Home /News /lifestyle /બીયર પીનારા લોકો માટે મોટી ખુશખબરી! વૈજ્ઞાનિકોએ કહેલી આ વાત જાણીને ઘરમાં નાચવા લાગશો

બીયર પીનારા લોકો માટે મોટી ખુશખબરી! વૈજ્ઞાનિકોએ કહેલી આ વાત જાણીને ઘરમાં નાચવા લાગશો

બીયર પીવાના ફાયદા!

Beer Benefits: લો બોલો, બીયર પીવાથી પણ સ્વાસ્થ્યને ફાયદા થાય છે. જો કે આ વાત જાણીને તમને નવાઇ લાગશે, પરંતુ વાત સાચી છે. આ સાથે જ ઘણાં લોકોને બહુ વધારે પ્રમાણમાં બીયર પીવાની આદત હોય છે. જો તમને આવી આદત છે તો તમારે વિચારવાની જરૂર છે.

વધુ જુઓ ...
    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: શરાબ પીવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, આ ચેતવણી વિશે તમે અનેક વાર સાંભળ્યુ હશે અને ક્યાંક વાંચ્યુ પણ હશે. એક્સપર્ટનું માનવું છે કે જો આલ્કોહોલ સીમિત માત્રામાં લેવામાં આવે તો સ્વાસ્થ્યને ફાયદા પણ થઇ શકે છે. શરાબના અનેક પ્રકાર હોય છે, જેમાં હાઇડ્રિંક, બીયર, જીન, વોડકા વગેરે...જો કે આ વિશે હાલમાં વૈજ્ઞાનિકો બીયર પીતા લોકો માટે ખુશખબરી લાવ્યા છે.  એમને દાવો કર્યો છે કે દરરોજ રાત્રે બીયર પીવાથી ડિમેન્શિયા રોગનું જોખમ ઓછુ થઇ જાય છે. એમને રિસર્ચમાં આ વાતનો ખુલાસો કર્યો છે. જો કે આનો મતલબ એ નથી કે તમે પેટ ભરીને શરાબ પીવાનું શરૂ કરી દો કારણકે સંશોધનમાં એ વાત સ્પષ્ટપણે જાણવા મળી છે કે બહુ ઓછી માત્રામાં બીયર પીવાથી સ્વાસ્થ્યને ફાયદા થાય છે.

    જાણો શું કહે છે રિસર્ચ


    ઓસ્ટ્રેલિયાના શોધકર્તાઓએ 60 વર્ષથી વધારે 25 હજાર લોકોની પીવાની આદતને જોઇ અને એની પર રિસર્ચ કર્યું. વૈજ્ઞાનિકોને આ રિસર્ચમાં જાણવા મળ્યું કે જે લોકો એક દિવસમાં 946 મિલી બીયર પીતા હતા એમની મેમરી લોસની તુલના બહુ ઓછી હતી.

    આ પણ વાંચો: અંડર આર્મ્સમાં ખંજવાળ આવે છે? બળતરા થાય છે?

    નિષ્કર્ષ અનુસાર ના પીતા લોકોને આ વાતનો સૌથી વધારે પ્રમાણમાં સામનો કરવો પડ્યો હતો કારણ કે ના પીતા લોકોમાં ડિમેન્શિયાનો ખતરો પાંચ ગણો વધી ગયો હતો, જયારે પીનારા લોકોમાં આ જોખમ ઓછુ જોવા મળ્યું હતું. તમને જણાવી દઇએ કે આ રિસર્ચ મિડીયમ જે લોકો પીતા હતા એમની પર કરવામાં આવ્યુ હતુ, જેથી કરીને સકારાત્મક રિઝલ્ટ મળે. પરંતુ જે લોકો વધારે માત્રામાં પીવે છે એમની હેલ્થને અનેક ઘણું નુકસાન થાય છે.

    આ પણ વાંચો: માત્ર 10 જ દિવસમાં આ કુદરતી રીતે વધારો બ્રેસ્ટ સાઇઝ

    30 વર્ષમાં ત્રણ ગણી વધારે ડિમેન્શિયાની બીમારી


    ડો. લુઇસ મેવટન અને એમના સહયોગીઓના અનુસાર.. ડિમેન્શિયા રોગનું જોખમ છેલ્લા 30 વર્ષમાં ત્રણ ગણું વધી ગયું છે. પહેલા એવું અનુમાન લગાવવામાં આવ્યુ હતુ કે આ જોખમના કારણોને ખતમ કરવામાં આવે તો દુનિયાભરમાં દર 10માંથી 4 ડિમેન્શિયા રોગીઓને રોકી શકાય છે.


    તમને જણાવી દઇએ કે મોટાપા ડિમેન્શિયાનું સૌથી મોટું જોખમી કારણોમાંથી એક છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે મિડીયમ માત્રામાં શરાબ પીવાથી મસ્તિષ્કમાં પ્લાક બનાવવાથી રોકે છે જે અનેક ગંભીર બીમારીઓનું કારણ છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Beer, Beer Health Tips, Lifestyle

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन