ત્વચા અને વાળ માટે પણ ઉત્તમ છે સંચળ, અત્યારે જ જાણી લો તેના અન્ય પ્રયોગો

News18 Gujarati
Updated: May 20, 2020, 3:58 PM IST
ત્વચા અને વાળ માટે પણ ઉત્તમ છે સંચળ, અત્યારે જ જાણી લો તેના અન્ય પ્રયોગો
આપણે ત્યાં ખાસ કરીને ચટણી, દહીં, અથાણાં, સલાડ અને અમુક ફળોમાં તેને ભભરાવીને વાપરવામાં આવે છે

આપણે ત્યાં ખાસ કરીને ચટણી, દહીં, અથાણાં, સલાડ અને અમુક ફળોમાં તેને ભભરાવીને વાપરવામાં આવે છે

  • Share this:
મોટાભાગનાં લોકો સંચળનો એક જ ઉપાય જાણતા હોઇએ છીએ તે છે સ્વાદનો. ઘણાં લોકો તેને કાળા મીઠા તરીકે પણ ઓળખે છે. સંચળ આપણા સ્વાસ્થ્ય માટે ઘણું જ ઉપયોગી છે. આયુર્વેદમાં સંચળને ઠંડક આપતું માનવામાં આવે છે. આપણે ત્યાં ખાસ કરીને ચટણી, દહીં, અથાણાં, સલાડ અને અમુક ફળોમાં તેને ભભરાવીને વાપરવામાં આવે છે. સંચળમાં મુખ્યત્વે સોડિયમ ક્લોરાઇડ હોય છે. એ સિવાય તેમાં સોડિયમ સલ્ફેટ, આયર્ન સલ્ફાઇ, હાઇડ્રોજન સલ્ફાઇડ વગેરેની થોડી માત્રા પણ હોય છે. સોડિયમ ક્લોરાઇડને કારણે જ તેનો સ્વાદ નમકીન બને છે. આયર્ન સલ્ફાઇડને કારણે તેનો રંગ ઘેરો બને છે અને તમામ સલ્ફર ક્ષાર તેના વિશિષ્ટ સ્વાદ અને ગંધ માટે જવાબદાર છે

  • તેનાથી કબજિયાત દૂર થાય છે.


  • આ ઉપરાંત છાતીમાં બળતરા, ગેસ, એસિડિટી તેમજ આંખે ઓછું દેખાતું હોય તેવી વ્યક્તિઓ માટે તેને ફાયદાકારક ગણવામાં આવે છે.

  • ખાસ કરીને આંતરડાંના રોગોને દૂર કરે છે અને આંખોની રોશની વધારે છે, પરંતુ તેમાં આવેલું સલ્ફર આંતરડાંને વધુ સ્ટિમ્યુલેટ કરીને વધુ ચલાવે છે. માટે લાંબેગાળે આંતરડાં ઢીલાં પડી શકે છે, એટલે મીઠાની માફક કાળા મીઠાની પણ માત્રા ઓછી હોવી જરૂરી છે.

  • નવશેકા પાણીમાં સંચળ નાખીને નહાવાથી ચામડીના રોગો દૂર થાય છે. ખાસ કરીને વાઢિયા પડયા હોય, પગમાં ઈજા થઈ હોય, સોજા આવ્યા હોય તો
  • સંચળના પાણીથી શેક કરી શકાય છે.

  • સંચળને થોડા પ્રમાણમાં ખોરાકમાં લેવાથી વાળનો ગ્રોથ વધે છે અને ખરતા વાળ ઓછા થાય છે.

  • સંચળનું પાણી પીવાથી વધતુ વજવ કંટ્રોલમાં આવે છે. વજન વધતું અટકાવવા માટે ઉત્તમ ઉપાય છે

  • તેમાં રહેલું સલ્ફર ત્વચા સાફ અને કોમળ બનાવે છે. આ પાણીથી અકિજ્મા અને રેશની સમસ્યાને દૂર કરે છે.


આ પણ વાંચો - જાણો કેવા અકસીર ઉપાયોથી વાળને સફેદ થતા અને ખરતા અટકાવાય છે?

આ પણ જુઓ - 
First published: May 20, 2020, 3:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading