લગ્ન પહેલા છોકરી ગર્ભવતી તો ચરિત્રહીન, તો પછી પુરૂષ શું?

નેહા ધૂપિયા (ફાઈલ ફોટો)

કોઈ મહિલા લગ્ન પહેલા ગર્ભવતી થઈ જાય તો, લોકો પુરૂષને કઈં નથી કહેતા, જ્યારે બધો દોષનો પોટલો મહિલા પર જ થોપી દે છે.

 • Share this:
  સાત મેના રોજ સોનમ કપૂરની બિગ ફેટ પંજાબી વેડિંગ લોકોને યાદ હશે. તેના બે દિવસ બાદ જ નેહા ધૂપિયાએ ઈંસ્ટાગ્રામ પર અંગદ બેદી સાથે લગ્નના ફોટા શેર કર્યા, તો લોકોને પહેલી વખતમાં વિશ્વાસ જ ન થયો. સેલિબ્રિટીના લગ્ન અને તે પણ આટલા શાંત અને સરળ રીતે. સોનમ કપૂરના લગ્ન ધામ ધૂમથી થયા, તો ત્યારબાદ તૂરંત નેહા ધૂપિયાના 10મેના રોજ લગ્ન શાંત માહોલમાં થઈ ગયા. 25 ઓગષ્ટે નેહાએ પોતાની ગર્ભવતીની તસવીર ઈંસ્ટાગ્રામ પર મુકી તમામ લોકોને આશ્ચર્યમાં નાખી દીધા. નેહાએ લખ્યું કે, એક નવી શરૂઆત... #અમેત્રણ એક બાજુ લોકો શુભેચ્છા પાઠવતા હતા તો બીજી બાજુ લોકો કહેતા હતા કે, આટલી લગ્નની ઉતાવળનું કારણ લગ્ન પહેલા ગર્ભવતી બનવાના કારણે કરવામાં આવી.

  એક મહિલાએ જણાવ્યું કે, કોઈ છોકરી લગ્ન પહેલા મા બને છે અથવા લગ્ન બાદ , તેનો મતલબ એ હોય છે કે, તેને બાળકની જવાબદારી ઉઠાવતા આવડતી હોવી જોઈએ. તેણે પ્રશ્ન કર્યો કે, આ પ્રશ્ન માત્ર મહિલાઓને કેમ પુછવામાં આવે છે, આના માટે પુરૂષ પણ જવાબદાર હોય છે. અને પુરૂષને પણ પ્રશ્ન પુછવા જોઈએ, જે એક મહિલાને પુછવામાં આવે છે.

  મોટાભાગના લોકો લગ્ન પહેલા ગર્ભવતીને સમાજ, સંસ્કાર અને સંસ્કૃતિ વિરુદ્ધ જણાવે છે, લોકો એ પણ કહે છે કે આ પોતાની પસંદ-નાપંસંદની વાત છે. અફતાબ આલમ લખે છે કે, જવાબદારી તો પુરૂષ-મહિલા બંનેની છે, પરંતુ આ ચલણ વધે તો તે સમાજ માટે સારૂ ન કહેવાય. લગ્ન બેઈમાની થઈ જશે.

  આ ચર્ચાનો મુદ્દો
  જોકે એ મોટો વર્ગ એવું પણ માને છે કે આ એક ચર્ચાનો મુદ્દો છે અને આના માટે એક કે બે લાઈનમાં નિર્ણય ના આપી શકાય. આ સાથે મહિલાને ચરિત્રહીન કહેનારા પણ ઓછા નથી. મુકેશ લખે છે કે, લગ્ન એક જવાબદારી છે અને જે જવાબદારી ન ઉઠાવી શકે તેને બાળક પેદા કરવાનો કોઈ હક નથી. લોકોના વિચારોમાં ઘણું અંતર છે, પરંતુ એક મોટો વર્ગ એવું માને છે કે, લગ્ન પહેલા ગર્ભવતી બનવું ખોટું છે.

  મહિલાઓ માટે કામ કરતા લોકોના મનની વાત
  જપલીન કહે છે કે, છોકરી લગ્ન પહેલા ગર્ભવતી બને તો લોકોને આ ખોટુ લાગે છે. આજે પમ સમાજ વિચારે છે કે એક મહિલાની સેક્સ્યુલિટી નક્કી કરવાની જવાબદારી તેમની છે અને તેજ નક્કી કરશે.

  ફિરદોસ માને છે કે, આ પૂરી રીતે મહિલા પર નિર્ભર હોવું જોઈએ કે, ક્યારે તે મા બનવા માંગે છે, પરંતુ તે એ વાતની પણ ના પાડી ન શકે કે, કોઈ મહિલા લગ્ન પહેલા ગર્ભવતી થઈ જાય તો, લોકો પુરૂષને કઈં નથી કહેતા, જ્યારે બધો દોષનો પોટલો મહિલા પર જ થોપી દે છે. જે ખોટુ કહેવાય.
  First published: