Home /News /lifestyle /White Spots on Nails: નખ પર વ્હાઇટ સ્પોટ હોય તો થઇ જાવો સાવધાન, આ બીમારીઓનો મળે છે સંકેત

White Spots on Nails: નખ પર વ્હાઇટ સ્પોટ હોય તો થઇ જાવો સાવધાન, આ બીમારીઓનો મળે છે સંકેત

નખ પર વ્હાઇટ સ્પોટ હોય તો એલર્ટ થઇ જાવો

White Spots on Nails: ઘણાં બધા લોકોના નખ પર વ્હાઇટ સ્પોટ હોય છે. વ્હાઇટ સ્પોટ થવા પાછળ એક નહીં પરંતુ અનેક કારણો જવાબદાર હોય છે. આ વ્હાઇટ સ્પોટ તમારા નખમાં હોય તો ખાસ વાંચી લો આ આર્ટિકલ.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: શરીરમાં છુપાયેલી અનેક બીમારીઓ એવી હોય છે જેનો આપણને ખ્યાલ આવતો નથી અને ધીરે-ધીરે એ વઘવા લાગે છે. જો કે એવી ઘણી બધી બીમારીઓ છે જે શરીરની અંદર થતી હોય છે અને બહાર આવતા એ મોટું સ્વરૂપ લઇ લે છે. આ માટે હેલ્થનું ધ્યાન  રાખવું ખૂબ જરૂરી છે. તમને જોયુ હશે તો તમને ખ્યાલ હશે કે અનેક લોકોના નખ પર વ્હાઇટ કલરના સ્પોટ હોય છે જેને અનેક લોકો ઇગ્નોર કરતા હોય છે. પંરતુ ડોક્ટર્સના જણાવ્યા અનુસાર નખમાં દેખાતા આ વ્હાઇટ સ્પોટ થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. આ એક એવી કન્ડિશન છે જેમાં નખની પ્લેટને ગંભીર નુકસાન થઇ શકે છે. તો જાણો આ વ્હાઇટ સ્પોટ વિશે તમે પણ.

    આ પણ વાંચો: બ્રેસ્ટની સાઇઝ વધારે છે? તો આ રીતે ડુંગળી ઘસો

    લ્યુકોનિશિયા


    ડોક્ટર્સ આ વિશે કહે છે કે સામાન્ય રીતે લોકો લ્યુકોનિશિયાને કારણે પણ નખમાં વ્હાઇટ સ્પોટની સમસ્યાનો સામનો કરવો પડે છે. આનાથી તમારા હાથના નખ પર આ વ્હાઇટ સ્પોટ જોવા મળે છે.

    ફંગલ ઇન્ફેક્શન


    સામાન્ય રીતે ફંગલ ઇન્ફેક્શનથી નખ પર વ્હાઇટ સ્પોટની સમસ્યા રહે છે. વ્હાઇટ સ્પોટ થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. ઓનિકોમાઇકોસિસ નામના ફંગસથી નખ પર સફેદ ડાઘા પડે છે. આ ઇન્ફેક્શનને કારણે તમારી આંગળીઓ ખરાબ થઇ શકે છે. જો તમારા નખ પર આવું થાય છે તો તમે તરત જ ડોક્ટરને બતાવો અને ટ્રિટમેન્ટ લો.

    આ પણ વાંચો: પાંપણોને લાંબી+ભરાવદાર બનાવવા લગાવો આ તેલ

    આનુવાંશિક


    ઘણી વાર આનુવાંશિક કારણોને કારણે પણ નખ પર વ્હાઇટ સ્પોટની સમસ્યા થઇ શકે છે. ડોક્ટર્સ લ્યુકોનિશિયાની સમસ્યાને આનુવાંશિક માને છે. આ માટે જ્યારે કોઇ વ્યક્તિને આ સમસ્યા થાય ત્યારે આનુવાંશિક કારણ પણ જવાબદાર હોય છે.

    મિનરલ્સની ઉણપ


    ન્યૂટ્રિશનિસ્ટ કહે છે કે બોડીમાં મિનરલ્સની ઉણપની કારણે પણ નખ પર વ્હાઇટ સ્પોટ થઇ શકે છે. આ સાથે જ તમને જણાવી દઇએ કે ઝિંકની ઉણપને કારણે આ સમસ્યા સામાન્ય રીતે લોકોને થતી હોય છે.


    આ માટે ક્યારે પણ શરીરમાં મિનરલ્સની ઉણપ થવા દેશો નહીં. આમ, જો તમારા નખ પર વ્હાઇટ સ્પોટ છે તો તમે તરત જ ડોક્ટરને બતાવો અને આની સારવાર કરો. જો તમે સમય પર આની સારવાર કરો છો વ્હાઇટ સ્પોટ ઓછા થઇ જશે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Beauty, Life style, Nails

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन