દૂધ કરતા બિયર વધુ આરોગ્યવર્ધક છે, શું છે સત્ય?

News18 Gujarati
Updated: December 14, 2019, 5:56 PM IST
દૂધ કરતા બિયર વધુ આરોગ્યવર્ધક છે, શું છે સત્ય?
પ્રતિકાત્મક તસવીર

ત્યાં જ PETA એ જણાવ્યું કે દૂધ પીવાની વજન વધે છે.

  • Share this:
જો સ્વાસ્થયની દ્રષ્ટ્રીએ તમારે બિયર કે દૂધમાંથી કોઇ એક વસ્તુ પસંદ કરવી પડે તો તમે શું પસંદ કરશો. ચોક્કસથી મોટા ભાગના લોકો કહેશે દૂધ. કારણ કે વર્ષોથી આપણે ત્યાં જ આ વાતને શીખવવામાં આવે છે કે દૂધ સૌથી વધુ સ્વાસ્થય વર્ધક છે. અને તેમાં અનેક પૌષ્ટિક ગુણો છે. તે શરીરતના વિકાસમાં પણ ફાયદાકારક છે. પણ પ્રાણીઓના હકમાં રહેનારી અને શાકાહારને પ્રાધાન્ય આપનાર સંસ્થા પેટા (PETA) નો દાવો છે કે બિયર દૂધ કરતા વધુ ફાયદાકારક છે. વધુ જાણો આ વિષે અહીં.

PETAએ દાવો કર્યો છે કે દૂધ પીવા કરતા બિયર પીવું વધુ ફાયદાકારક છે. તેના શરીરનો યોગ્ય વિકાસ પણ થાય છે. PETAએ હાર્વર્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના એક રિપોર્ટનો હવાલો દેતા દાવો કર્યો છે કે બિયર પીવાથી હાડકા મજબૂત થાય છે.

ત્યાં જ PETA એ જણાવ્યું કે દૂધ પીવાની વજન વધે છે. અને તેનાથી મોટાપાની સમસ્યા પણ થાય છે. વધુમાં દૂધના સેવનથી ડાયાબિટસ અને કેન્સર જેવી બિમારીઓ થવાનો ખતરો વધે છે તેવું પણ જણાવ્યું. PETA મુજબ બિયરમાં 90 ટકા પાણી સિવાય કેલ્શિયમ, ફાઇબર, આયરન અને એન્ટી ઓક્સિડેન્ટ મળે છે. PETA સાથે જ તે વાત પર ભાર મૂક્યો છે કે બિયરથી શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલમાં વધારો થાય છે. અને બેડ કોલેસ્ટ્રોલથી થતા નુક્શાનથી પણ બચાય છે. જો કે અનેક સંસ્થાઓએ PETA આ દાવા મામલે સવાલ ઉઠાવ્યા છે. સાથે જ આ સંસ્થાઓએ દૂધને નુક્શાનદેહ હોવાની વાતને જડમૂળથી નામંજૂર કરી છે.
First published: December 14, 2019
વધુ વાંચો
अगली ख़बर