કપૂરના તેલના ફાયદા અગણિત, આવી સમસ્યામાં કરો ઉપયોગ, સમસ્યામાં મળશે રાહત

કપૂરના તેલના ફાયદા અગણિત, આવી સમસ્યામાં કરો ઉપયોગ, સમસ્યામાં મળશે રાહત
કપુરના તેલના ફાયદા

કપૂર મોટા ભાગના ઘરમાં ઉપલબ્ધ હોય છે. મોટાભાગે કપૂરનો ઉપયોગ પૂજા અથવા તો નેગેટિવ એનર્જીને બહાર કાઢવા માટે થાય છે. કપૂરના તેલના પણ અનેક ફાયદા છે.

  • Share this:
નવી દિલ્હી : કપૂર મોટા ભાગના ઘરમાં ઉપલબ્ધ હોય છે. મોટાભાગે કપૂરનો ઉપયોગ પૂજા અથવા તો નેગેટિવ એનર્જીને બહાર કાઢવા માટે થાય છે. કપૂરના તેલના પણ અનેક ફાયદા છે. આજે આપણે કપૂરના તેલના ફાયદા અંગે ચર્ચા કરીશું. માર્કેટમાં કપૂરનું તેલ તૈયાર મળે છે. જોકે, તેને ઘરે પણ બનાવી શકાય છે.

ચહેરો ખીલી ઉઠશેકપૂરના તેલમાં ગુલાબ જળ અને ચંદન પાઉડર મિશ્રણ કરી તેની પેસ્ટ બનાવો. ત્યાર બાદ આ પેસ્ટને ફેસપેકની જેમ મોઢા ઉપર લગાડો. તે સુકાય નહીં ત્યાં સુધી આવી રીતે રાખો. ત્યાર બાદ ઠંડા પાણીથી મોઢું ધોઇ લો.

મોઢા પરના ડાઘ દૂર થશે

કપૂરના તેલ અથવા નારિયેળ તેલ સાથે કપૂરનું મિશ્રણ કરી પાંચ મિનિટ રાખી મુકો. ત્યાર બાદ બંનેની મિક્સ કરીને મોઢા પર લગાવો. જેનાથી મોઢા પરના ડાઘ ચાલ્યા જશે. મોઢું શુષ્ક નહીં રહે.

આ પણ વાંચોCorona જેવા રોગથી તમારા પરિવારને બચાવવો હોય તો, આ ખોરાકથી પરિવારને રાખો દૂર

ખીલ-પિમ્પલ દૂર કરશે

ખીલ-પિમ્પલ દૂર કરવા માટે કપૂરના તેલને કોટન બોલની મદદથી અસરગ્રસ્ત જગ્યાએ લગાવો. તમે કપૂરને નારિયેળ તેલમાં મિક્સ કરીને પણ ઉપયોગ કરી શકશો.

પગમાં વાઢીયા-ચિરા પાડવા

વાઢીયા અને ચિરા જેવી સમસ્યાઓના નિવારણ માટે અડધા ટબ પાણીમાં કપૂરનું બે ચમચી તેલ નાખો. પગને 20 મિનિટ સુધી આ પાણીમાં ડુબાડીને રાખો.

વાળમાંથી ખોડો અને જૂ દૂર કરવા

વાળમાં ખોડા અથવા જૂની સમસ્યાથી પરેશન હોવ તો કપૂરના તેલ અથવા કપૂરને નારિયેળ તેલમાં મિશ્રિત કરીને ઉપયોગ કરો. આ મિશ્રણને આખી રાત વાળમાં લગાવી રાખો, સવારે શેમ્પૂથી ધોઈ નાખો.

શરીરને ઠંડક આપે છે

લૂ લાગી ગઈ હોય તો કપૂરના તેલ અથવા કપૂરનો ઉપયોગ કરી શકાય. કપૂરના તેલ અથવા નારિયેળ તેલમાં કપૂરને ભેળવો. આ શરીર ઉપર આ મિશ્રણનું મસાજ કરો. જેનથી શરીરને ઠંડક મળશે. બળતરા ઓછી થશે.

આ પણ વાંચો - માત્ર 50,000ના રોકાણથી શરૂ કરો ઓનલાઈન જાહેરતનો વ્યવસાય: કમાવી આપશે કરોડો રૂપિયા

દાઝી ગયેલાને રાહત આપે

રસોઈ કરતી વખતે અથવા અન્ય કોઈ કારણસર દાઝી જવાયું હોય તો કપૂરનું તેલ અથવા કપૂરને ચંદન પાવડર સાથે ભેળવી દો. આ મિશ્રણને દાઝેલી જગ્યાએ લગાવો. જેનાથી બળતરા ઓછી થશે. ઝડપથી સારું રહી જશે.

આવી રીતે બનાવો કપૂર

બજારમાં કપૂરનું તેલ તૈયાર મળે જ છે. પરંતુ જો તમે કપૂરનું તેલ ઘરે બનાવવા માંગતા હોવ તો, 50 ગ્રામ કપૂરને 100 ગ્રામ હૂંફાળા નાળીયેર તેલમાં આખી રાત કોઈ બોટલમાં રાખી મુકો. સવારે કપૂર પૂરેપૂરું તેલમાં ઓગળી જાય એટલે બોટલને હલાવો. જેથી બંને વસ્તુઓ એકબીજામાં સારી રીતે ભળી જશે. અંતે કપૂરનું તેલ તૈયાર થઈ જશે.

(Disclaimer: આ લેખમાં અપાયેલી જાણકારી અને સૂચના સામાન્ય માન્યતા ઉપર આધારિત છે. News18 તેની પુષ્ટિ કરતું નથી. અમલ કરતા પહેલા નિષ્ણાંતનો સંપર્ક કરવો)
Published by:News18 Gujarati
First published:April 10, 2021, 20:55 pm

ટૉપ ન્યૂઝ