ડુંગળી ખાતા પહેલા કરો આ કામ, તેના ફાયદા જાણી તમે હેરાન રહી જશો

ડુંગળી ખાવાથી થશે આ પ્રકાની ઈફેક્ટ

Onion For Health: ડુંગળી (Onion) તમને દરેક ઘરના રસોડામાં મળશે. ડુંગળીનો ઉપયોગ દરેક પ્રકારના ગ્રેવીવાળા શાકમાં થાય છે અને લોકો તેનું સલાડ (Salad) ખાવાનું પણ ખુબ જ પસંદ કરે છે.

 • Share this:
  Onion For Health: ડુંગળી (Onion) તમને દરેક ઘરના રસોડામાં મળશે. ડુંગળીનો ઉપયોગ દરેક પ્રકારના ગ્રેવીવાળા શાકમાં થાય છે અને લોકો તેનું સલાડ (Salad) ખાવાનું પણ ખુબ જ પસંદ કરે છે. આપણે ડુંગળીનો ઉપયોગ રોજબરોજ કરતા જ રહીએ છીએ. પરંતુ શું તમને ખબર છે ડુંગળી ઔષધીય ગુણોથી ભરપૂર છે. કેટલાક ગરમ પ્રદેશોમાં લૂથી બચવા માટે ડુંગળી ખાવાની સલાહ આપવામાં આવે છે.

  પરંતુ તમને ખબર છે કે ડુંગળીમાં જો વિનેગર (Vinegar) મેળવી ખાવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક માનવામાં આવે છે. વિનેગર વાળા ડુંગળીના સલાડનું સેવન મોટા ભાગે ભોજન સાથે કરવામાં આવે છે. વિનેગર વાળી ડુંગળીના સલાડનું સેવન પેટને આરામ આપે છે અને કબજિયાતની સમસ્યા દૂર થાય છે. તેને ઘરે બનાવવું ખૂબ જ સરળ છે. ચાલો જાણીએ કે ઘરે વિનેગરવાળી ડુંગળી કેવી રીતે બનાવવી અને તેના સેવનથી શરીરને કેવી રીતે ફાયદો થાય છે.

  વિનેગર વાળી ડુંગળીનું સલાડ બનાવવાની રીત

  ઘરે વિનેગર વાળી ડુંગળીનું સલાડ બનાવવા માટે સૌપ્રથમ નાની ડુંગળી લો. તેના ચપ્પુ વડે ચાર ટુકડા કરો. એનું ધ્યાન રાખજો કે ટુકડાને અલગ નથી કરવાની નહીં તો તે વિનેગરમાં ફેલાઈ જશે. ત્યાર બાદ એક કાચની બરણીમાં અડધો વાટકો વાઈટ વિનેગર અથવા 1 ચમચી એપલ સાઇડર વિનેગર અને પાણી મિક્સ કરો. ત્યાર બાદ તેમાં લીલા કે લાલ મરચા પણ ઉમેરી શકો છો. આટલું કર્યા પછી સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બરણીનું ઢાંકણ ઢાંકી તેને એકસાથે બરાબર હલાવો. ત્યારબાદ બરણીને ઓરડાના તાપમાને 3થી 4 દિવસ સુધી મૂકી રાખો. અને તેને થોડા થોડા સમયે વચ્ચે વચ્ચે હલાવતા રહો. તેને 4 દિવસ પછી ફ્રિજમાં મૂકી દો. જયારે ડુંગળી લાલ રંગની થઇ જાય તો તે ખાવા લાયક થઇ જાય છે.

  વિનેગર વાળી ડુંગળી ખાવાના ફાયદા

  ડુંગળી એન્ટિફંગલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણથી ભરપૂર હોય છે. તેને ખાવાથી ઘણા ફાયદા થાય છે. જો ડુંગળી વિનેગર સાથે મિક્સ કરીને ખાવામાં આવે તો તે વધુ ફાયદાકારક છે.

  આ પણ વાંચો: તાંબાની બોટલમાં પાણી પીવાથી ઘણી બીમારીઓ રહે છે દૂર, જાણો તેની સાથે જોડાયેલી જરૂરી વાતો

  વિનેગર વાળી ડુંગળી ખાવાના ફાયદા

  - વિનેગર વાળી ડુંગળી ખાવાથી વાળ ખરવાની સમસ્યા ઓછી થાય છે.
  - વિનેગર વાળી ડુંગળી ખાવાથી મગજ તેજ થાય છે.
  - જે લોકો યુરિન ઇન્ફેક્શનથી પરેશાન છે તે લોકો વિનેગર વાળી ડુંગળીનું સેવન કરી શકે છે.
  - વિનેગર વાળી ડુંગળીનું સેવન કરવાથી સ્પર્મ કાઉન્ટ વધે છે.
  - અનિયમિત પીરિયડ્સની સમસ્યામાં પણ વિનેગર વાળી ડુંગળી ખુબ ફાયદાકારક સાબિત થાય છે.
  - વિનેગર વાળી ડુંગળી બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે અને હૃદયને સ્વસ્થ રાખે છે.
  - ડાયાબિટીસના દર્દીઓ માટે વિનેગર વાળી ડુંગળી ખુબ ફાયદાકારક હોય છે.
  - વિનેગર વાળી ડુંગળી તણાવ દૂર કરવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.
  - વિનેગર વાળી ડુંગળી ફેફસાંને સ્વસ્થ રાખે છે.

  (Disclaimer: આ લેખમાં આપેલી જાણકારી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. Gujarati News 18 તેની પુષ્ટિ કરતું નથી. આનો અમલ કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતનો સંપર્ક જરૂર કરો.)
  Published by:kuldipsinh barot
  First published: