Home /News /lifestyle /રાત્રે ઊંઘતા પહેલા ચહેરા પર લગાવો આ તેલ, સવારમાં ઉઠતાની સાથે જ ચમકી જશે સ્કિન

રાત્રે ઊંઘતા પહેલા ચહેરા પર લગાવો આ તેલ, સવારમાં ઉઠતાની સાથે જ ચમકી જશે સ્કિન

નારિયેળ તેલ અનેક ગુણોથી ભરપૂર હોય છે.

Skin care: સ્કિનની કેર કરવી ખૂબ જરૂરી છે. આમ, વાત કરવામાં આવે તો આજની આ ફાસ્ટ લાઇફમાં અનેક લોકો પ્રોપર રીતે પોતાની સ્કિનનું ધ્યાન રાખી શકતા નથી જેના કારણે સ્કિન ડેમેજ થઇ જાય છે. આમ, તમે આ રીતે કોકોનટ ઓઇલ લગાવો છો તો સૌથી બેસ્ટ રિઝલ્ટ મળે છે.

વધુ જુઓ ...
Skin care: ત્વચાની દેખભાળમાં અનેક પ્રકારના તેલ કામમાં આવે છે. આજના આ સમયમાં મોટી-મોટી બ્રાન્ડ્સના ફેસ ઓઇલ મળી રહ્યા છે જેનાથી સ્કિન પર નેચરલ રીતે નિખાર આવે છે. પરંતુ તમને એક વાત જણાવી દઇએ કે આનાથી લાંબા ગાળે સ્કિનને નુકસાન થવાના ચાન્સિસ સૌથી વઘારે રહે છે. ખાસ કરીને આ ત્વચા ફટાફટ ખીલે છે, પરંતુ સમય જતા નુકસાન કરે છે. આમ, તમે આ તેલ રોજ રાત્રે ઊંઘતા પહેલાં સ્કિન પર લગાવો છો તો સવારમાં ઉઠતાની સાથે જ તમે વિચારી નહીં શકો એટલો ગ્લો આવે છે. તો જાણો આ નારિયેળ તેલના ફાયદાઓ વિશે તમે પણ..

આ પણ વાંચો:દીકરીઓનું નામ મા દૂર્ગાના આ નામ પરથી રાખો

ત્વચા પર નારિયેળ તેલ લગાવવાના ફાયદા


નારિયેળ તેલ લૌરિક એસિડ અને એન્ટી બેક્ટેરિયલ ગુણથી ભરપૂર હોય છે. આમાં એન્ટી ઇન્ફ્લેમેન્ટરી ગુણ પણ હોય છે. આ સિવાય ત્વચા પર મોઇસ્યુરાઇઝરની જેમ કામ કરે છે. આ તેલ રાત્રે ઊંઘતા પહેલા તમારે મોં પર લગાવવાનું રહેશે.

આ તેલ ફેસ પર લગાવો એ પહેલાં તમારા ફેસને ચોખ્ખા પાણીથી ધોઇ લો. પછી આ તેલમાં વિટામીન ઇ નાખો અને બરાબર મિક્સ કરી લો. વિટામીન ઇ ત્વચા પર નિખાર લાવવાનું કામ કરે છે અને સાથે તમારી અનેક સમસ્યાઓને દૂર કરવાનું કામ કરે છે.

આ પણ વાંચો:આ રીતે વાળને નેચરલી રીતે શાઇની અને સિલ્કી કરો

સ્કિનની ડ્રાયનેસ દૂર થાય છે


તમારી સ્કિન ડ્રાય છે તો નારિયેળ તેલ તમારા માટે બેસ્ટ સાબિત થાય છે. આ તેલ સ્કિનને ચમકદાર બનાવે છે. આ તેલમાં ફેટી એસિડ હોય છે જે ડ્રાય સ્કિનને દૂર કરવાનું કામ કરે છે. આ તેલથી સ્કિન મુલાયમ અને કોમળ થાય છે.


એન્ટી એન્જિંગ ગુણ મળે છે


ત્વચા માટે નારિયેળ તેલ સૌથી બેસ્ટ સાબિત થાય છે. ચહેરા પર ઉંમર પહેલાં તમને કરચલીઓ પડે છે તો તમે આ તેલ લગાવવાનું શરૂ કરી દો. આ સ્કિનને હેલ્ધી રાખવામાં મદદ કરે છે અને સાથે સ્કિનને હંમેશ માટે યુવાન રાખે છે.

(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે. ગુજરાતી ન્યૂઝ18 આની કોઇ પુષ્ટિ કરતુ નથી.)
First published:

Tags: Coconut, Coconut Oil, Life Style News, Skin Care Tips

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો