Home /News /lifestyle /ગાંધીજી પીતા હતા બકરીનું દૂધ, આ દૂધ પીવાથી આંતરડામાં થતી બળતરાથી લઇને આ તકલીફમાંથી મળે છે છૂટકારો

ગાંધીજી પીતા હતા બકરીનું દૂધ, આ દૂધ પીવાથી આંતરડામાં થતી બળતરાથી લઇને આ તકલીફમાંથી મળે છે છૂટકારો

બકરીનું દૂધ પીવાના ફાયદા

benefits of goat milk: મોટાભાગનાં લોકો ગાયનું અને ભેંસનું દૂધ પીતા હોય છે, પરંતુ તમને જણાવી દઇએ કે જો તમે બકરીનું દૂધ પીઓ છો તો સ્વાસ્થ્યને અનેક ઘણાં ફાયદાઓ થાય છે. બકરીનું દૂધ પીવાથી ઘરડાં થાવો ત્યાં સુધી સ્વાસ્થ્ય સારું રહે છે.

વધુ જુઓ ...
    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને આજે પણ લોકો યાદ કરે છે. તમને જાણીને નવાઇ લાગશે કે ગાંધીજી બકરીનું દૂધ પીતા હતા અને તેઓ બકરીના દૂધના ખૂબ ગુણકારી ગણતા હતા. બકરીના દૂધમાં રહેલા અનેક ગુણો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. બકરીનું દૂધ તમે તેમજ તમારા બાળકોને પીવડાવો છો તૌ સૌથી બેસ્ટ છે. બકરીના દૂધમાંથી તમે વિવિધ પ્રકારની વાનગીઓ પણ બનાવી શકો છો. ગાંધીજી બકરીના દૂધમાંથી બનાવેલું દહીં ખાતા હતા. ગાંધીજીને આ દહીં બહુ પ્રિય હતું. બકરીનું દૂધ અનેક પ્રકારની કોસ્મેટિક્સ વસ્તુઓ બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે. તો જાણી લો તમે પણ બકરીનું દૂધ પીવાથી હેલ્થને થતા ફાયદાઓ વિશે...

    આ પણ વાંચો: જાણો ડહાપણ દાઢની સારવાર વિશે

    આમ, જો વાત કરવામાં આવે તો મોટાભાગના લોકો ગાય કે ભેંસનું દૂધ પીતા હોય છે, પરંતુ જો તમે બકરીનું દૂધ પીવો છો તો ઘડપણમાં પણ તમે તંદુરસ્ત રહો છો. તમને જાણીને નવાઇ લાગશે કે બકરીનું દૂધ પચવામાં વાર લાગતી નથી અને આ દૂધ માત્ર 20 જ મિનિટમાં પચી જાય છે.

    • બકરીના દૂધમાં એન્ટી ઇન્ફેક્શન ગુણ હોય છે જે સ્કિનને લગતી અનેક સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે. જે લોકોને સ્કિન પર વારંવાર એલર્જી થાય છે એમને ખાસ કરીને રોજ બકરીનું દૂધ પીવું જોઇએ.

    • બકરીના દૂધમાં લિપિડ કણો હોય છે. આ સાથે જ બકરીના દૂધમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા ગુણો હોવાથી તમે બાળકોને પીવડાવો છો તો કેલ્શિયમ પૂરતાં પ્રમાણમાં મળી રહે છે. એક અહેવાલ મુજબ તમારું બાળક બહુ માટી ખાય છે તો તમે રોજ એને બકરીનું દૂધ પીવડાવો. આ દૂધ પીવડાવવાથી કેલ્શિયમ મળી રહે છે જેના કારણે એ માટી ખાવાનું બંધ કરે છે.


    આ પણ વાંચો: જીરાનું આ પાણી પીવાથી સડસડાટ ઉતરી જાય છે વજન

    • તમારું કોલેસ્ટ્રોલ હાઇ રહે છે તો તમે બકરીનું દૂધ પીવાનું શરૂ કરી દો. બકરીનું દૂધ પીવાથી કોલેસ્ટ્રોલ ઘટે છે. આ સાથે જ હાર્ટને લગતી તકલીફો પણ દૂર થાય છે.

    • તમે અથવા તમારું બાળક વારંવાર બીમાર થઇ જાવો છો તો તમે બકરીનું દૂધ પીવાનું શરૂ કરી દો. બકરીનું દૂધ પીવાથી ઇમ્યુનિટી સ્ટ્રોંગ થાય છે.




    • તમને આંતરડામાં બહુ બળતરા થાય છે તો તમે બકરીનું દૂધ પીવો. બકરીના દૂધમાં ક્લોરાઇડ, કેલ્શિયમ જેવા તત્વો હોવાથી આંતરડામાં થતી બળતરા ઓછી થઇ જાય છે.

    Published by:Niyati Modi
    First published:

    Tags: Goat milk, Milk, લાઇફ સ્ટાઇલ

    विज्ञापन
    विज्ञापन