Home /News /lifestyle /

Weight loss drink: રાત્રે સૂતા પહેલા પીવો આ ડ્રિંક, માખણની જેમ ઓગળવા લાગશે ચરબી

Weight loss drink: રાત્રે સૂતા પહેલા પીવો આ ડ્રિંક, માખણની જેમ ઓગળવા લાગશે ચરબી

રાત્રે સૂતા પહેલા પીવો આ ડ્રિંક, માખણની જેમ ઓગળવા લાગશે ચરબી

Weight Loss Drink: મહિલાઓ વજન ઓછુ કરવાની કોશિશમાં પોતાની સૂવાની રીતને નજરઅંદાજ કરે છે. વજન ઓછુ કરવાની પ્રક્રિયા માટે સૂવાની રીત અભિન્ન અંગ છે. યોગ્ય રીતે ઊંઘ લેવામાં ના આવે તો બળતરા, ઈમોશનલ ઈટિંગ, ઈન્સ્યુલિનની સમસ્યા તથા વજન વધવા જેવી ગંભીર સમસ્યા થઈ શકે છે.

વધુ જુઓ ...
  Weight Loss Drink at Home for Night: વજન ઓછું કરવું એ મોટાભાગના લોકો માટે પડકારજનક બની ગયું છે. તો શું તમે ઝડપથી વજન ઓછું કરવા ઈચ્છો છો? આજે અહીંયા અમે તમને વજન ઓછું કરતા જબરદસ્ત નુસ્ખા વિશે જાણકારી આપી રહ્યા છે. તમે રાત્રે સૂતા પહેલા પોતાના શરીરની ચરબીને ઝડપથી ઓછી કરી શકો છો.

  મહિલાઓ વજન ઓછુ કરવાની કોશિશમાં પોતાની સૂવાની રીતને નજરઅંદાજ કરે છે. વજન ઓછુ કરવાની પ્રક્રિયા માટે સૂવાની રીત અભિન્ન અંગ છે. યોગ્ય રીતે ઊંઘ લેવામાં ના આવે તો બળતરા, ઈમોશનલ ઈટિંગ, ઈન્સ્યુલિનની સમસ્યા તથા વજન વધવા જેવી ગંભીર સમસ્યા થઈ શકે છે.

  જો તમે તમારું શરીર યોગ્ય આકારમાં લાવવાની કોશિશ કરી રહ્યા છો તો, યોગ્ય ઊંઘ લેવી જરૂરી છે. સૂતા પહેલા તમે શેનું સેવન કરો છો તે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. વજન ઓછું કરવાની પ્રક્રિયામાં તમામ બાબતો પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે.

  આ પણ વાંચો: દેશી પહેલવાનનું કેવું હોય છે ડાયટ અને કસરત, જાણો રોજ કેટલી કરે છે દંડ બેઠક?

  ચા અને કોફીનું સેવન કરવું યોગ્ય નથી. તેના કારણે ઊંઘની પેટર્નમાં સમસ્યા ઊભી થઈ શકે છે. કેટલીક ડ્રિંક્સ મસલ્સ બનાવવામાં મદદ કરે છે અને તમારા બ્લડ સુગર લેવલમાં સુધારો કરે છે, તથા સૂતા પહેલા ચરબી ઓગાળવામાં પણ મદદ કરે છે.

  આજે અમે તમને આવા તજના ડ્રિંક વિશે જાણકારી આપી રહ્યા છીએ. વજન ઓછું કરવા માટે આ ડ્રિંકને તમારી ડાયટમાં જરૂરથી સામેલ કરવી જોઈએ.

  તજના ફાયદા (Cinnamon Benefits)


  તજમાં આરોગ્ય માટે અનેક લાભદાયી ગુણો રહેલા છે. તજ એન્ટી ઓક્સિડેન્ટ અને એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર છે. તજમાં રહેલ પોલિફેનોલ્સ એન્ટી-ઓક્સિડેન્ટ તત્વ વ્યક્તિના બ્લડ પ્રેશરને કંટ્રોલ કરી તેને હૃદયની બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે. વજન ઓછું કરવા માટે તજ શ્રેષ્ઠ છે. તજ (Cinnamon)એક એવો મસાલો છે, જે તમારા ખોરાકમાં સુગંધ ઉમેરવાની સાથે સાથે તેનો સ્વાદ પણ વધારે છે.

  આ સુગંધિત મસાલો ચયાપચયને સુધારવામાં મદદ કરે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે. સૂતા સમયે તજનું ચા તરીકે સેવન કરવાથી મેટાબોલિઝમમાં ફાયદો થાય છે. આ ડ્રિંક એક ડેટોક્સ એજન્ટ તરીકે કામ કરે છે અને વજન ઓછું કરવાની પ્રક્રિયાને તેજ કરે છે. તમે આ ડ્રિંકનો ટેસ્ટ વધારવા માટે તેમાં અડધી ચમચી મધ નાખી શકો છો.

  વજન ઓછું કરવા માટે તજના પાણીનું સેવન કરી શકાય છે અને તે સ્વાદિષ્ટ પણ હોય છે. જેમાં મેટાબોલિઝમ બુસ્ટીંગ ગુણ હોય છે, જે બોડી ફેટને બર્ન કરવામાં મદદ કરે છે. ઉપરાંત બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને ભૂખ પર પણ કંટ્રોલ કરે છે.

  વજન ઓછું કરવા માટે લાભદાયી (Cinnamon for Weight Loss)


  ઘણા સમયથી તજના પાણીને વજન ઘટાડવા માટે સહાયક માનવામાં આવે છે. રિસર્ચ પરથી આ દાવાને સત્ય માનવામાં આવે છે. એક સ્ટડી પરથી જાણવા મળ્યું કે, તજનું સેવન કરવાથી શરીરમાં થર્મોજેનેસિસના ઉત્પાદનમાં 20% વૃદ્ધિ થાય છે. થર્મોજેનેસિસ શરીરમાં ગરમી ઉત્પન્ન કરવાનું કામ કરે છે, જેનાથી શરીરમાં સૌથી વધુ કેલરી બર્ન થાય છે.

  આ પણ વાંચો: જો તમે પણ કરો છો બ્રેકફાસ્ટમાં આ 4 ભૂલો તો વધી શકે છે બ્લડ શુગરની સમસ્યા

  તજથી ભૂખ ઓછી થાય છે, જે અનહેલ્ધી ભોજનને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. ઉપરાંત તજનું પાણી ફેટ અને કાર્બોહાઈડ્રેટના પાચનમાં મદદ કરે છે. જેનાથી શરીરમાં પોષકતત્વો ચરબી તરીકે જમા થતા નથી. હેલ્ધી ડાયટ અને કસરતની સાથે તજના પાણીનું સેવન કરવાથી વજન ઓછું થાય છે.

  વજન ઓછું કરવા તજનું પાણી બનાવવાની રીત (Cinnamon drink for Weight Loss)


  સામગ્રી

  પાણી- 1 કપ

  તજ પાઉડર- 1 ચમચી

  મધ- 1 ચમચી

  સંચળ પાઉડર- 1/4 નાની ચમચી

  લીંબુનો રસ- 1 નાની ચમચી

  રીત  • પાણી ઉકાળીને તેમાં તજનો પાઉડર નાખો

  • તેમાં સંચળ પાઉડર, મધ અને લીંબુનો રસ નાખીને યોગ્ય રીતે મિશ્ર કરી દો.

  • આ મિશ્રણને થોડી વાર સુધી ઉકળવા દો.

  • આ ડ્રિંક ગાળીને તેનું સેવન કરો


  તમે આ ડ્રિંકની મદદથી ઝડપથી વજન ઓછું કરી શકો છો. જો તમને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા છે, તો તમે આરોગ્ય નિષ્ણાંતની સલાહ લઈને આ ડ્રિંકને તમારી ડાયટમાં ઉમેરી શકો છો.
  First published:

  Tags: Lifestyle, Weight loss, આરોગ્ય

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन