Home /News /lifestyle /

ઉનાળામાં વોટર પાર્કમાં જતાં પહેલા આ બાબતોનું ધ્યાન રાખો, જાણો શું કરશો શું નહીં ? 

ઉનાળામાં વોટર પાર્કમાં જતાં પહેલા આ બાબતોનું ધ્યાન રાખો, જાણો શું કરશો શું નહીં ? 

Things to Care in Water Park: ઉનાળાની ઋતુમાં, ઘણા લોકો રજાનો આનંદ માણવા વોટર પાર્ક (Water Park) માં જવાનું પસંદ કરે છે. અલબત્ત, ઉનાળાનો ભરપૂર આનંદ માણવા માટે વોટર પાર્ક શ્રેષ્ઠ વિકલ્પ છે, પરંતુ વોટર પાર્કમાં જતાં પહેલાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

Things to Care in Water Park: ઉનાળાની ઋતુમાં, ઘણા લોકો રજાનો આનંદ માણવા વોટર પાર્ક (Water Park) માં જવાનું પસંદ કરે છે. અલબત્ત, ઉનાળાનો ભરપૂર આનંદ માણવા માટે વોટર પાર્ક શ્રેષ્ઠ વિકલ્પ છે, પરંતુ વોટર પાર્કમાં જતાં પહેલાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

વધુ જુઓ ...
    Tips to follow if you are visiting water park:  ઉનાળાની ઋતુમાં ઘણા લોકો ગરમીથી રાહત મેળવવા માટે વોટર પાર્કમાં જવાનો પ્લાન બનાવે છે. આ દરમિયાન, તડકામાં લાંબા સમય સુધી પાણીમાં રહેવું તમારા અને તમારા નજીકના લોકો માટે નુકસાનકારક હોઈ શકે છે. તેથી વોટર પાર્કમાં જતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

    પરિવાર અને મિત્રો સાથે ઉનાળાની મજા માણવા માટે વોટર પાર્કથી વધુ સારી જગ્યા ભાગ્યે જ કોઈ હશે. જો કે વોટર પાર્કમાં કાળજી રાખવામાં આવે તો તેના કારણે આરોગ્યને પણ અસર થઈ શકે છે. આજે અમે તમને જણાવીએ છીએ કે વોટર પાર્કમાં જતા પહેલા કઈ ટિપ્સ ફોલો કરવી જરૂરી છે.

    આ પણ વાંચો: Nepal Traditional Food: જો તમે જાઓ છો નેપાળ, તો ચોક્કસથી ટ્રાય કરો આ 10 પારંપરિક ફૂડ

    સનસ્ક્રીન છે જરૂરી


    વોટર પાર્કમાં મોટાભાગના સ્વિમિંગ પુલ અને ફન એક્ટિવિટી  ખુલ્લી જગ્યાઓમાં થાય છે. જેના કારણે તમારું શરીર સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે છે. કલાકો સુધી તડકામાં રહેવાને કારણે તમારી ત્વચા પર ટેનિંગ અથવા સનબર્નની સમસ્યા થઈ શકે છે. તેથી, કલાકો સુધી તડકામાં રહેતા પહેલા સનસ્ક્રીન લગાવવાનું સુનિશ્ચિત કરો.

    આહાર પર ધ્યાન આપો


    વોટર પાર્કમાં મસ્તી વચ્ચે ખાવા-પીવાની અવગણના ન કરો. વોટર પાર્કમાં જતી વખતે, ઘરેથી હળવો નાસ્તો અને પાણીની બોટલો સાથે લેવાનું ભૂલશો નહીં. આ ઉપરાંત, નાના-નાના અંતરમાં કંઈક ખાવા-પીવાનું રાખો, જેથી શરીરનું એનર્જી લેવલ જળવાઈ રહે.

    નાસ્તો લો


    વોટર પાર્કમાં જતા પહેલા વધુ પડતું ખાવાનું ટાળો. વોટર પાર્કમાં પહોંચતા જ તમે પ્રવૃત્તિઓમાં વ્યસ્ત થઈ જાવ છો, પેટ ભરાઈ જવાને કારણે તમને ઉલ્ટી, પેટમાં દુખાવો અને એસિડિટીની સમસ્યા થઈ શકે છે. તેથી, વોટર પાર્કમાં જતાં પહેલાં, હળવો નાસ્તો કરીને ઘરેથી નીકળો અને પછી ખાવા માટે થોડો હળવો નાસ્તો સાથે રાખવાનું ભૂલશો નહીં.

    બીજાના ટુવાલથી દૂર રહો


    વોટર પાર્કની મજામાં ઘણી વખત લોકો મિત્રો કે નજીકના લોકોના ટુવાલનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ, આમ કરવાથી બચવું જોઈએ. જેના કારણે તમને ત્વચા અને ફંગલ ઈન્ફેક્શન થવાનો ડર રહે છે. તેથી પાર્કમાં ફક્ત તમારા પોતાના ટુવાલનો ઉપયોગ કરો.

    આ પણ વાંચો: Summer Travel Tips: ઉનાળાની રજાઓમાં ફરવા જવાનો છે પ્લાન! તો ટેન્શન ફ્રી વેકેશન માટે જુઓ આ ચેક લિસ્ટ

    બાળકોને સમજાવો


    વોટર પાર્કમાં જતા પહેલા બાળકોને સાથે રહેવાની સલાહ આપો. આ ઉપરાંત, તેમને તેમની ઉંમર અનુસાર સ્થળોએ જવાની મંજૂરી આપો. આ સિવાય વોટર પાર્કમાં મોજ-મસ્તી કરતી વખતે બાળકો પર નજર રાખો અને તેમને પોતાનાથી વધારે દૂર ન જવા દો
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Lifestyle

    આગામી સમાચાર