Home /News /lifestyle /આ 4 સમસ્યાઓમાં નારિયેળ પાણી પીવાના છે અઢળક ફાયદાઓ, જાણી લો તમે પણ

આ 4 સમસ્યાઓમાં નારિયેળ પાણી પીવાના છે અઢળક ફાયદાઓ, જાણી લો તમે પણ

પથરી છે તો ખાસ નારિયેળ પાણી પીઓ

Benefits of coconut water: નારિયેળ પાણી હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. નારિયેળ પાણી તમારી અનેક સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે. ખાસ કરીને પ્રેગનન્ટ વુમન્સને નારિયેળ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: નારિયેળ પાણી પીવાના ફાયદા અનેક છે. આ વિશે અનેક લોકો જાણે છે. ઘણાં લોકો દરરોજ એક નારિયેળ પાણી પીતા હોય છે. પ્રેગનન્સીમાં અને પીળીયો થયો હોય ત્યારે નારિયેળ પાણી પીવાથી અનેક ઘણો ફાયદો થાય છે. આ સિવાય અનેક બીમારીઓમાં પણ તમે નારિયેળ પાણી પીઓ છો તો હેલ્થ માટે ફાયદાકારક છે. નારિયેળ પાણીમાં ખાસ ગુણ એ છે કે આમાં ઇલેક્ટ્રોલાઇટ્સની માત્રા, લોરિક એસિડ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને ઝિંકનું પ્રમાણ સારું હોય છે. આ સિવાય નારિયેળ પાણીમાં એન્ટી ઓક્સિડન્ટ્સ પણ હોય છે જે સ્વાસ્થ્ય સાથે જોડાયેલી અનેક સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ બને છે. તો જાણો કઇ તકલીફોમાં નારિયેળ પાણી પીવું જોઇએ.

    આ પણ વાંચો:તમારું બાળક આખો દિવસ ઉદાસ રહે છે?

    આ 4 સમસ્યાઓમાં નારિયેળ પાણી પીઓ


    યુટીઆઇ ઇન્ફેક્શનમાં


    યુટીઆઇ ઇન્ફેક્શનમાં નારિયેળ પાણી પીવાથી સ્વાસ્થ્યને અનેક ફાયદો થાય છે. પહેલાં આ શરીરને અંદરથી હાઇડ્રેટ કરે છે અને પછી ડાઇયુરેટિક્સની જેમ કામ કરતા પેશાબ મારફતે બેક્ટેરિયાને ફ્લશ ઓઉટ કરવામાં મદદ કરે છે. આ સાથે જ યુટીઆઇમાં બળતરા અને દુખાવો ઓછો થાય છે.

    માઇગ્રેનમાંથી રાહત


    તમને માઇગ્રેનની તકલીફ છે તો તમે રોજ એક નારિયેળ પાણી પીઓ. નારિયેળ પાણીમાં મેગ્નેશિયમની માત્રા સારી હોય છે. આ શરીરને ઇલેક્ટ્રોલાઇટ્સની માત્રાને પૂરી કરવામાં મદદ કરે છે અને માઇગ્રેનના દુખાવાને ટ્રિગર કરવાથી રોકે છે. આ સાથે જ માઇગ્રેનના દુખાવાને ઓછુ કરવામાં મદદ કરે છે.

    આ પણ વાંચો:કબજીયાતમાંથી છૂટકારો અપાવે છે આ 5 ડ્રિંક્સ

    પથરીની સમસ્યામાં


    પથરીની સમસ્યા નારિયેળ પાણી ખૂબ ફાયદાકારક છે. અનેક પ્રકારની સ્ટડી પરથી જાણવા મળ્યુ છે કે નારિયેળ પાણી પથરીને તોડવા અને પેશાબ વાટે ફ્લશ આઉટ કરવામાં મદદગાર સાબિત થાય છે. આમ, જો તમને પથરીની સમસ્યા છે તો તમે નારિયેળ પાણી પીવાનું શરૂ કરી દો.


    પ્રેગનન્સીમાં


    ખાસ કરીને નારિયેળ પાણી પ્રેગનન્સીમાં પીવાથી અનેક ઘણાં લાભ થાય છે. પ્રેગનન્સીમાં નારિયેળ પાણી પીવાથી ગર્ભમાં રહેલા બાળકને પણ ફાયદો થાય છે. આ સાથે જ પ્રેગનન્સીમાં ખાસ કરીને છેલ્લા મહિનામાં પાણી ઓછુ થવાના ચાન્સિસ વધારે હોય છે. એવામાં જો તમે નારિયેળ પાણી પીઓ છો તો સૌથી બેસ્ટ છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: COCONUT WATER, Life style

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन