Home /News /lifestyle /

જો રાત્રે સૂતા પહેલા બ્રશ નહીં કરો તો થઈ શકે છે આ 5 ગંભીર નુકસાન

જો રાત્રે સૂતા પહેલા બ્રશ નહીં કરો તો થઈ શકે છે આ 5 ગંભીર નુકસાન

જો રાત્રે સૂતા પહેલા બ્રશ નહીં કરો તો થઈ શકે છે આટલા નુકસાન

Benefits of brushing before bed: રાત્રિભોજન પછી, જો તમે બ્રશ કર્યા વિના સૂઈ જાઓ છો, તો ખોરાકનો કેટલોક ભાગ દાંતમાં ચોંટી જાય છે, જેના કારણે દાંતમાં સડો થાય છે. ચાલો જાણીએ કે શા માટે દિવસમાં બે વાર બ્રશ ન કરવાથી શ્હુ જોખમ થઈ શકે છે.

વધુ જુઓ ...
    સવારથી લઈને રાત સુધી એમ સમગ્ર દિવસ આપણે કઈકને કઈક ખાતા-પિતા રહેતા હોઈએ છીએ જેના નાના-નાના અંશો દાંતમાં ફસાઈ જતાં હોય છે. જો તે આખી રાત દાંતમાં હાજર રહે છે તો દાંત,પેઢા અને મોંને લાગતી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. જેથી આજે અમે આપને એ જણાવીશું કે જો રાત્રે સૂતા પહેલા બ્રશ નથી કરતાં તો શું નુકસાન થઈ શકી છે.

    આપણાં માંથી મોટાભાગના લોકો સવારે ઉઠ્યા પછી જ બ્રશ કરતક હોય છે પરંતુ રાત્રે સૂતા પહેલા નહીં. આ સારી આદત નથી કારણ કે દાંતમાં સડો થવાની સૌથી વધુ સંભાવના રાત્રે હોય છે. રાત્રિભોજન પછી, જો તમે બ્રશ કર્યા વિના સૂઈ જાઓ છો, તો ખોરાકનો કેટલોક ભાગ દાંતમાં ચોંટી જાય છે, જેના કારણે દાંતમાં સડો થાય છે. ચાલો જાણીએ કે શા માટે દિવસમાં બે વાર બ્રશ ન કરવાથી શ્હુ જોખમ થઈ શકે છે.

    આ પણ વાંચો: પાણીમાં દૂધ મેળવીને સ્નાન કરવાથી ચમકી ઉઠશે ત્વચા, અન્ય ફાયદા જાણવા વાંચો અહી

    પેઢાની સમસ્યા


    બહુ ઓછા લોકો જાણે છે કે દિવસમાં બે વાર બ્રશ કરવાથી દાંત અને પેઢાને લગતી ઘણી બીમારીઓ ફેલાવાનું જોખમ ઘટી જાય છે. જ્યારે તમે રાત્રે બ્રશ નથી કરતા, ત્યારે દાંત પર ટાર્ટાર જમા થાય છે, જેના કારણે પેઢામાંથી લોહી નીકળવાની સમસ્યા થાય છે.

    કેવિટીથી રાહત


    રાત્રે બ્રશ કરવાથી દાંતમાં કેવિટીની સમસ્યાથી ઘણી હદ સુધી છુટકારો મળી શકે છે. રાત્રે બ્રશ કરવાથી દાંત પર બેક્ટેરિયા જમા થતા અટકાવે છે, જેનાથી કેવિટીઝનું જોખમ ઓછું થાય છે. જેથી રાત્રે બ્રશ કરવાનું ક્યારેય ચૂકવું ન જોઈએ.

    શ્વાસની દુર્ગંધ


    રાત્રે બ્રશ ન કરવાને કારણે મોંમાં ફસાયેલી ખાદ્ય સામગ્રી આખી રાત સડી જાય છે, જેના કારણે સવારે ઉઠીને મોઢામાંથી તીવ્ર દુર્ગંધ આવવા લાગે છે. આ દુર્ગંધથી બચવા માટે, દરરોજ રાત્રે બ્રશ કરવું જરૂરી છે.

    હ્રદય માટે ફાયદાકારક


    કદાચ તમને એ જાણીને પણ નવાઈ લાગશે કે મોઢાની સફાઈથી તમારું હૃદય પણ સ્વસ્થ રહે છે. ટાર્ટાર અને પ્લેકની રચના માટે જવાબદાર બેક્ટેરિયા લોહીની મદદથી ધમનીઓમાં પહોંચે છે અને ત્યાં લોહીના ગંઠાવાનું શરૂ કરે છે. જેના કારણે વધુ આંતરિક રક્તસ્રાવ શરૂ થાય છે અને કાર્ડિયોવેસ્ક્યુલર રોગોનું જોખમ વધે છે.

    આ પણ વાંચો: શું તમે પણ નાશ્તામાં લો છો આ ફૂડ આઇટમ્સ? સાવધાન! ફાયદાની જગ્યાએ થઈ શકે છે નુકસાન

    વજન ઘટાડવામાં મદદરૂપ


    રાત્રે બ્રશ કરવાથી તમે સંપૂર્ણ તાજગી અનુભવો છો અને તેના કારણે તમને મોડી રાત્રે ભૂખ પણ ઓછી લાગે છે. તેથી, જો તમે તમારું વજન ઘટાડવાનું વિચારી રહ્યા છો, તો તે તમારા માટે પણ ફાયદાકારક છે.
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Lifestyle, આરોગ્ય

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन