Home /News /lifestyle /આ રીતે બાળકોને પીવડાવો અજમાનું પાણી, ડાયરિયામાં રાહત થઇ જશે, જાણો બીજા ફાયદાઓ

આ રીતે બાળકોને પીવડાવો અજમાનું પાણી, ડાયરિયામાં રાહત થઇ જશે, જાણો બીજા ફાયદાઓ

અજમાના ફાયદા

Benefits of carom seeds: અજમો તમારા શરીરમાં રહેલી અનેક બીમારીઓને દૂર કરવાની તાકાત ધરાવે છે. અજમાનો આ રીતે તમે ઉપયોગ કરો છો તો તમારે દવા લેવાની પણ જરૂર પડતી નથી.

    લાઇફસ્ટાઇલ ડેસ્ક: દરેક લોકોના રસોડામાં અજમો હોય છે. અજમો સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. અજમામાં રહેલા ગુણો તમારી બોડીમાં રહેલી અનેક સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે. અનેક લોકો શાકમાં, પરાઠાંમાં તેમજ બીજી અનેક વાનગીઓમાં અજમાનો ઉપયોગ કરતા હોય છે. અજમો ખાવાથી પાચનશક્તિ સારી થાય છે. ઘણાં લોકોના ઘરોમાં અજમો રૂટિનમાં પણ વાપરવામાં આવતો હોય છે. અનેક ઔષધીય ગુણોથી ભરપૂર અજમો તમારી પાચનશક્તિને સારી બનાવવાનું કામ કરે છે. તમને જણાવી દઇએ કે અજમામાં થિયામીન, કેલ્શિયમ, ફોસ્ફરસ, આર્યન જેવા તત્વો હોય છે જે તમારી અનેક બીમારીઓને ચપટીમાં દૂર કરવાની તાકાત ધરાવે છે. તો જાણી લો તમે પણ અજમાના આ અઢળક ફાયદાઓ વિશે..

    પિરિયડ્સના દુખાવામાં રાહત


    અજમો તમને પિરીયડ્સમાં થતા દુખાવામાંથી રાહત અપાવવાનું કામ કરે છે. આ માટે તમે બપોરનું ભોજન જમ્યા પછી રોજ એક ચમચી અજમો ચાઓ. આમ કરવાથી તમને પિરીયડ્સ સમયે થતા દુખાવામાંથી રાહત થાય છે. અજમો ખાવાથી પિરીયડ્સ પણ રેગ્યુલર આવે છે.

    આ પણ વાંચો: દહીં અને ડુંગળી ખાવાથી સ્વાસ્થયને થાય છે આ ફાયદા

    કાનના દુખાવામાં રાહત


    ઘણાં લોકોને વારંવાર કાનમાં દુખાતુ હોય છે. કાનમાં થતા દુખાવામાંથી રાહત મેળવવા માટે તમે અજમાના તેલનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે સરસિયાનું તેલ લો અને એમાં બે કળી લસણની નાંખો. ત્યારબાદ આમાં અડધી ચમચી અજમો નાંખો અને આ તેલને ધીમા ગેસે બરાબર ગરમ થવા દો. પછી આ તેલ થોડુ ઠંડુ પડે એટલે કાનમાં ત્રણથી ચાર ટીપાં નાંખો. આમ કરવાથી કાનમાં થતો દુખાવો ઓછો થઇ જાય છે અને મેલ પણ નિકળી જાય છે.

    કબજીયાત


    આજની આ ફાસ્ટ લાઇફમાં અનેક લોકોને કબજીયાતની તકલીફ થતી હોય છે. શરીરમાં કબજીયાતની તકલીફથી બીજી અનેક બીમારીઓને આમત્રંણ મળે છે. આ સમસ્યામાંથી રાહત મેળવવા માટે તમે રોજ સવારમાં અજમાનું પાણી પીવો. આ માટે તમે રાત્રે એક ચમચી અજમો લો અને એક ગ્લાસ પાણીમાં પલાળી દો. ત્યારબાદ આ પાણી સવારે ગરમ કરો અને પી લો. આમ કરવાથી કબજીયાતની સમસ્યામાંથી રાહત મળે છે.

    આ પણ વાંચો: મુસાફરી દરમિયાન શા માટે આવી જાય છે ઊંઘ?

    ડાયરિયા


    જ્યારે પણ તમને અથવા ઘરમાં બાળકોને ડાયરિયા થાય તો અજમો તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. આ માટે અડધી ચમચી અજમો લો અને એને એક કપ પાણી લઇને ઉકાળો. ત્યારબાદ આ પાણી દિવસમાં બે થી ત્રણ વાર પી લો. આમ કરવાથી ડાયરિયામાંથી રાહત થઇ જશે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Periods pain, લાઇફ સ્ટાઇલ, હેલ્ધી લાઇફ સ્ટાઇલ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन