્વાદ વધારી શકે છે. જો તમે આદુ નાખેલું ગરમ પીઓ છો તો તેનાથી શરીરને ઘણા ફાયદા થાય છે. આદુવાળું ગરમ પાણી પીવાથી તમે સરળતાથી વજન ઘટાડી શકો છો. તેનો રસ તમારા ગળાના દુખાવામાં રાહત આપે છે. તેનાથી તમારું કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે. તે તમારા પાચનતંત્રને જાળવી રાખે છે અને શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે. તેનાથી તમને હાર્ટ પ્રોબ્લેમ થવાની શક્યતા પણ ઓછી થાય છે. આદુવાળું ગરમ પાણી પીવાથી બ્લડ શુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે. આદુમાં વિટામિન સી, કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, ઝિંક, કોપર, મેંગેનીઝ અને ક્રોમિયમ રહેલા છે. આ તમારી રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે.

    ચાલો જાણીએ આદુવાળું ગરમ પાણી પીવાના ફાયદા અને રીત વિશે.


    આદુનું ગરમ પાણી પીવાના ફાયદા


    વજન ઘટાડવા માટે ફાયદાકારક


    વજન ઘટાડવા માટે આદુનું પાણી ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેનાથી તમારું પેટ ભરેલું લાગે છે. આદુનું સેવન થર્મોજેનેસિસ એટલે કે શરીરમાં ગરમી ઉત્પન્ન કરવાની પ્રક્રિયાને વધારે છે. આ બંને વજનને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. આ સિવાય તેમાં વિટામિન સી અને એન્ટીઓક્સીડેન્ટ તત્વો રહેલા છે, જે શરીરનું વજન ઝડપથી ઘટાડી શકે છે.

    આ પણ વાંચો: રાત્રે વાસણ ધોયા વગર મુકી રાખો છો? પૈસાની તંગી થઈ શકે, જાણો શું કહે છે શાસ્ત્રો અને વૈજ્ઞાનિક

    પાચન તંત્રમાં મદદ કરે છે


    આદુનું પાણી તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આદુના ઉપયોગથી કબજિયાત, ઝાડા અને અપચો થતો નથી. આદુમાં જોવા મળતું જીંજરોલ પાચનતંત્રમાં મસ્ક્યુલર એક્ટિવિટી વધારીને પાચનમાં મદદ કરે છે અને પેટ ફૂલવાની સમસ્યાને ઘટાડે છે. તે પેટનું ફૂલવું અને પેટમાં બળતરાની ​​સમસ્યાને પણ દૂર કરે છે.

    બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરે


    આદુમાં ટેનીન, પોલિફીનોલ્સ, ફ્લેવોનોઈડ્સ અને ટ્રાઈટરપેનોઈડ્સ જેવા સંયોજનો હોય છે, જે બ્લડ સુગર ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. ઉપરાંત, આદુમાં હાજર જીંજરોલ શરીરમાં આલ્ફા એમીલેઝ અને આલ્ફા ગ્લુકોસીડેઝ એન્ઝાઇમને વધારીને ડાયાબિટીસને નિયંત્રિત કરી શકે છે. આદુમાં એન્ટી- ડાયાબિટીક અસર હોય છે, જે તમારા બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરી શકે છે.

    આ પણ વાંચો: Causes of diabetes: ડાયાબિટીસ કઈ રીતે થાય છે? કયા કારણો ડાયાબિટીસ પાછળ છે જવાબદાર?

    ગળાની ખરાશ દૂર કરે


    ચોમાસાની ઋતુમાં ઘણા લોકોને ગળામાં ખરાશ અને વાયરલ ફીવર જેવી સમસ્યા થતી હોય છે. તેની સારવાર માટે આદુનું ગરમ પાણી પી શકો છો. તેનાથી ગળામાં દુખાવો અને સોજામાં રાહત મળે છે. તેનાથી ગળાના ઈન્ફેક્શનનો ઈલાજ પણ થાય છે.

    કોલેસ્ટ્રોલ ઘટાડે


    આદુમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછું કરવાની ક્ષમતા હોય છે. આદુનું પાણી શરીરમાં રહેલા લિપિડને ઓછું કરી શકે છે. આદુનું સેવન કરવાથી HDL એટલે કે સારા કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી શકે છે. તેનાથી હાર્ટ પ્રોબ્લેમ અને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા પણ થતી નથી.

    આદુનું પાણી કેવી રીતે બનાવવું?


    આદુવાળું ગરમ પાણી તૈયાર કરવા માટે તમે આદુને પીસીને પાણીમાં ઉકાળો. થોડી વાર પછી તેમાં એક ચમચી મધ અને લીંબુનો રસ ઉમેરો. હવે થોડીવાર તેને ઉકળવા દો અને નવશેકા પાણીને પીવા માટે લો.
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Lifestyle, આરોગ્ય

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन