Home /News /lifestyle /ઠંડીમાં વાળ બહુ ખરે છે? તો ટ્રાય કરો આ DIY હેર ટોનિક, અઠવાડિયામાં મસ્ત રિઝલ્ટ મળી જશે

ઠંડીમાં વાળ બહુ ખરે છે? તો ટ્રાય કરો આ DIY હેર ટોનિક, અઠવાડિયામાં મસ્ત રિઝલ્ટ મળી જશે

આ હેર ટોનિક બેસ્ટ છે.

DIY Hair Tonic: આજના આ સમયમાં મોટાભાગના લોકોના વાળ ખરતા હોય છે. આ સાથે જ વાળને લગતી અનેક સમસ્યાઓથી લોકો કંટાળી જતા હોય છે. આમ, જો તમે વાળની અનેક સમસ્યાઓમાંથી છૂટકારો મેળવવા ઇચ્છો છો તો આ ટોનિક તમારા માટે સૌથી બેસ્ટ છે.

  લાઇફ સ્ટાઇલ ડેસ્ક: શિયાળાની શરૂઆત થતાની સાથે જ વાળની અનેક સમસ્યાઓ થવા લાગે છે. વાળ નબળા થવાને કારણે એ ખરવા લાગે છે અને સાથે પાતળા થઇ જાય છે. વાળની દરેક સમસ્યાઓને દૂર કરવા માટે કેમિકલયુક્ત પ્રોડક્ટનો ઉપયોગ કર્યા વગર તમે આમાંથી છૂટકારો મેળવવા ઇચ્છો છો તો આ હેર ટોનિક તમારા માટે સૌથી બેસ્ટ છે. આ હેર ટોનિક તમે સરળતાથી ઘરે બનાવી શકો છો. આ હેર ટોનિક સામાન્ય રીતે આમળાથી બનાવવામાં આવે છે. આ હેર ટોનિકનો તમે શિયાળામાં ઉપયોગ કરો છો તો વાળ સિલ્કી થાય છે અને સાથે ખરતા પણ બંધ થઇ જાય છે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો આ હેર ટોનિક.

  આમળા-મેથીમાંથી બનાવો હેર ટોનિક


  20 ગ્રામ સુકા આમળા

  આ પણ વાંચો: શિયાળામાં રોજ સવારે આ સમયે ખાઓ સ્ટ્રોબેરી

  3 ચમચી મેથી

  10 ગ્રામ શિકાકાઇ

  બનાવવાની રીત


  આમળા મેથીમાંથી હેર ટોનિક બનાવવા માટે સૌ પ્રથમ ઉપર જણાવ્યા મુજબ ત્રણ સામગ્રી લઇ લો. હવે આમાં બે ગ્લાસ પાણી નાખીને આખી રાત પલાળો. ત્યારબાદ સવારમાં ધીમા ગેસ આ ઉકાળી લો. જ્યારે પાણી અડધુ થઇ જાય ત્યારે ગાળીને તમે એક સ્પ્રે બોટલમાં ભરી લો. આને તમે સ્ટોર કરી શકો છો.

  આ પણ વાંચો: પ્રેગનન્સીમાં આ જ્યૂસ પીવાથી બાળક આવે છે ગોલુ-મોલુ

  આ રીતે ઉપયોગ કરો


  આ ટોનિકનો ઉપયોગ તમારે હેર વોશ કર્યા પછી કરવાનો છે. આ માટે પહેલાં તમે શેમ્પૂથી હેર વોશ કરી લો અને પછી વાળમાં સ્પ્રે કરો અને માલિશ કરો. એક કલાક પછી હેર ધોઇ લો.

  જાણો ફાયદા


  આમળામાં ભરપૂર માત્રામાં વિટામીન સી, કેલ્શિયમ, આયરન અને ફોસ્ફરસ હોય છે જે વાળને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. આ સાથે જ તમારા વાળને મજબૂત બનાવે છે. જ્યારે મેથીની વાત કરીએ તો આમાં  આયરન અને પ્રોટીન સારું હોય છે. આ સાથે જ મેથીમાં એન્ટી ફંગલ અને એન્ટી ઇન્ફ્લામેન્ટરી ગુણ હોય છે જે વાળને અનેક સંક્રમણથી બચાવવાનું કામ કરે છે.  આ ટોનિકમાં વપરાતા શિકાકાઇમાં એન્ટી ઓક્સિડન્ટસ ગુણ હોય છે જે વાળને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. જો તમે વાળને લગતી અનેક સમસ્યોમાંથી નેચરલ રીતે છૂટકારો મેળવવા ઇચ્છો છો તો આ ટોનિક તમારા માટે સૌથી બેસ્ટ છે.
  Published by:Niyati Modi
  First published:

  Tags: Health care tips, Life style

  विज्ञापन
  विज्ञापन