Home /News /lifestyle /શું છે સોરાયસીસ? સ્કિન પર આ લક્ષણો દેખાય તો દોડો ડોક્ટર પાસે, સાથે જાણો બચવાના ઉપાયો

શું છે સોરાયસીસ? સ્કિન પર આ લક્ષણો દેખાય તો દોડો ડોક્ટર પાસે, સાથે જાણો બચવાના ઉપાયો

જાણો સોરાયસીસ વિશે

what is symptom of psoriasis: સોરાયસીસ એક એવી બીમારી છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. આ બીમારીની શરૂઆતમાં તમને અનેક એવા લક્ષણો શરીરમાં દેખાય છે જે તમને સોરાયસીસ હોવાનો સંકેત આપે છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: સોરાયસીસ એક સ્કિન સંબંધીત બીમારી છે. આ બીમારી કોઇ પણ વ્યક્તિને થઇ શકે છે. સ્કિન સાથે જોડાયેલી આ બીમારીને લઇને બહુ ઓછામાં લોકોમાં જાગરુકતા હોય છે. ઘણી વાર સ્કિન પર પોપડી તેમજ લાલ રંગના ડાધા ધબ્બાઓને વ્યક્તિ ઇગ્નોર કરે છે, પરંતુ આ વાતને સામાન્ય સમજતા લોકોને જણાવી દઇએ કે આ સોરાયસીસના શરૂઆતના લક્ષણો હોઇ શકે છે. આ બીમારી ઠંડા પ્રદેશોમાં રહેતા લોકોને વધારે થાય છે.

    આમ, જો તમારી સ્કિન પર લાલ તેમજ ભૂરા રંગના ડાધા-ધબ્બા દેખાય છે તો તમે તરત જ ડોક્ટરની પાસે જાવો અને આ વિશે સલાહ લો. indiatv.in અનુસાર મુંબઇના ક્યુટિસ સ્કિન સ્ટુડિયોના સીઇઓ અને મેડિકલ ડાયરેક્ટર ડોક્ટર અપ્રતિમ ગોયલ જણાવે છે કે સોરાયસીસ કેમ થાય છે અને આનાથી બચવા માટે શું કરવું જોઇએ.

    આ પણ વાંચો: શરીરમાં આ 4 તકલીફ હોય તો ના ખાતા મખાના

    સોરાયસીસના લક્ષણો


    ડોક્ટર અપ્રતિમ ગોયલ આ વિશે જણાવે છે કે, સોરાયસીસ થવા પર સ્કિન લાલ અને ભુરા કલરની પોપડી થાય છે. આ જગ્યા પર સતત ખંજવાળ આવે છે જેના કારણે સમસ્યા વધી શકે છે. ખંજવાળને કારણે સ્કિનમાંથી ઘટ્ટ પાણી નિકળવા લાગે છે જે પરું જેવું હોય છે.

    આમ, જો સોરાયસીસ વાળમાં થાય છે તો દર્દીને સ્કૈલ્પ પર ધબ્બા અને પોપડી થવા લાગે છે. વધારે સ્ટ્રેસ લેવાથી પણ તમે આ બીમારીની ઝપેટમાં આવી શકો છો. આ બીમારી જિનેટિક પણ હોય છે. તમારા પરિવારમાં કોઇને સોરાયસીસ છે તો તમે એની ઝપેટમાં આવી શકો છો.

    આ પણ વાંચો: હેર સ્પા કે કેરાટિન? જાણો વાળમાં કઇ ટ્રિટમેન્ટ બેસ્ટ છે

    આ અંગોને સોરાયસીસ પ્રભાવિત કરે છે


    ડોક્ટર અપ્રતિમ ગોયલ આ વિશે વધુમાં જણાવે છે કે, સોરાયસીસ સ્કૈલ્પ, કાનની આસપાસ, ધૂંટણ, કોણી અને પીઠના નીચેના ભાગમાં વધુ થાય છે. આ બીમારીને લઇને હજુ પણ લોકોમાં અવેરનેસ નથી.


    કઇ ઉંમરમાં આ બીમારી થાય છે


    ડોક્ટર અપ્રતિમ ગોયલ આ વિશે વધુમાં જણાવે છે કે, આ બીમારી કોઇ પણ ઉંમરમાં કોઇને પણ થઇ શકે છે. આ એક જિનેટિક કન્ડિશન પર વધારે ડિપેન્ડ કરે છે. પરંતુ મોટાભાગે 15 વર્ષથી શરૂ થાય છે. જો તમે આ બીમારી પર સમયે ધ્યાન આપો છો તો લાંબો સમય સુધી ચાલતી નથી અને તમને રાહત થઇ જાય છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: HealthTips, Life style

    विज्ञापन
    विज्ञापन