Home /News /lifestyle /Health Tips: દૂધમાં મિક્સ કરીને પીવો આ મસાલો, થશે આ 5 સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ

Health Tips: દૂધમાં મિક્સ કરીને પીવો આ મસાલો, થશે આ 5 સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ

રસોડાના મસાલાઓ અનેક રોગોને દૂર કરવા માટે ખૂબ ઉપયગી છે.

આ મસાલામાં એન્ટિમાઇક્રોબાયલ, એન્ટિઇન્ફ્લેમેટરી, એન્ટિઓબેસિટી અને એન્ટિબેક્ટેરિયલ જેવા ઘણા ગુણધર્મો છે. આ કારણે કાળા મરી અનેક રોગો સામે લડવામાં તમારા શરીરને સક્ષમ બનાવે છે. જો તમે આ મસાલાને દૂધમાં મિક્સ કરીને પીશો તો રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે. તો ચાલો જાણીએ કે તે કઈ બીમારીઓ સામે લડવામાં સક્ષમ છે.

વધુ જુઓ ...
Health Tips: આયુર્વેદ અનુસાર, ભારતીય રસોડામાં ઉપલબ્ધ દરેક વસ્તુઓ દવાઓનો ખજાનો છે. ઘરમાં રાખેલ રસોડાના મસાલાઓ અનેક રોગોને દૂર કરવા માટે ખૂબ ઉપયગી છે. અમુક મસાલાઓનું નિયમિત સેવન કરવાથી સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક થઈ શકે છે. કાળા મરી આ જ મસાલાઓમાંથી એક છે. આ કદાચ તમને સાંભળવામાં અજીબ લાગશે, પરંતુ કાળા મરી ઘણા ઔષધીય ગુણોથી ભરપૂર છે. તેનો દેખાવ જેટલો નાનો છે, તેટલા જ વધુ તેના ગુણો છે.

આ મસાલામાં એન્ટિમાઇક્રોબાયલ, એન્ટિઇન્ફ્લેમેટરી, એન્ટિઓબેસિટી અને એન્ટિબેક્ટેરિયલ જેવા ઘણા ગુણધર્મો છે. આ કારણે કાળા મરી અનેક રોગો સામે લડવામાં તમારા શરીરને સક્ષમ બનાવે છે. જો તમે આ મસાલાને દૂધમાં મિક્સ કરીને પીશો તો રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે. તો ચાલો જાણીએ કે તે કઈ બીમારીઓ સામે લડવામાં સક્ષમ છે.

આ પણ વાંચો: Hair Care: એલોવેરા ભીના વાળમાં લગાવવાથી ફાયદો થશે કે સૂકા? આ છે ઉપયોગ કરવાની પરફેક્ટ રીત

દૂધમાં કાળા મરી નાંખીને પીવાના ફાયદાઓ


હાર્ટ માટે છે ફાયદાકારક


કાળા મરીના ફાયદાઓની યાદી ઘણી લાંબી છે. આ મસાલાને દૂધમાં ભેળવીને પીવાથી હૃદય સંબંધી સમસ્યાઓ દૂર થાય છે. તેનું નિયમિત સેવન કરવાથી શરીરનું લોહી પણ શુદ્ધ બને છે. જે તમને હાર્ટ સબંધિત અનેક બીમારીઓથી બચાવે છે અને તમને હેલ્થી લાઇફ જીવવાનો આનંદ આપે છે.

રોગપ્રતિકારક શક્તિમાં કરશે વધારો


દૂધ અને કાળા મરી બંને ઔષધીય ગુણોથી ભરપૂર છે. દૂધમાં કેલ્શિયમ પ્રોટીન, વિટામિન B2, B12, વિટામિન D, ઝીંક, પોટેશિયમ, ફોસ્ફરસ અને ઘણા સૂક્ષ્મ પોષકતત્વો રહેલા છે. જો તમે દૂધમાં કાળા મરી મિક્સ કરીને પીશો તો રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે. આ સાથે અનેક પ્રકારના વાઈરસ વગેરેથી પણ તમને બચાવશે.

વજન ઓછું કરવામાં મદદરૂપ


વજન ઘટાડવામાં દૂધ અને કાળા મરી ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. તમને જણાવી દઈએ કે કાળા મરીનું સેવન કરવાથી શરીરમાં જમા થયેલી ચરબી સરળતાથી ઓછી થઈ જાય છે. જો કે, આ માટે તમને માત્ર ઓછાં ફેટવાળું દૂધ ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે.

આ પણ વાંચો: Hair Fall Tips: શિકાકાઇ સાથે આ 3 વસ્તુ મિક્સ કરીને લગાવો, મજબૂત અને કાળા થશે વાળ

હાડકાં મજબૂત થશે


હાડકાંને મજબૂત બનાવવા માટે દૂધ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. કારણ કે તેમાં રહેલું કેલ્શિયમ હાડકાંને મજબૂત કરવાનું કામ કરે છે. જો તમે દૂધમાં કાળા મરી નાંખીને પીશો તો હાડકાને બમણી તાકાત મળશે. સાંધાના દુ:ખાવામાં પણ રાહત આપે છે. આ ઉપરાંત તમારા શરીરમાં જો કેલશિયમની ખામી હોય તો દૂધનું સેવન તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઇ શકે છે.


શરદી અને ઉધરસમાં મળશે રાહત


દૂધ સાથે કાળા મરીનું સેવન કરવાથી શરદી અને ખાંસીમાં રાહત થાય છે. હાલ એકસાથે બે ઋતુનો અનુભવ થવાથી આવી સમસ્યાઓ થવી સામાન્ય વાત છે. આવી સ્થિતિમાં દૂધમાં કાળા મરી મિક્સ કરીને પીવાથી આવી સમસ્યાઓનો સામનો કરવામાં તમારું શરીર સક્ષમ થઈ શકે છે.
First published:

Tags: Food for health, Health care tips, Health Tips, Life18, Milk