Home /News /lifestyle /White hair problem: કેમ નાની ઉંમરમાં વાળ સફેદ થવા લાગે છે? જાણો આ વિશે શું કહે છે ડોક્ટર
White hair problem: કેમ નાની ઉંમરમાં વાળ સફેદ થવા લાગે છે? જાણો આ વિશે શું કહે છે ડોક્ટર
સફેદ વાળ થવા પાછળના કારણો
How to prevent white hair in early age: આજની આ ફાસ્ટ લાઇફમાં અનેક લોકોના વાળ નાની ઉંમરમાં સફેદ થવા લાગ્યા છે. નાની ઉંમરમાં વાળ સફેદ થવા પાછળ અનેક કારણો જવાબદાર છે. આમ, જો તમારા વાળ પણ નાની ઉંમરમાં સફેદ થાય છે તો આ વિશે તમારે વિચારવાની જરૂર છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ખોટી લાઇફ સ્ટાઇલ અને ખોટી આદતોને કારણે નાની ઉંમરમાં લોકોના વાળ સફેદ થવા લાગ્યા છે. આજના આ સમયમાં 25 થી 30 વર્ષની ઉંમરના મોટાભાગના લોકોમાં વાળ સફેદ થવાની સમસ્યા વધારે છે. નાની ઉંમરમાં વાળ સફેદ થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. ઉંમર વધવાની સાથે-સાથે વાળ સફેદ થવા સ્વભાવિક છે, પરંતુ આ સમસ્યા નાની ઉંમરમાં થાય તો એ ચિંતાનો વિષય બની જાય છે. ખોટી લાઇફ સ્ટાઇલ, પર્યાવરણ, કેટલીક બીમારીઓ, પોષક તત્વોની ઉણપ જેવા અનેક કારણો વાળ સફેદ થવા પાછળ હોઇ શકે છે.
તમને જણાવી દઇએ કે શરીરમાં હેર ફોલિકલ્સ હોય છે. આ બહુ જ નાની થેલીની જેમ સ્કિન સેલ્સમાં ઉદભવે છે. હેર ફોલિકલ્સમાં પિગમેન્ટ કોશિકાઓ હોય છે જેને મેલેનિન કહેવામાં આવે છે. આ મેલેનિન વાળને એનો રંગ આપવાનો કામ કરે છે. ઉંમરની સાથે હેર ફોલિકલ્સમાં પિગમેન્ટ ઓછા થવા લાગે છે જેના કારણે કુદરતી રંગ બદલાઇ જાય છે.
નાની ઉંમરમાં વાળ સફેદ થવાના બે કારણ
સર ગંગારામ હોસ્પિટલ નવી દિલ્હીમાં ડર્મેટોલોજિસ્ટ ડિપાર્ટમેન્ટના વરિષ્ઠ કન્સલ્ટન્ટ ડો ઋષિ પારાશર આ વિશે કહે છે કે ભારતમાં 25 વર્ષ પછી વાળ સફેદ થવા લાગે તો સામાન્ય રીતે એને કોઇ બીમારી માનવામાં આવતી નથી. આ સામાન્ય રીતે હેર ફોલિકલ્સમાં મેલેનિન પિગમેન્ટ હોય છે જે ના નિકળી શકવાને કારણે થાય છે. જો કે મિલેનોસોમથી નિકળીને મેલેનિન જ્યારે વાળના શાફ્ટમાં ના આવે ત્યારે વાળનો કલર સફેદ થવા લાગે છે.
આ કારણે મિલેનોસોમ ફાટે છે ત્યારે મેલેનિન આનાથી નિકળીને વાળના શાફ્ટમાં આવે છે જેના કારણે વાળનો રંગ બ્લેક, બ્રાઉન તેમજ ગોલ્ડન થાય છે. આ ફાટે નહીં તો એની પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. ડો.ઋષિ પારાશરે આ વિશે જણાવે છે કે વાળ સફેદ થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે, પરંતુ સૌથી મોટું કારણ વારસાગત હોય છે. આ સાથે જ લાઇફ સ્ટાઇલથી સંબંધિત જેમ કે પ્રોબ્લેમ્સ, સ્ટ્રેસ, સ્મોકિંગ, ડ્રિંક જેવા બીજા કારણો પણ હોઇ શકે છે. થાઇરોઇડ જેવી બીમારીને કારણે પણ વાળ સફેદ થઇ શકે છે.
આ રીતે સફેદ વાળ રોકો
ડો ઋષિ પારાશર કહે છે કે સૌથી પહેલા આપણે એ જાણવુ જોઇએ કે નાની ઉંમરમાં વાળ સફેદ કેમ થઇ રહ્યા છે. જો આ સ્ટ્રેસ, ઓટોઇમ્યુન ડિસીઝ, થાઇરોઇડ, વિટામીન બી 12, ડી3ની ઉણપથી થાય છે તો તમે સૌથી પહેલા આ સમસ્યાની સારવાર કરો. આ સમસ્યા માટે તમે પ્રોપર દવા લેશો તો આપોઆપ જ વાળ બ્લેક થવા લાગશે.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર