ડિલીવરી બાદ પીવો અજમાનું પાણી, એક નહીં અનેક ફાયદાઓ થશે

અજમાના પાણીના ફાયદા

પ્રેગ્નેન્સી (Pregnancy) દરમિયાન અને ડિલીવરી (Delivery) બાદ મહીલાઓના શરીરમાં ઘણા બદલાવો આવે છે. જેના કારણે તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે

  • Share this:
Health News: પ્રેગ્નેન્સી (Pregnancy) દરમિયાન અને ડિલીવરી (Delivery) બાદ મહીલાઓના શરીરમાં ઘણા બદલાવો આવે છે. જેના કારણે તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેથી ડિલવરી બાદ પણ તેમના સ્વાસ્થ્ય (Health)નું ધ્યાન રાખવું ખૂબ જરૂરી બને છે. તેમની આ સમસ્યાઓ દૂર કરવા માટે તમે અજમાના પાણીની મદદ લઇ શકો છો. હકીકતમાં અજમાના પાણીમાં પ્રચૂર પ્રમાણમાં એન્ટી-ઓક્સિડેન્ટ તત્વ રહેલા હોય છે, જે તેમની ઘણી સમસ્યાઓને ઓછી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આવો જાણીએ ડિલીવરી બાદ અજમાના પાણી પીવાના ફાયદાઓ વિશે.

ગેસ-અપચાથી મળશે રાહત

ડિલીવરી બાદ ઘણી વખત મહિલાઓને ગેસ અને અપચા જેવી પેટની સમસ્યાઓ રહે છે. આ સમસ્યાઓ દૂર કરવામાં તમે અજમાના પાણીનું સેવન કરી શકો છો. તે પેટનો દુ:ખાવો, અપચો અને કબજીયાત જેવી સમસ્યાઓમાં પણ આરામ આપે છે. આ સાથે જ પેટની સફાઇ અને શરીરને ગરમી આપવાનું કામ પણ અજમાનું પાણી કરે છે.

વજન કંટ્રોલમાં રાખશે

ડિલીવરી બાદ મોટાભાગની મહિલાઓનો વજન ખૂબ વધી જાય છે. જેને ઓછો કરવા માટે તેમને ઘણી મહેનત કરવી પડે છે. અજમાનું પાણી વજન ઘટાડવામાં ખૂબ મદદરૂપ બને છે. તેના સેવનથી મેટાબોલિઝમ પણ મજબૂત બને છે.

શરીરના દુ:ખાવામાં આપશે રાહત

ડિલીવરી બાદ મહિલાઓને શરીરનો દુ:ખાવો અને શરીરમાં તૂટવા થવા જેવી પરેશાનીઓ થાય છે. આ સમસ્યામાંથી છૂટકારો મેળવવામાં પણ અજમાનું પાણી ખૂબ મદદ કરે છે. તેના સેવનથી શરીરના દુ:ખાવામાંથી છૂટકારો મળે છે.

ડિલીવરી બાદ પીરિયડ્સમાં મળશે આરામ

ડિલીવરી બાદ ઘણા મહીનાઓ બાદ મહિલાઓને પીરિયડ આવે છે. આ દરમિયાન મહિલાઓને કમર અને પેટની નીચેના ભાગમાં ખૂબ દુ:ખાવો થાય છે. આ સમસ્યાથી રાહત મેળવવામાં પણ અજમાનું પાણી ખૂબ મદદરૂપ બને છે.

આ રીતે તૈયાર કરો અજમાનું પાણી

અજમાનું પાણી બનાવવા માટે તમે બે ગ્લાસ પાણીને કોઇ વાસણમાં ઉકાળવા માટે રાખી દો. ત્યાર બાદ એક મોટી ચમચી અજમો આ પાણીમાં નાખીને આ પાણીને 5 મિનિટ સુધી ઉકળવા દો. ત્યાર બાદ આ પાણીને એક વાસણમાં ગાળી લો અને અજમાને કાઢી નાખો. થોડું ઠંડુ થાય એટલે થોડા થોડા સમયે પીવો.
Published by:kiran mehta
First published: