હવે ડિઝલ-પેટ્રોલ જ નહીં બિયરથી પણ ચાલશે તમારી કાર!

બ્રિટનના બ્રિસ્ટલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ આના પર રિસર્ચ કર્યું છે...

બ્રિટનના બ્રિસ્ટલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ આના પર રિસર્ચ કર્યું છે...

  • Share this:
ટુંક સમયમાં બિયરને પેટ્રોલની જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવી શેકે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, બિયરને બ્યૂટેનોલમાં ટ્રાન્સફર કરી ઈંધણ બનાવી શકાય છે. બિયરમાં રહેલ ઈથેનોલને પ્રોસેસ કરી એવું રસાયણ બનાવવામાં આવી શકે છે. જેને મશીનોમાં ઈંધણની જગ્યાએ ઉપયોગમાં લઈ શકાશે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, જોકે આ પૂરી પ્રક્રિયામાં હજુ પાંચ વર્ષ લાગી શકે છે.

બ્રિટનના બ્રિસ્ટલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ આના પર રિસર્ચ કર્યું છે. શોધકર્તાઓનું માનવું છે કે, જો આ પ્રક્રિયા સફળ રહી તો બિયર પેટ્રોલ-ડિઝલની જગ્યાએ એક શ્રેષ્ઠ વિકલ્પ બની રહેશે. જોકે, શોધકર્તાઓનું કહેવું છે કે, બાયોઈથેનોલ પેટ્રોલ માટેનું શ્રેષ્ઠ વિકલ્પ છે. આને તૈયાર કરવા માટે બિયર સૌથી ઉપયોગી ચીજ સાબિત થઈ શકે છે. શોધકર્તાઓનું માનવું છે કે, જો બિયરમાં રહેલ ઈથેનોલને પ્રોસેસ કરી બ્યૂટેનોલમાં બદલવામાં આવે તો તે ઈંધણ રીપે સરળતાથી પ્રયોગમાં લઈ શકાશે.
First published: