નવા ઘરમાં પ્રવેશની પૂજા દરમિયાન, ભૂલથી પણ ન કરશો આ ભૂલ

News18 Gujarati
Updated: May 25, 2019, 6:55 PM IST
નવા ઘરમાં પ્રવેશની પૂજા દરમિયાન, ભૂલથી પણ ન કરશો આ ભૂલ
નવા ઘરમાં પ્રવેશ કરતા પહેલા ધ્યાનમાં રાખો આ વાત, યાદ રાખો આ ભૂલ અશુભ હશે!  

નવા ઘરમાં પ્રવેશ કરતા પહેલા ધ્યાનમાં રાખો આ વાત, યાદ રાખો આ ભૂલ અશુભ હશે!  

  • Share this:
નવા ઘરમાં ગૃહ પ્રવેશ પૂજા કરવા માટે કોઈ પણ વ્યક્તિ માટે ખૂબ આનંદ અને ઉત્સાહનો વિષય છે. ઘરમાં પ્રવેશ કરતી વખતે ઘરને લઈને ઘણા પ્રકારની વાતો થાય છે. જો ઘર તમારા માટે લકી છે તો ચોક્કસથી તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ, સિદ્ધિ અને સંપત્તિ આવશે. નવું ઘર તમારા માટે શુભ ફળ આપનાર બને તે માટે ગૃહ પ્રવેશ દરમિયાન અમુક બાબતોની કાળજી લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાલો જાણીએ કે ગૃહ પ્રવેશના દિવસે શું કરવું તમારા માટે શુભ રહેશે.

નવા ઘરમાં પ્રવેશતાં પહેલાં એક જાણકાર વિદ્વાન પાસે એક નિશ્ચિત તારીખ અને મુરત જાણી લો, અને સમય પર જ ગૃહ પ્રવેશની પૂજા કરાવી નવા ઘરમાં રહેવાનું શરૂ કરો.

વિદ્વાનો અનુસાર ગૃહ પ્રવેશ માટે માહ, વૈશાખ, જેઠ અને ફાગણ માસને સૌથી શુભ મહિના ગણવામાં આવે છે. આ મહિનાઓમાં ઘરે પ્રવેશ કરવાથી જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સફળતા રહે છે. અષાઢ, ભાદરવો, આસો, પોષ અને શ્રાવણ મહિનામાં ગૃહ પ્રવેશ ન કરવો. આ મહિનામાં સારું કામ પ્રતિબંધિત છે.

ગૃહ પ્રવેશ પહેલા તે દિવસે કયો વાર આવે છે તેની નોંધ લો. ખરેખર, શનિવાર, રવિવાર અને મંગળવાર માટે ગૃહ પ્રવેશ તે સારું માનવામાં નથી આવતું. અઠવાડિયાના કોઈ બીજા દિવસે ગૃહ પ્રવેશ કરી શકાય છે.

ગૃહ પ્રવેશની પૂજા કરાવતા સમયે હવનની સામગ્રી પહેલાથી જ જમા કરાવી લો, નહીંતર એન્ડ ટાઈમ પર મહત્વની ચીજો છૂટી શકે છે. પૂજા માટે માટી કે તાંબાનો કલશ, પાણીવાળું સૂકું નારિયેળ, દીવો, ધૂપ, અગરબત્તી, રૂની વાટો, ફળ, ફૂલ, અક્ષત, મિઠાઈ, કલાવા, હળદર, ધૂપ, અશોકના પાન, ગોળ, ચોખા, દૂધ, પંચામૃત વગેરે તૈયાર રાખશો.

ગૃહ પ્રવેશ પહેલાં ઘરના મુખ્ય દરવાજા પર અશોક અથવા આંબાના પાન અથવા ગલગોટાના બનાવેવું તોરણ લગાવો. આંગણે સરસ રંગોળી પણ બનાવી શકાય છે.
First published: May 25, 2019, 12:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading