Home /News /lifestyle /Beauty Tips: ત્વચાને વધારે નિખારવા આ રીતે કરો બદામનો ઉપયોગ, ખીલી ઉઠશે ચહેરો
Beauty Tips: ત્વચાને વધારે નિખારવા આ રીતે કરો બદામનો ઉપયોગ, ખીલી ઉઠશે ચહેરો
બદામ વધારશે ચહેરાની સુંદરતા
Almonds for Beauty: બદામ એન્ટિ-ઓક્સિડન્ટ્સ અને વિટામિન્સનો સમૃદ્ધ સ્રોત છે, જે તમારી ત્વચાને નરમ બનાવે છે અને પોષણ આપે છે. બદામ એક ઉત્તમ એક્સ્ફોલિએટર છે અને ત્વચાની અશુદ્ધિઓથી છુટકારો અપાવે છે. બદામના તેલની માલિશથી સ્ટ્રેચ માર્ક્સમાંથી છૂટકારો મળે છે.
બદામ (Almond) વિવિધ પોષકતત્વોનો સ્ત્રોત છે. બદામમાં ભરપૂર માત્રામાં ફાઈબર, પ્રોટીન અને મિનરલ્સ જેવા કે મેગ્નેશિયમ, કેલ્શિયમ, ઝિંક વગેરે ભરપૂર માત્રામાં હોય છે. બદામમાં વિટામિન -ઇ (Vitamin-E) હોય છે, જે એક શ્રેષ્ઠ એન્ટિઓક્સિડન્ટ છે. બદામ સ્વાસ્થ્ય (Almond for Health) માટે ખૂબ ફાયદાકારક છે. કેલેરી વધુ હોવા છતા જ્યારે વજન ઘટાડવા (Weight Loss)ની વાત આવે છે, ત્યારે પણ તે અસરકારક છે. તેમાં સારી માત્રામાં ફાઇબર હોય છે જે ભૂખને ઓછી કરે છે. તે મેટાબોલિક રેટમાં પણ સુધારો કરે છે. તે મગજ અને હૃદયની તંદુરસ્તીને પણ સુધારે છે. બદામ આંખોના સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ છે. ત્વચા માટે બદામના કેટલાક ફાયદા (Benefits of Almond) અહીં આપવામાં આવ્યા છે:
- બદામ એન્ટિ-ઓક્સિડન્ટ્સ અને વિટામિન્સનો સમૃદ્ધ સ્રોત છે, જે તમારી ત્વચાને નરમ બનાવે છે અને પોષણ આપે છે. બદામ એક ઉત્તમ એક્સ્ફોલિએટર છે અને ત્વચાની અશુદ્ધિઓથી છુટકારો અપાવે છે. બદામના તેલની માલિશથી સ્ટ્રેચ માર્ક્સમાંથી છૂટકારો મળે છે.
- વિટામિન-ઇ બદામમાં ભરપૂર માત્રામાં હોવાથી તે સ્કિનને નરમ બનાવે છે. બદામ એક એન્ટી-એજીંગ બ્યુટી સિક્રેટ છે.
- બદામનું તેલ અને બદામનું દૂધ તમામ કેમિકલ યુક્ત મેક-અપ રિમૂવરનો શ્રેષ્ઠ વિકલ્પ છે. આ સિવાય દાઝ, ફોલ્લીઓ અથવા બળતરા દૂર કરવા પણ તેનો ઉપયોગ કરી શકાય છે.
- એક અભ્યાસ મુજબ, દરરોજ બદામનું સેવન કરવાથી ચહેરાની કરચલીઓ અને ત્વચાના પિગ્મેન્ટેશનની સંભાવનાને ઘટાડે છે. દરરોજ બદામના સેવનથી તમારા ચહેરા પરની કરચલીઓ દૂર થાય છે.
ત્વચા માટે કઇ રીતે કરશો બદામનો ઉપયોગ
- બદામનું તેલ
બદામનું તેલ તમારી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે, તે કાળા ડાઘ દૂર કરવામાં મદદ કરે છે. તે ત્વચાને અંદરથી કાયાકલ્પ કરવામાં મદદ કરે છે અને ચમકદાર બનાવે છે. તે મોઇશ્ચરાઇઝેશન પ્રદાન કરે છે. જે ત્વચાને ભરાવદાર બનાવે છે. ગરમ બદામના તેલનો ઉપયોગ તમારા શરીરની માલિશ કરવા માટે પણ કરી શકાય છે. તે એન્ટી-એજીંગ તરીકે કામ કરશે.
બદામનું સ્ક્રબ/ ફેસપેક
તમે બદામનું ફેસપેક અથવા સ્ક્રબનો પણ ઉપયોગ કરી શકો છો. તેમાં નેચરલ ઓઇલનો ઉપયોગ કરવામાં આવે છે. રેગ્યુલર સ્ક્રબ કરવાથી ચહેરા પરના સ્ટ્રેચ માર્ક્સ દૂર થશે.
તમે બદામનું મોઇશ્ચરાઇઝર તમારી સ્કીન પર લગાવી શકો છો. ખાસ કરીને જ્યારે તમારી સ્કીન ડ્રાય હોય. એક ટી. સ્પૂન એલોવેરા જેલ, 10 ટીપા બદામનું તેલ, 1 ટી. સ્પૂન ગ્લિસરીનને સારી રીતે મિક્સ કરીને ઉપયોગમાં લઇ શકો છો. આ મિશ્રણને 15 દિવસ ફ્રીજમાં સ્ટોર કરી શકો છો.
બદામનું સેવન અને તેને દિનચર્યામાં સામેલ કરવી બંને ત્વચાની સમસ્યામાં તમને ઘણી રીતે મદદરૂપ થઇ શકે છે. જેમની સ્કિન ડ્રાય છે તેઓ ખાસ બદામનો ઉપયોગ કરી શકે છે. ઓઇલી સ્કિન ધરાવતા લોકો માટે ગ્રાઉન્ડેડ બદામનો સીધો ઉપયોગ કરવો યોગ્ય નથી. તેથી તેને એન્ટિ માઇક્રોબાયલ ઇન્ગ્રીડિયન્ટ જેમ કે ટી ટ્રી ઓઇલ સાથે ઉપયોગમાં લેવી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર